IND vs WI, 3rd ODI, LIVE Streaming: આજે ત્રીજી અને સિરીઝની અંતિમ વન ડે, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકો છો મેચ

|

Feb 11, 2022 | 9:06 AM

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા પ્રથમ બે મેચ જીતીને શ્રેણીમાં 2-0 થી આગળ છે.

IND vs WI, 3rd ODI, LIVE Streaming: આજે ત્રીજી અને સિરીઝની અંતિમ વન ડે, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકો છો મેચ
India Vs West Indies વચ્ચે આજે ત્રીજી વન ડે રમાનારી છે

Follow us on

ભારતની નજર વેસ્ટ ઈન્ડિઝ સામેની ઔપચારિક ત્રીજી વનડેમાં ‘ક્લીન સ્વીપ’ પર હશે જ્યારે શિખર ધવન (Shikhar Dhawan) ની વાપસીએ બેટિંગને વધુ મજબૂતી આપી છે. ભારતે પ્રથમ બે મેચમાં સરળ જીત નોંધાવી હતી. ODI સિરીઝની શરૂઆત પહેલા ઓપનર ધવન સહિત ચાર ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. હવે ધવનની વાપસી બાદ વિનિંગ ટીમ કોમ્બિનેશનમાં ફેરફાર થઈ શકે છે. તેની ગેરહાજરીમાં ઈશાન કિશને (Ishan Kishan) પ્રથમ મેચમાં અને ઋષભ પંતે (Rishabh Pant) બીજી મેચમાં ઈનિંગની શરૂઆત કરી હતી.

બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝ પ્રતિષ્ઠા બચાવવા માટે રમશે. છેલ્લી 17 મેચોમાં તે 11મી વખત સંપૂર્ણ 50 ઓવર પણ રમી શકી નહોતી. કેપ્ટન કિરોન પોલાર્ડ અને ઓલરાઉન્ડર જેસન હોલ્ડરે જવાબદારીપૂર્વક રમવું પડશે. શાઈ હોપ, બ્રેન્ડન કિંગ અને નિકોલસ પૂરન પાસેથી પણ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે જેઓ ક્લીન સ્વીપ ટાળવાનો પ્રયાસ કરશે.

શિખર ધવન વાપસી કરશે

બીજી મેચમાં 44 રનની જીત બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે ધવન છેલ્લી મેચ રમશે. તેણે કહ્યું હતું કે, ‘શિખર આગામી મેચ રમશે. વાત હંમેશા પરિણામ વિશે નથી હોતી. પરંતુ તેણે મેદાન પર સમય પસાર કરવો જરૂરી છે. મતલબ કે વાઇસ કેપ્ટન કેએલ રાહુલ ફરી મિડલ ઓર્ડરમાં વિરાટ કોહલી સાથે બેટિંગ કરશે. બીજી મેચમાં ભારતીય ટીમ નવ વિકેટે 237 રન જ બનાવી શકી હતી, પ્રથમ બેટિંગ કરીને મોટો સ્કોર બનાવવો પડશે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

 

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી વન ડે મેચ ક્યારે રમાશે?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી વન ડે મેચ 11 ફેબ્રુઆરી (શુક્રવાર)ના રોજ રમાશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3જી વન ડે મેચ ક્યાં રમાશે?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી વન ડે મેચ ક્યારે શરૂ થશે?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની આ મેચ બપોરે 01:30 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચનો ટોસ બપોરે 01:00 વાગ્યે થશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રીજી વન ડે મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકાશે?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 3જી વન ડે મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ઓનલાઈન ક્યાં જોઇ શકાશે?

મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ Hotstar પર સબસ્ક્રીપ્શન સાથે જોઈ શકાશે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

આ પણ વાંચોઃ IPL 2022: રોહિત શર્માની આઇપીએ સેલરીમાં બંપર જમ્પ, જાણો પ્રથમ સેલરી કેટલા રુપિયા મેળવતો હતો

આ પણ વાંચોઃ Sabarkantha: જિલ્લામાં મનરેગા યોજના હેઠળના શ્રમિકોની રોજગારીના પૈસા નહી ચુકવતા ધારાસભ્યે ધરણાં યોજતા અટકાયત

Next Article