ઈનિંગની અંતિમ ઓવરના છેલ્લા ત્રણ બોલ પર ત્રણ વિકેટ ઝડપી હેટ્રીક લઈ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ટિમલ મિલ્સે (Tymal Mills) કમાલ કર્યો હતો. મેચના અંતિમ ત્રણ બોલમાં ત્રણ બેટ્સમેનોને આઉટ કરી આ ખેલાડીએ ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોડ ખેલાડી માટે એટલા માટે પણ ખાસ હતો, કારણકે તે દિવસે તેનો જન્મદિવસ પણ હતો. એટલે કે જન્મદિવસ પર હેટ્રીક (Hattrick) લઈ ટિમલ મિલ્સે તેના 31 માં બર્થ-ડે ને વધુ ખાસ બનાવી દીધો હતો. તે ધ હન્ડ્રેડ (The Hundred) લીગના ઈતિહાસમાં તેના જન્મદિવસ પર હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો.
100 બોલ ક્રિકેટમાં ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં વેલ્સ ફાયર અને સધર્ન બ્રેવ વચ્ચે રમાયેલી મેચમાં ટિમલ મિલ્સ સધર્ન બ્રેવ ટીમનો ભાગ હતો. મેચમાં વેલ્સ ફાયરે પ્રથમ બેટિંગ કરી અને 100 બોલમાં 87 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. આ મેચમાં ટીમલ મિલ્સે આ ટીમને ઓલઆઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
What a final 5️⃣ balls from Tymal Mills! 😮#TheHundred pic.twitter.com/E4g6HNaD2n
— The Hundred (@thehundred) August 12, 2023
ટિમલ મિલ્સે વેલ્સ ફાયર સામે 20 બોલમાં 13 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આમાંથી તેણે વેલ્સ ફાયરની ઈનિંગના છેલ્લા 3 બોલમાં એટલે કે 98, 99 અને 100માં બોલમાં 3 વિકેટ ઝડપી હતી. ટીમલ મિલ્સની હેટ્રિકમાં બેન ગ્રીન, હરિસ રૌફ અને ડેવિડ ફસાયા હતા. 3 બોલમાં બેક ટુ બેક આ ત્રણનો શિકાર કરીને મિલ્સે તેના જન્મદિવસની ઉજવણી બમણી કરી હતી.
ટિમલ મિલ્સે હેટ્રિક સહિત 4 વિકેટ લીધી હતી. આ સિવાય જ્યોર્જ ગાર્ટનની 8 રનમાં 3 વિકેટે પણ વેલ્સ ફાયરને 87 રનમાં રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગાર્ટને જોય ક્લાર્ક અને ડેવિડ વિલીની મહત્વની વિકેટો લીધી હતી. આ પ્રદર્શન માટે જ્યોર્જ ગાર્ટનને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
⛔️ STOP SCROLLING! ⛔️
Enjoy this Tymal Mills hat-trick! 🤩#TheHundred pic.twitter.com/ILMlsGZX5P
— The Hundred (@thehundred) August 12, 2023
આ પણ વાંચો : IND vs WI: પહેલા પડ્યો માર, પછી વિકેટ લઈ અર્શદીપે કર્યો ત્રણ-ત્રણ વાર પલટવાર, જુઓ Video
વેલ્સ ફાયર તરફથી મળેલા 88 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે જ્યારે સધર્ન બ્રેવ્સની ટીમ ઉતરી ત્યારે તેમને વધુ સમય લાગ્યો ન હતો. તેમણે 41 બોલ પહેલા 1 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. સધર્ન બ્રેવે 51 બોલમાં 91 રન બનાવ્યા હતા અને 9 વિકેટે મેચ જીતી લીધી.