ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ પર છે અને બે ટીમો વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી. ભારતે આ મેચ ઇનિંગ અને 141 રનથી જીતી હતી. ડેબ્યૂ મેચમાં ભારતના બેટ્સમેન યશસ્વી જયસ્વાલે 171 રન કર્યા હતા અને તેને મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ (India vs West Indies) વચ્ચે બીજી ટેસ્ટ મેચ 20 જુલાઇથી રમાશે. ભારત બીજી ટેસ્ટમાં જીત મેળવી અથવા ડ્રો રમીને શ્રેણી પોતાના નામે કરી શકે છે. પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમ અને યશસ્વી જયસ્વાલે ઘણા બઘા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા તો નજર કરીએ એ તમામ રેકોર્ડ પર.
A special Debut ✨
A special century 💯
A special reception in the dressing room 🤗
A special mention by Yashasvi Jaiswal 👌🏻
A special pat on the back at the end of it all 👏🏻#TeamIndia | #WIvIND | @ybj_19 pic.twitter.com/yMzLYaJUvR— BCCI (@BCCI) July 14, 2023
યશસ્વી જયસ્વાલ 17મો ભારતીય ક્રિકેટર બન્યો હતો જેણે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. આ પહેલા શ્રેયસ ઐયરે ન્યૂઝીલેન્ડ સામે ડેબ્યૂમાં સદી ફટકારી હતી અને પૃથ્વી શૉ 2018 ડેબ્યૂમાં સદી કરનાર 15મો ભારતીય બન્યો હતો.
જયસ્વાલના 171 રન ડેબ્યૂ મેચમાં ભારતીય દ્વારા કરવામાં આવેલા ત્રીજા સૌથી વધુ રન છે. શિખર ધવન 187 રન સાથે ટોપ પર છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યો હતો અને રોહિત શર્માએ ડેબ્યૂ મેચમાં 2013માં વેસ્ટ ઈન્ડીઝ સામે 177 રન કર્યા હતા, જે બીજો સૌથી વધુ સ્કોર છે.
યશસ્વી જયસ્વાલ ટેસ્ટ ડેબ્યૂમાં 150 રન કરવાવાળો પાંચમો સૌથી યુવા બેટ્સમેન બન્યો છે. તેની ઉંમર 21 વર્ષ અને 196 દિવસ હતી જ્યારે તેણે 150 રન કર્યા હતા. જાવેદ મિંયાદાદ લિસ્ટમાં ટોચ પર છે તેણે 1976 માં ન્યૂઝીલેન્ડ સામે ડેબ્યૂ મેચમાં 19 વર્ષ અને 119 દિવસની ઉંમરે 150 રન કર્યા હતા.
યશસ્વી જયસ્વાલ ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારી હોય તેવો ત્રીજો ભારતીય ઓપનિંગ બેટ્સમેન બન્યો હતો. શિખર ધવન અને પૃથ્વી શૉએ આ પહેલા ઓપનિંગમાં આવીને ડેબ્યૂ મેચમાં સદી ફટકારી હતી. ધવને 2013માં ઓસ્ટ્રેલિયા સામે 187 રન કર્યા હતા અને શૉએ 2018માં રાજકોટમાં વેસ્ટ ઇન્ડીઝ સામે 134 રન કર્યા હતા.
21 વર્ષીય જયસ્વાલ ચોથો સૌથી યુવા ભારતીય બેટ્સમેન છે જેણે ડેબ્યૂમાં સદી ફટકારી છે. આ લિસ્ટમાં પૃથ્વી શૉ (18 વર્ષ, 329 દિવસ), અબ્બાસ અલી (20 વર્ષ, 126 દિવસ), ગુંડપ્પા વિશ્વનાથ (20 વર્ષ, 276 દિવસ) ટોચ ત્રણમાં છે.
જયસ્વાલ સાતમો ભારતીય બેટ્સમેન છે જેણે ડેબ્યૂમાં વિદેશમાં સદી ફટકારી છે. છેલ્લે 2010માં સુરેશ રૈનાએ ડેબ્યૂ ટેસ્ટમાં શ્રીલંકામાં સદી ફટકારી હતી. તેણે 120 રન કર્યા હતા.
