ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ સિરીઝ સોમવારે સમાપ્ત થઈ છે. ભારતીય ટીમે સિરીઝને 1-0 થી પોતાને નામ કરી લીધી છે. પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચના અંતિમ દિવસે વરસાદે રમતનો ખેલ બગાડી દેતા ભારતીય ચાહકોને માટે નિરાશા રહી હતી. ટીમ ઈન્ડિયા જીત મેળવશે એવી આશાઓ વચ્ચે વરસાદનુ વિઘ્ન થતા અંતે મેત ડ્રો રહી હતી. ટેસ્ટ સિરીઝ સમાપ્ત થતા જ હવે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનુ ફોકસ વનડે સિરીઝ પર રહેશે.
વનડે સિરીઝ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વની છે. આગામી વનડે વિશ્વ કપ ભારતમાં રમાનારો છે. આ માટે ભારતીય ટીમ વિશ્વકપ માટે પ્રબળ દાવેદાર છે. આવામાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે કેરેબિયન પિચ પર વનડેની તૈયારીઓ કરવા રુપ સિરીઝમાં પ્રદર્શન કરશે. ભારતીય ટીમને પોતાની ખામીઓને દૂર કરવા માટે આ સિરીઝ મહત્વની રહેશે.
આગામી ગુરુવારથી જ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે શ્રેણીની શરુઆત થઈ જશે. એટલે કે 27 જુલાઈએ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ વનડે મેચ રમાશે. ટીમ ઈન્ડિયા હવે રેડ બોલને બદલે વ્હાઈટ બોલ સિરીઝમાં મેદાને ઉતરીને વિશ્વકપ માટે તૈયારીઓ શરુ કરશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ જોકે વિશ્વકપ 2023 થી બહાર થઈ ચુકી છે. આમ કેરેબિયન ટીમ ભારતમાં વિશ્વકપનો હિસ્સો નથી.
બંને ટીમો વચ્ચે ગુરુવારથી શરુ થનારી વનડે શ્રેણી 3 મેચોની રહેશે. જેની પ્રથમ મેચ બાર્બાડોઝમાં રમાનારી છે. બીજી મેચ પણ આ જ મેદાનમાં રમાશે અને અંતિમ મેચ ત્રિનિદાદમાં રમાશે. આમ ત્રણ મેચોની વનડે સિરીઝની અંતિમ મેચ 1 ઓગ્ષ્ટ રમાશે. ત્યારબાદ તુરત 3 ઓગષ્ટથી T20 સિરીઝ શરુ થશે. 5 મેચની સિરીઝ 13 ઓગષ્ટ સુધી ચાલશે. જેની પ્રથમ મેચ ત્રિનિદાદમાં રમાશે.
વિરાટ કોહલીએ બીજી ટેસ્ટમાં શાનદાર સદી નોંધાવી હતી. કોહલીએ 206 બોલનો સામનો કરીને 121 રન નોંધાવ્યા હતા. કોહલીએ લાંબા સમય બાદ વિદેશી ધરતી પર ટેસ્ટ સદી નોંધાવી હતી. કોહલીએ આ સાથે જ રેકોર્ડ પોતાને નામ કર્યા હતા. ટીમ ઈન્ડિયાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ ઈનીંગ રમતા 438 રનનો સ્કોર નોંધાવ્યો હતો. બીજી ઈનીંગમાં 2 વિકેટના નુક્શાને 181 રન નોંધાવી દાવ ડિક્લેર કર્યો હતો. જેમાં રોહિત શર્માએ બંને ઈનીંગમાં અડધી સદી નોંધાવી હતી. યશસ્વી જયસ્વાલે પ્રથમ ઈનીંગમાં અડધી સદી નોંધાવી હતી. રવિચંદ્રન અશ્વિને પણ અડધી સદી પોર્ટ ઓફ સ્પેનમાં નોંધાવી હતી.
Published On - 9:08 am, Tue, 25 July 23