IND VS SL: રાહુલ દ્રવિડ શ્રીલંકા સામેની એ મેચ ભૂલી નહી શક્યા હોય, જ્યારે ટીમ ઇન્ડિયા માત્ર 81 રન પર સમેટાઇ ગઇ હતી

|

Feb 22, 2022 | 9:45 AM

રાહુલ દ્રવિડ (Rahul Dravid) ના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયા જુલાઈમાં શ્રીલંકાના પ્રવાસે (India vs Sri Lanka T20i Series) ગઈ હતી જ્યાં T20 શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

IND VS SL: રાહુલ દ્રવિડ શ્રીલંકા સામેની એ મેચ ભૂલી નહી શક્યા હોય, જ્યારે ટીમ ઇન્ડિયા માત્ર 81 રન પર સમેટાઇ ગઇ હતી
ટીમ ઇન્ડિયાને શ્રીલંકન ટીમે 7 મહિના અગાઉ આપ્યો હતો ઝટકો

Follow us on

ભારત અને શ્રીલંકા વચ્ચે T20 શ્રેણી (India vs Sri Lanka) શરૂ થવાની છે. પ્રથમ T20 મેચ 24 ફેબ્રુઆરીએ લખનૌમાં રમાશે. શ્રીલંકાની ટીમની જાહેરાત કરવામાં આવી છે અને તેઓએ તેમની ટીમમાં કેટલાક ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી કરી છે, જેઓ IPLની આગામી સિઝનમાં પણ જોવા મળશે. આ પૈકીના ખેલાડી કે જે નજીકના ભૂતકાળમાં ભારતીય ટીમની શરમજનક હારનું કારણ બન્યા હતા. શ્રીલંકાની ટીમે 7 મહિના પહેલા ટીમ ઈન્ડિયા (Indian Cricket Team) ને હરાવ્યું હતું. ભારતે જુલાઈમાં શ્રીલંકામાં ટી-20 શ્રેણી (India vs Sri Lanka T20i Series) રમી હતી જેમાં ભારતનો 1-2 થી પરાજય થયો હતો. T20 શ્રેણીની અંતિમ મેચમાં, ટીમ ઇન્ડિયાને શરમજનક હાર મળી હતી.

જો કે વર્તમાનમાં ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં દેખાઈ રહી છે અને તેના તમામ ખેલાડીઓ રંગમાં જોવા મળી રહ્યા છે, પરંતુ શ્રીલંકાની ટીમને ઓછુ આંકવુ એ પણ મોટી ભૂલ હશે. બંને ટીમો વચ્ચે 24 ફેબ્રુઆરી થી ટી20 સિરીઝ લખનૌ થી શરુ થઇ રહી છે.

29 જુલાઈના રોજ કોલંબોમાં રમાયેલી તે મેચમાં શ્રીલંકાએ ભારતને માત્ર 81 રનમાં જ ઓલઆઉટ કરી દીધુ હતુ. તે મેચમાં ભારતીય ટીમના 7 બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા ન હતા. પાવરપ્લેમાં જ ભારતે 25 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી અને તેની 8 વિકેટ માત્ર 63 રનમાં પડી ગઈ હતી. કુલદીપ યાદવે જ અણનમ 23 રન બનાવી ટીમ ઈન્ડિયાને 81 રન સુધી પહોંચાડી હતી. જો કે આ સ્કોર ભારત-શ્રીલંકા T20 સિરીઝનો સૌથી ઓછા સ્કોર તરીકે પણ નોંધાયેલો છે.

આજનું રાશિફળ તારીખ : 27-11-2024
#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024

વાનેન્દુ હસરંગાએ મુશ્કેલી સર્જી હતી

ભારતીય ટીમને સૌથી મોટી મુશ્કેલી લેગ સ્પિનર ​​વનેન્દુ હસરંગાએ પેદા કરી હતી. શ્રીલંકાના આ લેગ સ્પિનરે 4 ઓવરમાં માત્ર 9 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. દાસુન શનાકાએ પણ 2 વિકેટ ઝડપી હતી. રમેશ મેન્ડિસ અને દુષ્મંતા ચમીરાએ પણ 1-1 વિકેટ લીધી હતી. જો કે, શ્રીલંકા દ્વારા હરાવેલી ભારતીય ટીમ તેની ‘બી’ ટીમ હતી. તે સમયે ભારતની સિનિયર ટીમ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી રમી રહી હતી. જો કે તેમ છતાં શ્રીલંકાના શાનદાર પ્રદર્શનને અવગણી શકાય તેમ નથી.

ભારતને મુશ્કેલ પડકાર મળશે

તેમાં કોઈ શંકા નથી કે શ્રીલંકાની ટીમ ટી20 શ્રેણીમાં ભારતને પડકાર આપવા જઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝ ભલે ભારત સામે ટકી ન શકે પરંતુ શ્રીલંકા ભારતની સ્થિતિથી વાકેફ છે. તેમની પાસે કેટલાક મહાન સ્પિનરો અને સારા સ્પિનરો છે. દાસુન શનાકાની ટીમ પોતાની પ્રતિભાને મેદાન પર કેવી રીતે ઉતારે છે તે જોવાનું રહે છે.

ભારત અને શ્રીલંકાની ટીમ

T20 ટીમ ઇન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, વેંકટેશ ઐયર, દીપક હુડા, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ. સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ.

શ્રીલંકાની T20 ટીમઃ દાસુન શનાકા, ચરિથ અસલંકા, પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, દિનેશ ચંદીમલ, ધનુષ્કા ગુણાતીલાકા, કામિલ મિશારા, જનથ લિયાનાગે, વાનેન્દુ હસારંગા, ચામિકા કરુણારત્ને, લાહિરુ કુમારા, દુષ્મંતા ચામિરા, બિનુરા ફર્નાન્ડો, શિરન ફર્નાન્ડો, મહીશ તીક્ષ્ણા, જેફરી વેંડરસે, પ્રવીણ જયવિક્રમા, આશિયાન ડેનિયલ્સ.

 

આ પણ વાંચોઃ IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચેની T20 ટક્કરમાં 200 રનનો આંકડો વાત વાતમાં પાર થઇ જાય છે, જાણો અત્યાર સુધીના 5 સૌથી મોટા સ્કોર

 

આ પણ વાંચોઃ PAK vs AUS: પાકિસ્તાન પ્રવાસની વન ડે સિરીઝ અને T20 માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાંથી સ્ટાર ખેલાડીઓ ગાયબ, IPL ની દેખાઇ અસર!

 

 

Published On - 9:44 am, Tue, 22 February 22

Next Article