IND vs SL: ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ બાદ હવે શ્રીલંકાનો વારો, ટીમ ઇન્ડિયા પડશે ભારે! જાણો સિરીઝનુ પુરુ શિડ્યૂલ

|

Feb 22, 2022 | 9:52 AM

ભારતે તાજેતરમાં ત્રણ મેચની ODI શ્રેણી બાદ વેસ્ટ ઈન્ડિઝને સમાન સંખ્યામાં T20I માં હરાવ્યું હતું અને હવે તે શ્રીલંકાના પડકારનો સામનો કરશે.

IND vs SL: ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ બાદ હવે શ્રીલંકાનો વારો, ટીમ ઇન્ડિયા પડશે ભારે! જાણો સિરીઝનુ પુરુ શિડ્યૂલ
India vs Sri Lanka વચ્ચેની શ્રેણીની શરુઆત 24 ફેબ્રુઆરીથી થનારી છે.

Follow us on

ભારતે (Indian Cricket Team) તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ (West IndiesCricket Team) ને ત્રણ મેચની T20 શ્રેણી માં એકતરફી રીતે હરાવીને શ્રેણી 3-0 થી કબજે કરી હતી. આ શ્રેણીમાં ભારતના યુવા સ્ટાર્સે જોરદાર રમત બતાવી અને પોતાનો પ્રભાવ છોડ્યો હતો. આનું પરિણામ એ આવ્યું કે ઘણા મુખ્ય ખેલાડીઓની ગેરહાજરી છતાં, ભારતે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં બે વખતના વિશ્વ ચેમ્પિયનને એક પણ મેચ જીતવા દીધી નહીં. હવે ભારતે શ્રીલંકા (Sri Lanka Cricket Team) સામે ત્રણ મેચની T20 શ્રેણી અને પછી બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે.

આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ રમાવાનો છે અને કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ તેની તૈયારી કરી રહ્યા છે. શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીમાં ભારતીય ટીમને તેમના ખેલાડીઓ અને સંયોજનને ચકાસવાની વધુ એક તક મળશે.

WTC પર નજર

T20 વર્લ્ડ કપ સિવાય ભારતની નજર ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પર પણ છે. વર્લ્ડ ચેમ્પિયનશિપના અંતિમ સંસ્કરણમાં ભારત ફાઈનલ રમ્યું હતું પરંતુ જીતી શક્યું ન હતું. ફાઇનલમાં ભારતને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારત ચેમ્પિયનશિપ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરવાનો પ્રયાસ કરશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રોહિત પ્રથમ વખત ટેસ્ટમાં કેપ્ટનશીપ કરશે

આ સિરીઝની સાથે જ રોહિત ટેસ્ટમાં પણ કેપ્ટન્સી ડેબ્યૂ કરશે. તે પ્રથમ વખત ફુલ ટાઈમ કેપ્ટન તરીકે ટેસ્ટમાં પ્રવેશ કરશે. વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણીમાં હાર બાદ લાંબા ફોર્મેટમાંથી કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો હતો. આ પછી રોહિત શર્માને ટેસ્ટ ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.

શ્રીલંકા સામેની સિરીઝનુ શેડ્યૂલ

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી શ્રેણીની શરુઆત 24 ફેબ્રુઆરીથી થનારી છે. બંને વચ્ચે લખનઉમાં ટી20 મેચ સાથે સિરીઝની શરુઆત થશે. આ માટે ભારતીય ટીમ સોમવાર થી જ લખનઉ પહોંચી ચુકી છે. જ્યારે ટેસ્ટ મેચનો પ્રારંભ 4 માર્ચ થી શરુ થશે.

ત્રણ મેચની T20 શ્રેણી

પ્રથમ મેચઃ 24 ફેબ્રુઆરી, અટલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમ, લખનૌ

બીજી મેચઃ 26 ફેબ્રુઆરી, હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ધર્મશાલા

ત્રીજી મેચઃ 27 ફેબ્રુઆરી, હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ધર્મશાલા

ટેસ્ટ શ્રેણી (2 મેચ)

પ્રથમ ટેસ્ટઃ 4-8 માર્ચ, પંજાબ ક્રિકેટ એસોસિએશન આઇએસ બિન્દ્રા સ્ટેડિયમ, મોહાલી

બીજી ટેસ્ટઃ 12-16 માર્ચ, એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લુરુ

ભારતીય ટીમ

T20 ટીમ ઇન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, વેંકટેશ ઐયર, દીપક હુડા, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ. સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ.

ટેસ્ટ ટીમ ઇન્ડિયાઃ રોહિત (કેપ્ટન), મયંક અગ્રવાલ, પ્રિયાંક પંચાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ઋષભ પંત, શુભમન ગિલ, કેએસ ભરત, આર. અશ્વિન (ફિટનેસ આધારીત), રવિન્દ્ર જાડેજા, જયંત યાદવ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, સૌરભ કુમાર.

 

આ પણ વાંચોઃ IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચેની T20 ટક્કરમાં 200 રનનો આંકડો વાત વાતમાં પાર થઇ જાય છે, જાણો અત્યાર સુધીના 5 સૌથી મોટા સ્કોર

 

આ પણ વાંચોઃ PAK vs AUS: પાકિસ્તાન પ્રવાસની વન ડે સિરીઝ અને T20 માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાંથી સ્ટાર ખેલાડીઓ ગાયબ, IPL ની દેખાઇ અસર!

 

Next Article