ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) ની ટીમો T20 સીરીઝની અંતિમ મેચ ઈન્દોરમાં રમી રહ્યા છે. આ મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. મેચ ચાલી રહી હતી કે અચાનક આખા સ્ટેડિયમમાં હેપ્પી બર્થ ડે ગીત ગુંજવા લાગ્યું. ઈન્દોરનું આખું સ્ટેડિયમ તેના ફેવરિટ સ્ટાર ઋષભ પંત (Rishabh Pant) ને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યું હતું.
ભારતના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત મંગળવારે પોતાનો 25મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તે પોતાના જન્મદિવસે મેદાનમાં ઉતર્યો હતો. પંતને તેના જન્મદિવસ પર ભલે મેચ રમવાની હોય, પરંતુ ચાહકોએ આ દિવસને તેના માટે ખાસ બનાવવા માટે કોઈ કસર છોડી નથી. મેચની ત્રીજી ઓવર ચાલી રહી હતી. દીપક ચહર બોલિંગ કરી રહ્યો હતો અને દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન ટેમ્બા બાવુમા ઓવરના પાંચમા બોલનો સામનો કરવા માટે સ્ટ્રાઈક પર હતો. ત્યારપછી આખા સ્ટેડિયમમાં હેપ્પી બર્થ ડે ગીત ગુંજવા લાગ્યું. મેદાન પર હાજર ચાહકોએ સાથે મળીને ગીત ગાઈને પોતાના ફેવરિટ સ્ટારને અભિનંદન પાઠવ્યા હતા. સ્ટેડિયમનો અવાજ સાંભળીને કેપ્ટન ટેમ્બા બાવુમા પણ આશ્ચર્યથી જોવા લાગ્યા.
IND v SA – Crowd Chanting Happy birthday to Rishabh Pant pic.twitter.com/NPiF8XBwrF
— MohiCric (@MohitKu38157375) October 4, 2022
ઋષભ પંતને પણ તેની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ ખાસ રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ઈશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર ઋષભ પંતની કેટલીક તસવીરોનો વીડિયો શેર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં ઈશાએ લખ્યું, હેપ્પી બર્થડે માય લવ. પંત લાંબા સમયથી ઈશાને ડેટ કરી રહ્યો છે. તેણે ઘણી વખત ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત પણ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી તેનું નામ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે વિવાદમાં આવ્યું છે.
ક્રિકેટની દૃષ્ટિએ ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન ઋષભ પંત માટે કેટલાક મહિના ખાસ રહ્યા નથી. તે ક્યારેક ટીમમાં હતો તો ક્યારેક ટીમની બહાર. સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી ટી20 સિરીઝમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં પણ સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને બેટિંગ કરવાની જલદી તક મળી ન હતી. જોકે અંતિમ મેચમાં તેણે ઓપનીંગમાં 14 બોલમાં 27 રન નોંધાવ્યા હતા. T20 વર્લ્ડ કપ માટે પણ ટીમમાં પંતની જગ્યા નક્કી થઈ નથી.
Published On - 9:43 pm, Tue, 4 October 22