IND vs SA: ટીમ ઈન્ડિયાની Playing 11 માં પરિવર્તન નિશ્વિત, પ્રથમ બંને મેચમાં હાર બાદ બે ખેલાડી કરાશે બહાર!

|

Jun 13, 2022 | 9:42 PM

India vs South Africa T20 Probable Playing 11: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી T20 મેચ મંગળવારે વિશાખાપટ્ટનમમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ શ્રેણી બચાવવા માટે કોઈપણ સંજોગોમાં ત્રીજી મેચ જીતવી પડશે. દક્ષિણ આફ્રિકાએ દિલ્હી, કટકમાં આસાનીથી મેચ જીતી લીધી હતી.

IND vs SA: ટીમ ઈન્ડિયાની Playing 11 માં પરિવર્તન નિશ્વિત, પ્રથમ બંને મેચમાં હાર બાદ બે ખેલાડી કરાશે બહાર!
Team India માં બે ફેરફાર જોવા મળી શકે છે

Follow us on

સાઉથ આફ્રિકા સામે સતત બે T20 મેચ હાર્યા બાદ હવે ટીમ ઈન્ડિયા (Team India) સામે શ્રેણી બચાવવાનો પડકાર છે. દક્ષિણ આફ્રિકાએ દિલ્હી અને કટકમાં આસાનીથી મેચ જીતી લીધી પરંતુ હવે વિશાખાપટ્ટનમમાં ટીમ ઈન્ડિયા વાપસી કરી શકશે? આ સવાલનો જવાબ મેચ બાદ જ જાણવા મળશે. જો કે આ મેચ જીતવા માટે ટીમ ઈન્ડિયાને ઘણી મહેનત અને કેટલાક બદલાવની જરૂર છે. એવા અહેવાલો છે કે ટીમ ઈન્ડિયા ત્રીજી T20માં પ્લેઈંગ ઈલેવન (Playing 11) માં ફેરફાર કરી શકે છે. બદલાવ જરૂરી છે કારણ કે ટીમ ઈન્ડિયા બેટિંગ અને બોલિંગ બંને મોરચે નબળી દેખાઈ રહી છે. દક્ષિણ આફ્રિકા પણ શાનદાર ક્રિકેટ રમી રહ્યું છે અને આ ટીમે પુનરાગમન કરવા માટે કંઈક અલગ કરવું પડશે. પરંતુ હવે સવાલ એ છે કે ભારતીય ટીમ (Indian Cricket Team) ની પ્લેઈંગ ઈલેવનમાં શું ફેરફાર થશે?

ઈન્ડિયા પ્લેઇંગ 11 માં બે ફેરફારો થવા નક્કી!

ટીમ ઈન્ડિયામાં બે ફેરફાર નિશ્ચિત માનવામાં આવે છે. ઋતુરાજ ગાયકવાડ પ્રથમ બંને મેચમાં ફ્લોપ રહ્યો હતો, જ્યારે અક્ષર પટેલના માટે પણ તે સારી મેચો નહોતી. હવે આ બંને ખેલાડીઓ હવે ટીમની બહાર થઈ શકે છે. સવાલ એ છે કે તેમની જગ્યાએ કોને તક મળશે? ટીમ ઈન્ડિયા અક્ષર પટેલની જગ્યાએ વેંકટેશ અય્યરને તક આપી શકે છે. કારણ કે બેટિંગની સાથે તે મીડિયમ પેસ બોલિંગ પણ કરી શકે છે. ટીમ ઈન્ડિયા ઉમરાન મલિકને પણ પોતાની બોલિંગને મજબૂત કરવાની તક આપી શકે છે. ઓપનિંગમાં ઋતુરાજ ગાયકવાડનું પત્તુ સાફ થઈ શકે છે અને તેના સ્થાને દીપક હુડાને તક આપવામાં આવી શકે છે, જે બોલિંગનો વિકલ્પ પણ લાવે છે.

3જી T20I માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ઈશાન કિશન, શ્રેયસ ઐયર, દીપક હુડા, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, વેંકટેશ ઐયર/ઉમરાન મલિક, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન અને યુઝવેન્દ્ર ચહલ.

આજનું રાશિફળ તારીખ : 29-11-2024
Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?

વિસાપટ્ટનમમાં મજબૂત રમત બતાવવી પડશે

ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20 જીતવા માટે જોરદાર રમત બતાવવી પડશે. આ સાથે તેણે રણનીતિમાં પણ ફેરફાર કરવો પડશે. જો સાઉથ આફ્રિકાની ટીમ સ્પિનરોને સારી રીતે રમી રહી હોય તો મીડિયમ પેસરોનો આક્રમણ જરૂરી છે. સાથે જ ભારતીય બેટ્સમેનોએ પણ પોતાનું સર્વસ્વ આપવું પડશે. સુકાની ઋષભ પંતની કેપ્ટનશીપ પણ સવાલોના ઘેરામાં છે. તેણે પોતાના બોલરોનો યોગ્ય ઉપયોગ કરવો પડશે.

Published On - 9:39 pm, Mon, 13 June 22

Next Article