ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી T20 મેચ મંગળવારે રમાવાની છે અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ મેચ જીતીને શ્રેણી જીતવા ઈચ્છશે. પરંતુ તે પહેલા વેસ્ટ ઈન્ડિઝ (West Indies) માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. છેલ્લી મેચમાં ટીમની જીતના હીરો નિકોલસ પુરન (Nicholas Pooran) ને ICCએ સજા ફટકારી છે.
ICC દ્વારા પૂરન પર મેચ ફીના 15 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. હકીકતમાં પુરને બીજી T20 મેચમાં અમ્પાયરોના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. ભારતીય ઇનિંગ્સની ચોથી ઓવર દરમિયાન LBW રિવ્યુ લેવામાં આવ્યો હતો. પુરને આ અંગે અમ્પાયરો સાથે દલીલ કરી હતી. પૂરને અમ્પાયરોની ટીકા પણ કરી હતી. ICCએ એક નિવેદન જારી કરીને આ અંગે જાણકારી આપી છે.
Nicholas Pooran fined 15% of his match fees and handed one Demerit Point for publicly criticising the umpires. pic.twitter.com/cBywWkgv61
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 7, 2023
ICC અનુસાર, પુરને પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને તેથી જ કોઈ સત્તાવાર સુનાવણીની જરૂર નથી. પૂરને ICCની આચાર સંહિતાની કલમ 2.7નું ઉલ્લંઘન કર્યું હતું અને તેથી ICCએ તેને સજા કરી હતી. મેચ ફીની સાથે પુરનના ખાતામાં એક ડીમેરિટ પોઈન્ટ પણ આવી ગયો છે. પુરને આ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી અને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજી T20 મેચમાં પુરને 40 બોલમાં 67 રનની ઇનિંગ રમી હતી જેમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થતો હતો.
West Indies batter has been penalized for flouting ICC Code of Coduct during the second T20I against India 👀
Details 👇https://t.co/K2BzL2lIZA
— ICC (@ICC) August 7, 2023
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે તિલક વર્માના 51 રનની મદદથી સાત વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. તિલકે તેની ઇનિંગમાં 41 બોલનો સામનો કર્યો અને પાંચ ચોગ્ગા ઉપરાંત એક છગ્ગો ફટકાર્યો. વેસ્ટ ઈન્ડિઝે 153 રનનો ટાર્ગેટ 18.5 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. હવે વેસ્ટ ઈન્ડિઝની નજર શ્રેણી જીતવા માટે ત્રીજી મેચ પર છે. આ સાથે જ ભારત શ્રેણીમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.