જયસ્વાલ ત્રીજો બેટ્સમેન છે જેણે વેસ્ટ ઇન્ડીઝ સામે સદી ફટકારી હતી. કપ્તાન રોહિત શર્મા અને પૃથ્વી શૉ પણ આ લિસ્ટમાં સામેલ છે. રોહિત શર્માએ 2013માં ઇડન ગાર્ડન્સમાં 177 રન કર્યા હતા.
જયસ્વાલના 171 રન ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં એક બેટ્સમેન દ્વારા એક ઇનિંગમાં કરવામાં આવેલા સૌથી વધુ રન છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન એડમ વોજિસે 2015માં 130 રન કર્યા હતા.
જયસ્વાલનો 171 રનનો સ્કોર ડેબ્યૂ ટેસ્ટમાં વિદેશની ધરતી પર ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધુ રન છે. આ પહેલા સૌરવ ગાંગુલીએ 1996 માં ઇંગ્લેન્ડના લોર્ડ્સમાં 131 રન કર્યા હતા.
ટેસ્ટ ડેબ્યૂમાં એક ઇનિંગમાં સૌથી વધુ બોલ રમનાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ બન્યો છે. તેણે 387 બોલ બેટિંગ કરી હતી. મોહમ્મદ અઝરુદીને ડેબ્યૂ ટેસ્ટમાં 1985 માં કોલકત્તામાં ઇંગ્લેન્ડ સામે 322 બોલ રમીને 110 રન કર્યા હતા. ગાંગુલી અને રોહિત લિસ્ટમાં ત્રીજા નંબર પર છે તેમણે ડેબ્યૂ મેચમાં એક ઇનિંગમાં 301 બોલ રમ્યા હતા.
જયસ્વાલની 387 બોલની ઇનિંગ બોલ રમ્યાની દ્રષ્ટિએ એક ઓપનિંગ બેટ્સમેન દ્વારા ડેબ્યૂમાં બીજી સૌથી મોટી ઇનિંગ છે. બ્રેન્ડન કુરુપ્પુ લિસ્ટમાં 548 બોલની ઇનિંગ સાથે ટોચ પર છે અને એન્ડ્ર્યુ હડસન 384 બોલ સાથે ત્રીજા નંબર પર છે.
જયસ્વાલ વિદેશમાં ડેબ્યૂ મેચમાં રન કરનારની દ્રષ્ટિએ ટોચ પર છે પણ એકંદરે તે પાંચમો બેટ્સમેન છે. ઇંગ્લેન્ડનો ટીપ ફોસ્ટર ઓસ્ટ્રેલિયામાં 287 રન સાથે લિસ્ટમાં ટોચ પર છે. જયસ્વાલ પહેલા હાલમાં 2021માં ન્યૂઝીલેન્ડ કોન્વેએ ઇંગ્લેન્ડમાં 200 રન કર્યા હતા.
રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની 229 રનની ઓપનિંગ પાર્ટનરશિપ પ્રથમ ટેસ્ટમાં રેકોર્ડ પાર્ટનરશિપ હતી. આ પહેલા આ રેકોર્ડ 159 રન સાથે વિરેન્દ્ર સહેવાગ અને વસીમ જાફરના નામે હતો.
જયસ્વાલ અને રોહિતની પાર્ટનરશિપે 21 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો હતો. વેસ્ટ ઇન્ડીઝ સામે વિરેન્દ્ર સહેવાગ અને સંજય બાંગરે ઓપનિંગમાં વેસ્ટ ઇન્ડીઝ સામે 201 રન કર્યા હતા.
229-રનની પાર્ટનરશિપે વિદેશમાં ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ તોડયો હતો જે સુનીલ ગાવસ્કર અને ચેતન શર્માના નામે હતો. સુનીલ અને ચેતનની જોડીએ ઇંગ્લેન્ડમાં 213 રનની ભાગીદારી નોંધાવી હતી. આ પ્રથમ એવી ઘટના હતી જ્યારે ભારતે પ્રથમ ઇનિંગની લીડ એક પણ વિકેટ ગુમાવ્યા વગર મેળવી લીધી હતી.