
ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20 મેચમાં પણ શ્રીલંકાને હરાવ્યું અને આ સાથે સીરિઝ 3-0થી ક્લીન સ્વીપ કરી. પલ્લેકલેમાં રમાયેલી આ છેલ્લી મેચ રોમાંચક સુપર ઓવરમાં સમાપ્ત થઈ હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા માત્ર 137 રન જ બનાવ્યા હતા પરંતુ જવાબમાં શ્રીલંકાની ટીમ જીતની સ્થિતિમાં હોવા છતાં માત્ર 137 રન જ બનાવી શકી હતી. મેચ ટાઈ થયા બાદ સુપર ઓવર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો, જ્યાં શ્રીલંકા માત્ર 2 રન બનાવી શકી હતી અને ભારતે માત્ર 1 બોલમાં ફોર ફટકારીને મેચ જીતી લીધી હતી.
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ત્રણ ટી-20 મેચની સિરીઝમાં ભારતે શ્રીલંકાને ત્રણેય મેચમાં હરાવીને શ્રીલંકાની ક્લિન સ્વિપ કરી છે, છેલ્લી મેચની સુપર ઓવરમાં શ્રીલંકાએ ભારતને જીત માટે 3 રનનો ટારગેટ આપ્યો હતો, જેને ભારતીય ટીમે પહેજ બોલે ચોક્કો મારીને પુરો કર્યો હતો.
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી T20 મેચ ટાઈ થઈ છે
હવે બન્ને ટીમની જીત સુપર ઓવરથી નક્કિ થશે
સુર્યકુમાર અને રિંકુની 2-2 વિકેટે બદલી મેચ
શ્રીલંકાને પહેલો ઝટકો, રવિ રવિ બિશ્નોઈએ ભારતને પહેલી સફળતા અપાવી
પાવરપ્લે બાદ શ્રીલંકાનો સ્કોર 35/0, કુસલ મેન્ડિસ અને પથુમ નિસાન્કાની મજબૂત બેટિંગ
ભારતે શ્રીલંકાને જીતવા 138 રનનો આપ્યો ટાર્ગેટ, શુભમન ગિલ-રિયાન પરાગની લડાયક બેટિંગ
સુંદર સારી બેટિંગ બાદ થયો આઉટ, થીક્ષાનાએ લીધી વિકેટ, સુંદર બાદ બીજા જ બોલ પર સિરાજ રન આઉટ
ભારતની સાતમી વિકેટ પડી, રિયાન પરાગ 26 રન બનાવી થયો આઉટ
ભારતે છઠ્ઠી વિકેટ પણ ગુમાવી છે. શુભમન ગિલ 39 રન બનાવી આઉટ થયો.
ભારતની અડધી ટીમ પોવેલિયન ભેગી, શિવમ દુબે માત્ર 13 રન બનાવી થયો આઉટ
ભારતને મોટો ઝટકો, કેપ્ટન સૂર્યકુમાર યાદવ માત્ર 8 રન બનાવી થયો આઉટ
ભારતના ટોપ ઓર્ડરનો ધબળકો, યશસ્વી બાદ સંજુ અને રિંકુ 0 પર થયા આઉટ
ભારતને બીજો ઝટકો, સંજુ સેમસન 0 પર થયો આઉટ
ભારતને પહેલો ઝટકો, યશસ્વી જયસ્વાલ 10 રન બનાવી થયો આઉટ
શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલની જોડી ક્રિઝ પર આવી છે. ચામિંડુ વિક્રમસિંઘે પ્રથમ ઓવર ફેંકી રહ્યો છે. પ્રથમ ઓવરમાં માત્ર 3 રન થયા હતા. શ્રીલંકા માટે શાનદાર શરૂઆત.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ચાર ફેરફાર. હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ, અક્ષર પટેલ, રિષભ પંતને આરામ આપવામાં આવ્યો હતો. ખલીલ અહેમદ, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબેને તક.
શ્રીલંકાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ટીમ ઈન્ડિયા પહેલા કરશે
મેચ પલ્લેકેલેમાં રાત્રે 8 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 7.40 કલાકે થશે. સારી વાત એ છે કે વરસાદ હોવા છતાં આખી પિચ સુકાઈ ગઈ છે.
પલ્લેકેલે ગ્રાઉન્ડ સ્ટાફ અને અમ્પાયર મેદાનમાં છે. મેદાનની તપાસ ચાલુ છે. મેચ ક્યારે શરૂ થશે તે અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી.
પલ્લેકેલેમાં ભારે વરસાદને કારણે ટોસમાં વિલંબ થયો છે. મેદાન પર હજુ પણ કવર છે અને એવું લાગે છે કે 20-20 ઓવરની રમત ભાગ્યે જ શક્ય બનશે. જોકે, ઓવરો કાપવામાં હજુ ઘણો સમય બાકી છે.
Published On - 6:41 pm, Tue, 30 July 24