India vs West Indies 2nd ODI Match Live Streaming: સિરીઝ જીતવા ઉતરશે ભારત, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો મેચ?

ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) સામેની પહેલી વનડે ત્રણ રને જીતી લીધી હતી અને સિરીઝ જીતવા માટે તેને વધુ એક જીતની જરૂર છે.

India vs West Indies 2nd ODI Match Live Streaming: સિરીઝ જીતવા ઉતરશે ભારત, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો મેચ?
india
| Edited By: | Updated on: Jul 23, 2022 | 8:00 PM

ભારતીય ટીમ રવિવારે જ્યારે બીજી વનડેમાં વેસ્ટઈન્ડિઝ સામે ટકરાશે ત્યારે કાર્યવાહક કેપ્ટન શિખર ધવન (Shikhar Dhawan) ફરીથી ખેલાડીઓ પાસેથી શાનદાર પ્રદર્શનની આશા રાખશે કે ત્રણ મેચની સિરીઝ પોતાને નામ થઈ જાય. ભારતીય ટીમે (Indian cricket Team) પહેલી વનડે ત્રણ રનથી જીતી હતી અને બીજી જીત સાથે ભારત કેરેબિયન ધરતી પર સતત બીજી વનડે સિરીઝ જીતશે. ફેન્સને આશા હતી કે ભારત આ મેચ આસાનીથી જીતી જશે, પરંતુ એવું થયું નહીં. ભારતે આ મેચ જીતવા માટે છેલ્લા બોલ સુધી રાહ જોવી પડી હતી.

ભારતને સિરીઝ જીતવા માટે એક જીતની જરૂર

ભારતીય ટીમે શુક્રવારે પહેલી વન ડેમાં બોલ, બેટ અને ફિલ્ડિંગમાં એટલે કે દરેક વિભાગમાં સારું પ્રદર્શન કર્યું હતું અને ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી. સિરીઝ જીતવા માટે હવે ઈન્ડિયા વધુ એક જીતની જરૂર છે. ભારતીય વિસ્ફોટક ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા શુક્રવારે ઘૂંટણની ઈજાને કારણે વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી બે વનડેમાંથી બહાર થઈ ગયો હતો. વેસ્ટ ઈન્ડિઝનો જેસન હોલ્ડર પણ આ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. ભારતના ઘણા સ્ટાર ખેલાડીઓને આ સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલી, કેપ્ટન રોહિત શર્મા, વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત અને જસપ્રિત બુમરાહ આ સિરીઝનો ભાગ નથી. આવામાં ઘણા યુવાનોને અહીં પોતાનું ટેલેન્ટ બતાવવાની તક મળી છે. સિરીઝની બે મેચમાં પોતાને સાબિત કરવાનો પૂરો પ્રયાસ કરશે.

ક્યારે રમાશે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ODI મેચ?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ODI મેચ 23 જુલાઈ રવિવારના રોજ રમાશે.

આ પણ વાંચો

ક્યાં રમાશે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ODI મેચ?

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચેની આ મેચ ત્રિનિદાદમાં પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ સ્ટેડિયમમાં રમાશે.

ક્યારે શરૂ થશે ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચેની બીજી ODI મેચ?

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચેની આ મેચ સાંજે 07:00 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચનો ટોસ સાંજે 06:30 વાગ્યે થશે.

ક્યાં જોઈ શકશો ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચેની બીજી ODIનું લાઈવ ટેલિકાસ્ટ?

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચેની આ મેચ તમે ડીડી સ્પોર્ટ્સ પર જોઈ શકો છો.

ક્યાં જોઈ શકશો ભારત અને વેસ્ટઈન્ડિઝ ODI મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ?

મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ફેન કોડ એપ પર જોઈ શકાશે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચના લાઈવ અપડેટ્સ વાંચી શકાશે.