WI vs IND 4th T20I: ફ્લોરિડામાં થશે સિક્સ-ફોરનો વરસાદ કે બોલર કરશે કમાલ? જાણો પીચ રિપોર્ટ અને તમામ રેકોર્ડ

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેની પાંચ મેચની ટી20 શ્રેણી હવે અમેરિકા પહોંચી ગઈ છે. અંતિમ બે મેચ અમેરિકાના ફ્લોરિડામાં રમાશે. પાંચ મેચની શ્રેણીમાં વેસ્ટ ઇન્ડીઝ 2-1 થી આગળ છે. શ્રેણી જીતવા ભારતની ટીમે બંને મેચ જીતવી પડશે.

WI vs IND 4th T20I: ફ્લોરિડામાં થશે સિક્સ-ફોરનો વરસાદ કે બોલર કરશે કમાલ? જાણો પીચ રિપોર્ટ અને તમામ રેકોર્ડ
Florida Pitch and Weather Report
Image Credit source: Business Today
| Edited By: | Updated on: Aug 12, 2023 | 1:36 PM

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ (India vs West Indies T20I) વચ્ચે પાંચ મેચની ટી20 શ્રેણીની ચોથી ટી20 મેચ અમેરિકાના ફ્લોરિડામાં (Florida) 12 ઓગસ્ટના રોજ રમાશે. શ્રેણીમાં હાલ ભારતીય ક્રિકેટ ટીમ 1-2થી પાછળ ચાલી રહી છે. શરૂઆતની બંને મેચ ભારતીય ટીમ હારી ગઇ હતી અને ત્રીજી મેચમાં સૂર્યકુમાર યાદવની શાનદાર બેટિંગના કારણે ભારતીય ટીમે શ્રેણીમાં કમબેક કર્યુ હતુ. ચોથી મેચ ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે. હવે બંને ટીમ વચ્ચે ફ્લોરિડા ક્રિકેટ સ્ટેડિયમમાં (Central Broward Regional Park Stadium) ચોથી ટી20 મેચનું આયોજન થશે. તો જાણીએ મેચમાં પીચ અને હવામાનનું શુ રહેશે મિજાજ.

ફ્લોરિડા પીચ રિપોર્ટ

ફ્લોરિડાના લૉડરહિલમાં સ્થિત સેન્ટ્રલ બ્રોવર્ડ રીજનલ પાર્ક સ્ટેડિયમની પીચના વિશે વાત કરીએ તો, અહિંયા શરૂઆતના સમયે બેટ્સમેનને વધુ સહાય મળે છે. જેમ જેમ મેચ આગળ વધે છે તો પીચ ધીમી થઈ જતી હોય છે અને બેટીંગ મુશ્કેલ થઈ જતી હોય છે અને રન બનાવવામાં તકલીફ પડતી હોય છે. પીચ ધીમી થવાના કારણે સ્પિનરને મદદ મળતી હોય છે.

ફ્લોરિડા પીચના આંકડા

મેચના પરિણામ

કુલ આંતરરાષ્ટ્રીય ટી20 મેચ- 14
બેટિંગ ટીમની જીત- 11
બોલિંગ ટીમની જીત- 2

એવરેજ સ્કોર

એવરેજ પ્રથમ ઇનિંગનો સ્કોર- 164
એવરેજ બીજી ઇનિંગનો સ્કોર- 123

હાઇએસ્ટ અને લોઇએસ્ટ સ્કોર

હાઇએસ્ટ ટીમ સ્કોર- 245-6 (20), વેસ્ટ ઇન્ડીઝ વિ. ભારત
લોઇએસ્ટ ટીમ સ્કોર- 81/10 (17.3), ન્યૂઝીલેન્ડ વિ. શ્રીલંકા
હાઇએસ્ટ સ્કોર ચેઝ- 98/6 (17.2), ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ
લોઇએસ્ટ સ્કોર ડિફેન્ડ- 120/7 (20), ન્યૂઝીલેન્ડ વિ. શ્રીલંકા

ભારતીય ટીમનો ફલોરિડામાં રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમ આ મેદાન પર 6 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી છે જેમાંથી 4 મેચમાં જીત મેળવી છે જ્યારે 1 મેચમાં હારનો સામનો કરવો પડયો છે. એક મેચમાં નિર્ણય આવ્યો ન હતો. ભારતીય ટીમનો આ સ્ટેડિયમમાં સર્વાધિક સ્કોર 244-4 રહ્યો છે. ભારતીય ટીમ તરફથી રોહિત શર્માએ આ સ્ટેડિયમમાં પાંચ મેચમાં સૌથી વધુ 196 રન કર્યા છે.

મેચના દિવસે ફ્લોરિડાનું હવામાન આવું રહેશે

શનિવારના દિવસે ફ્લોરિડામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહેશે જ્યારે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેશે. 67 ટકા હ્યુમિડિટીની શક્યતા છે. 18 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 20 ટકા વરસાદની શક્યતા છે. વરસાદના કારણે જો મેચમાં પરિણામ શક્ય નહીં બને તો ભારત શ્રેણી જીતવામાં નિષ્ફળ રહેશે. ભારતીય ટીમ જો પાંચમી ટી20 જીતી પણ લે તો શ્રેણી 2-2 પર સમાપ્ત થશે. મેચની શરૂઆત ભારતીય સમય પ્રમાણે સાંજે 8 વાગ્યે થશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો