
ભારતીય પૂરુષ ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર છે, જ્યાં તેણે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0 થી જીત મેળવી હતી. પ્રથમ ટેસ્ટમાં ભારતે શાનદાર જીત મેળવી હતી જ્યારે બીજી મેચ વરસાદના કારણે ડ્રો રહી હતી. હવે ત્રણ મેચની વનડે શ્રેણીની (India vs West Indies ODI Series) શરૂઆત 27 જુલાઇના રોજ બારબાડોસના બ્રિજટાઉનમાં થશે.
વનડે શ્રેણીની જો વાત કરીએ તો ભારતનો વેસ્ટ ઇન્ડીઝ સામે રેકોર્ડ છેલ્લા ઘણા સમયથી શાનદાર રહ્યો છે. છેલ્લા 17 વર્ષમાં વેસ્ટ ઇન્ડીઝ ભારત સામે દ્વિપક્ષીય શ્રેણીમાં જીતી શક્યુ નથી. જેનો અર્થ છે કે વેસ્ટ ઇન્ડીઝ પાસે વનડેમાં ભારતીય ટીમનો કોઇ તોડ નથી.
આ પણ વાંચો: 15 ઓક્ટોબરને બદલે આ તારીખે રમાઈ શકે છે ભારત-પાકિસ્તાન મેચ! હજારો ચાહકો મુશ્કેલીમાં
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી 9 માર્ચ 1983 એ રમાઇ હતી. ત્યારે વેસ્ટ ઇન્ડીઝએ પાતોના ઘરમાં ભારતીય ટીમને 2-1 થી માત આપી હતી. તે બાદ 1989 સુધી વેસ્ટ ઇન્ડીઝની ટીમે સતત પાંચ વનડે શ્રેણી પોતાના નામે કરી હતી.
વર્ષ 1994 માં પ્રથમ વખત ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામે વનડે શ્રેણી જીતી હતી. ભારતીય ટીમે ઘર આંગણે વેસ્ટ ઇન્ડીઝને 4-1 થી માત આપી હતી. આ બાદ બંને ટીમ વચ્ચે હાર અને જીત ચાલતી રહી છે. છેલ્લે વર્ષ 2006 માં વેસ્ટ ઇન્ડીઝની ટીમે ભારતીય ટીમને હરાવ્યુ હતુ. તે બાદ ભારતીય ટીમ સતત 12 વનડે શ્રેણીમાં વેસ્ટ ઇન્ડીઝ સામે અજેય રહી છે. કોઇ પણ એક ટીમને સૌથી વધુ વખત સતત હરાવવાની જો વાત કરીએ તો આ એક વર્લ્ડ રેકોર્ડ છે.
કુલ વનડે શ્રેણી- 23
ભારતની જીત- 15
વેસ્ટ ઇન્ડીઝની જીત- 8
કુલ વનડે મેચ- 139
ભારતની જીત- 70
વેસ્ટ ઇન્ડીઝની જીત- 63
ટાઇ- 2
અનિર્ણિત- 4
પ્રથમ વનડે- 27 જુલાઇ, બારબાડોસ- સાંજે 7 વાગ્યે
બીજી વનડે- 29 જુલાઇ, બારબાડોસ- સાંજે 7 વાગ્યે
ત્રીજી વનડે- 1 ઓગસ્ટ, ત્રિનિદાદ- સાંજે 7 વાગ્યે