IND VS WI: વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતીને ભારતને પહેલા બેટીંગ માટે ઉતાર્યુ, જાણો ટીમ ઇન્ડિયાની પ્લેયીંગ ઇલેવન

|

Feb 18, 2022 | 7:36 PM

India vs West Indies, 2nd T20I: ભારતીય ટીમે પ્રથમ T20 મેચ 6 વિકેટે જીતી લીધી, હવે સિરીઝમાં અજેય લીડ લેવાની તક છે.

IND VS WI: વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતીને ભારતને પહેલા બેટીંગ માટે ઉતાર્યુ, જાણો ટીમ ઇન્ડિયાની પ્લેયીંગ ઇલેવન
Team India સિરીઝમાં 1-0 થી આગળ છે

Follow us on

વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20 મેચ (India vs West Indies, 2nd T20I), ભારતને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન કિરોન પોલાર્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય પ્લેઈંગ ઈલેવન(India Playing 11) માં કોઈ ફેરફાર થયો નથી. વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો હતો. ફેબિયન એલનની જગ્યાએ જેસન હોલ્ડર (Jason Holder) ની ટીમમાં વાપસી થઈ છે. જેસન હોલ્ડર ઈજાના કારણે પ્રથમ ટી20 મેચ રમી શક્યો ન હતો. તમને જણાવી દઈએ કે ટી20 સિરીઝની પ્રથમ મેચ ટીમ ઈન્ડિયાએ 6 વિકેટે જીતી હતી. આ મેચમાં તેની પાસે શ્રેણીમાં અજેય લીડ લેવાની તક છે. આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રવાસની પ્રથમ મેચ જીતવા ઈચ્છશે.

ટોસ હાર્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ શું કહ્યું?

ટોસ હાર્યા બાદ રોહિત શર્માએ કહ્યું કે બેટ્સમેનોએ મૂળભૂત બાબતોને ધ્યાનમાં રાખીને બેટિંગ કરવી પડશે. રોહિતે કહ્યું, ‘કોલકાતાનું મેદાન ખૂબ જ ઝડપી છે. પરિસ્થિતિ અનુસાર રમવાની જરૂર છે. મુક્તપણે બેટિંગ કરો અને પાવરપ્લે પછી ફરીથી પરિસ્થિતિનો અભ્યાસ કરો. ભલે આપણે કેવી રીતે જીતીએ, ટીમને હંમેશા સુધારાની જરૂર હોય છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

કિરોન પોલાર્ડે બીજી ટી20માં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પોલાર્ડે કહ્યું, ‘પીચ સારી દેખાઈ રહી છે. છેલ્લી મેચમાં ઝાકળ એક મોટું પરિબળ સાબિત થયું હતું. અમે પહેલા બોલિંગ કરીને ટીમ ઈન્ડિયાને ઓછા સ્કોર પર રોકવાનો પ્રયાસ કરીશું. અમે અમારી સ્વાભાવિક રમત બતાવવાનો પ્રયાસ કરીશું.

ભારતની પ્લેઈંગ ઈલેવનઃ

રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, દીપક ચહર, વેંકટેશ ઐયર, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, રવિ બિશ્નોઈ અને યુઝવેન્દ્ર ચહલ.

વેસ્ટ ઈન્ડિઝ પ્લેઈંગ ઈલેવન:

બ્રેન્ડન કિંગ, કાઇલ માયર્સ, નિકોલસ પૂરન, રોસ્ટન ચેઝ, રોવમેન પોવેલ, કિરોન પોલાર્ડ (કેપ્ટન), જેસન હોલ્ડર, ઓડિન સ્મિથ, અકીલ હુસેન, રોમારિયો શેફર્ડ, શેલ્ડર કોટ્રેલ.

 

 

બીજી T20ની પિચ

બીજી T20 મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહી છે. મેચ માટે ઉપયોગમાં લેવાતી પીચની વાત કરીએ તો તેના પર ઘણું ઘાસ છે. બોલ ઘણો બાઉન્સ કરી શકે છે. સુનીલ ગાવસ્કરના મતે, ઝાકળ પછી બોલ વધુ સારી રીતે બેટ પર આવશે. એટલે કે બીજી મેચમાં રનનો વરસાદ શક્ય છે.

 

આ પણ વાંચોઃ IPL 2022: દિલ્હી કેપિટલ્સે ખરીદેલા આ યુવા ખેલાડીને બનવુ છે ‘રવિન્દ્ર જાડેજા’

આ પણ વાંચોઃ WWE નો આ સુપર સ્ટાર ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલી સહિત અત્યાર સુધીમાં 4 ભારતીય ક્રિકટરોની તસ્વીરો શેર કરી ચુક્યો છે

Published On - 7:29 pm, Fri, 18 February 22

Next Article