IND vs SA: હારના કારણમાં સૂર્યા યાદ આવ્યો, મેચ બાદ રોહિત શર્માએ કહ્યુ-સૂર્યકુમારનુ ફોર્મ અમારા માટે ચિંતાનુ કારણ

રોહિત શર્મા (Rohit Sharma) એ સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટી20 મેચ બાદ મેચ પ્રેઝન્ટેશનમાં કહ્યું કે સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) નું ફોર્મ તેના માટે માથાનો દુખાવો છે.

IND vs SA: હારના કારણમાં સૂર્યા યાદ આવ્યો, મેચ બાદ રોહિત શર્માએ કહ્યુ-સૂર્યકુમારનુ ફોર્મ અમારા માટે ચિંતાનુ કારણ
Suryakumar Yadav એ T20 શ્રેણીમાં 2 ફિફટી નોંધાવી હતી
| Edited By: | Updated on: Oct 05, 2022 | 11:49 AM

ભારતીય ટીમ (Indian Cricket Team) સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની T20I શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવાથી ચુકી ગઈ હતી. મંગળવારે ઈન્દોરમાં રમાયેલી શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતીય ટીમને 49 રને હરાવ્યું હતું. મેચ બાદ જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ને હારનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) વિશે કંઈક એવું કહ્યું જેને સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ જશે.

સૂર્યકુમાર પર મોટું નિવેદન

મેચ પછી, મેચ પોસ્ટ પ્રેઝન્ટેશનમાં મુરલી કાર્તિક રોહિત શર્માને સવાલ કરી રહ્યો હતો. તેણે પૂછ્યું કે ટીમ ઈન્ડિયાની સમસ્યાઓ શું છે. રોહિતે જવાબ આપ્યો અને કહ્યું, ‘જ્યારે સમસ્યાઓની વાત આવે છે ત્યારે સૂર્ય કુમારનું ફોર્મ અમારા માટે ચિંતાનું કારણ છે.’ મુરલી કાર્તિકે રોહિતને કહ્યું, ‘હું વિચારતો હતો કે સૂર્ય કુમારનું ફોર્મ સૌથી ઓછી ચિંતાજનક બાબત છે.’ સૂર્યકુમાર યાદવે આ શ્રેણીની ત્રણ મેચમાં 119 રન બનાવ્યા હતા, જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે. તે ટીમ માટે સતત બેટથી મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે.

 

રોહિત શર્મા બોલિંગથી પરેશાન

આ પછી રોહિતે ગંભીરતાથી સવાલનો જવાબ આપ્યો અને કહ્યું કે ટીમની બોલિંગ તેના માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તેણે કહ્યું, ‘સાચું કહું તો અમારે અમારી બોલિંગ પર ધ્યાન આપવું પડશે. પાવરપ્લે, મિડલ અને ડેથ ઓવર માટે અમારી પાસે કયા વિકલ્પો છે તે જોવાનું છે. અમે બે ટોચના દેશો સામે રમી રહ્યા હતા. તેનો પડકાર ઘણો મુશ્કેલ હતો. આપણે જોઈશું કે આપણે ક્યાં સારું કરવાનું છે. તે સરળ નહીં હોય પરંતુ આપણે પ્રશ્નોના જવાબો શોધવા પડશે. ખેલાડીઓએ સ્પષ્ટપણે સમજાવવું પડશે કે અમને શું જોઈએ છે.

ટેમ્બા બાવુમા એ ટીમની પ્રશંસા કરી

શ્રેણીની પ્રથમ બે મેચ હારી ગયેલા દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ સ્વીકાર્યું કે આવી જીતથી ટીમનો આત્મવિશ્વાસ વધશે. આ રીતે જીતવું એ અમારા આત્મવિશ્વાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મેચમાં ઘણી સકારાત્મક બાબતો જોવા મળી હતી.જો આપણે પાછળ વળીને જોઈએ તો પ્રથમ મેચમાં અમારી બેટીંગે ખાસ કંઈ કર્યું ન હતું. અમે સંજોગોમાં એડજસ્ટ થઈ શક્યા નહીં.

 

 

Published On - 11:47 am, Wed, 5 October 22