પહેલા વાઈસ કેપ્ટન બાદમાં કેપ્ટને મચાવ્યો કહેર, સ્મૃતિ મંધાના બાદ હરમનપ્રીત કૌરની તોફાની સદી

ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ODI મેચમાં શાનદાર સદી ફટકારી હતી. હરમનપ્રીત 103 રન બનાવીને અણનમ રહી હતી. તેના પહેલા સ્મૃતિ મંધાનાએ પણ શાનદાર સદી ફટકારી હતી પરંતુ સ્ટ્રાઈક રેટના મામલે તે હરમનપ્રીત કરતા પાછળ રહી ગઈ હતી.

પહેલા વાઈસ કેપ્ટન બાદમાં કેપ્ટને મચાવ્યો કહેર, સ્મૃતિ મંધાના બાદ હરમનપ્રીત કૌરની તોફાની સદી
Smriti Mandhana & Harmanpreet Kaur (1)
| Updated on: Jun 19, 2024 | 7:25 PM

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બે સુપરસ્ટાર્સે દક્ષિણ આફ્રિકા સામે કમાલ કરી બતાવી. અમે વાત કરી રહ્યા છીએ સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરની, જેમણે સાઉથ આફ્રિકાના બોલરોને પછાડીને શાનદાર સદી ફટકારી હતી. મંધાનાએ 120 બોલમાં 136 રનની ઈનિંગ રમી હતી, જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે 88 બોલમાં અણનમ 103 રન બનાવ્યા હતા. ભારતીય કેપ્ટન મંધાનાની સદી શાનદાર હતી કારણ કે તે 24મી ઓવરમાં ક્રિઝ પર આવી હતી, તેમ છતાં તે 87 બોલમાં સદી ફટકારવામાં સફળ રહી હતી.

ત્રણ બાઉન્ડ્રી ફટકારી સદી પૂરી કરી

હરમનપ્રીત કૌરે છેલ્લી ઓવરમાં પોતાની છઠ્ઠી ODI સદી પૂરી કરી. 49.2 ઓવર સુધી હરમનપ્રીતનો સ્કોર 85 બોલમાં 88 રન હતો. આ પછી તેણે એક સિક્સર અને બે ફોર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. જો કે, તેને 88 રનના સ્કોર પર તેને જીવનદાન પણ મળ્યું હતું. દક્ષિણ આફ્રિકાની વિકેટકીપરે હરમનપ્રીતને સ્ટમ્પ આઉટ કરવાની તક ગુમાવી દીધી હતી.

 

હરમનપ્રીત કૌરની આક્રમક બેટિંગ

હરમનપ્રીત કૌરે ક્રીઝ પર આવતાની સાથે જ પોતાનું આક્રમક વલણ બતાવ્યું હતું. આ ખેલાડીએ મંધાના સાથે મળીને માત્ર 46 બોલમાં 50 રન જોડ્યા હતા. આ પછી બંનેએ 90 બોલમાં સદીની ભાગીદારી કરી અને હરમનપ્રીતે માત્ર 58 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. અડધી સદી પૂરી કર્યા બાદ હરમનપ્રીત કૌરે મોટા શોટ રમવાનું શરૂ કર્યું. તેની વિસ્ફોટક હિટિંગના કારણે કૌર આગામી 29 બોલમાં તેની સદી સુધી પહોંચી ગઈ હતી.

 

કૌર-મંધાનાએ 171 રનની ભાગીદારી કરી

હરમનપ્રીતે પોતાની ઈનિંગમાં 9 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 117થી વધુ હતો. આ મામલે તે મંધાનાથી આગળ હતી જેણે 113ના સ્ટ્રાઈક રેટથી 136 રન બનાવ્યા હતા. જોકે, બંને બેટ્સમેનોએ 136 બોલમાં 171 રનની ભાગીદારી કરીને સાઉથ આફ્રિકાને સંપૂર્ણ રીતે બેકફૂટ પર મૂકી દીધું હતું.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાની વાઈસ કેપ્ટને રચ્યો ઈતિહાસ, આ કમાલ કરનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો