ઝિમ્બાબ્વે બાદ ભારતીય ટીમ શ્રીલંકાનો પ્રવાસ કરવાની છે. આ પ્રવાસમાં ભારત અને શ્રીલંકા વચ્ચે જુલાઈ અને ઓગસ્ટમાં ODI અને T20 શ્રેણી રમાશે. જેના માટે BCCIએ હાલમાં જ શેડ્યૂલ જાહેર કર્યું હતું. આ પ્રવાસ 26મી જુલાઈથી શરૂ થવાનો હતો. પરંતુ અચાનક આ પ્રવાસના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાનો શ્રીલંકા પ્રવાસ મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની પ્રથમ સોંપણી હશે.
BCCIએ આ પ્રવાસનું નવું શિડ્યુલ જાહેર કર્યું છે. હવે આ પ્રવાસ 26 જુલાઈના બદલે 27 જુલાઈથી શરૂ થશે. તમને જણાવી દઈએ કે T20 શ્રેણીની ત્રણેય મેચ પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાશે અને ત્રણ વનડે મેચો કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે , જુલાઈ 27 અને જુલાઈ 29. હવે આ મેચો 27મી જુલાઈ, 28મી જુલાઈ અને 30મી જુલાઈએ રમાશે. તે જ સમયે, ODI શ્રેણીની મેચો હવે બીજી ઓગસ્ટ, ચોથી ઓગસ્ટ અને 7 ઓગસ્ટના રોજ રમાશે.
BCCI તરફથી મેચોના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. શ્રેણીની ત્રણેય T20 મેચો ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી રમાશે. તે જ સમયે, ODI શ્રેણીની ત્રણેય મેચો ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. તમને જણાવી દઈએ કે, આ પ્રવાસ માટે હજુ સુધી ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ અહેવાલો અનુસાર, હાર્દિક પંડ્યા T20 ટીમનો કેપ્ટન હશે, જ્યારે કેએલ રાહુલને ODI ટીમની કમાન સોંપવામાં આવશે.
UPDATE
A look at the revised schedule for #TeamIndia‘s upcoming tour of Sri Lanka #SLvIND pic.twitter.com/HLoTTorOV7
— BCCI (@BCCI) July 13, 2024
ટીમ ઈન્ડિયાએ છેલ્લે વર્ષ 2021માં દ્વિપક્ષીય શ્રેણી માટે શ્રીલંકાની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ભારતીય ટીમની કમાન શિખર ધવનના હાથમાં સોંપવામાં આવી હતી. જ્યારે ટીમ ઈન્ડિયાએ વનડે શ્રેણી જીતી હતી, તો ટી-20 શ્રેણીમાં તેને 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં આ વખતે BCCI શ્રીલંકાના પ્રવાસે મજબૂત ટીમ મોકલવા માંગે છે. જોકે, એવા અહેવાલો છે કે વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ આ પ્રવાસનો ભાગ નહીં હોય.
27 જુલાઈ – પહેલી T20
28 જુલાઈ – બીજી T20
30 જુલાઈ – ત્રીજી T20
2 ઓગસ્ટ – પહેલી ODI
4 ઓગસ્ટ – બીજી ODI
7 ઓગસ્ટ – ત્રીજી ODI