વિરાટ કોહલીએ સ્ટમ્પ્સના બેઈલ્સ પર ચલાવ્યો જાદુ, 2 બોલ બાદ બુમરાહે લીધી વિકેટ

ભારત અને સાઉથ આફ્રીકા વચ્ચે સેન્ચુરિયનના મેદાનમાં 2 મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ શરુ થઈ છે. બીજા દિવસની રમતમાં ભારતની ઈનિંગ 245 રન પર સમાપ્ત થઈ હતી. સાઉથ આફ્રીકાની પ્રથમ વિકેટ બાદ ડીન એલ્ગર અને ટોની ડી જોર્જી વચ્ચે 93 રનની પાર્ટનરશીપ થઈ હતી.

વિરાટ કોહલીએ સ્ટમ્પ્સના બેઈલ્સ પર ચલાવ્યો જાદુ, 2 બોલ બાદ બુમરાહે લીધી વિકેટ
virat kohli Viral video
| Updated on: Dec 27, 2023 | 7:35 PM

ક્રિકેટના મેદાન પર ઘણીવાર ખેલાડીઓ વિકેટ લેવા માટે વિચિત્ર ટેકનીક અપનાવતા હોય છે. કેટલીકવાર ફિલ્ડર બીજી ટીમના બેટ્સમેનને હેરાન કરે છે, તો કેટલીકવાર બોલર બોલિંગ સમયે બોલને છૂપાવવાનો પ્રયત્ન કરે છે. સાઉથ આફ્રીકા સામેની મેચમાં વિરાટ કોહલી વિકેટ સાથે છેડછાડ કરતો જોવા મળ્યો. તેનો આ જાદુ ટીમ ઈન્ડિયા માટે ફાયદાકારક રહ્યો હતો.

ભારત અને સાઉથ આફ્રીકા વચ્ચે સેન્ચુરિયનના મેદાનમાં 2 મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ શરુ થઈ છે. બીજા દિવસની રમતમાં ભારતની ઈનિંગ 245 રન પર સમાપ્ત થઈ હતી. સાઉથ આફ્રીકાની પ્રથમ વિકેટ બાદ ડીન એલ્ગર અને ટોની ડી જોર્જી વચ્ચે 93 રનની પાર્ટનરશીપ થઈ હતી. જે જસપ્રીત બુમરાહની ઓવરમાં તૂટી હતી, જેમાં વિરાટ કોહલીનો મોટો ફાળો હતો.

ટોની દી જોર્જીના રુપમાં સાઉથ આફ્રીકાને બીજી વિકેટ 104 રનના સ્કોર પર મળી હતી. જસપ્રીત બુમરાહે 29મી ઓવરના અંતિમ બોલ પર યશસ્વી જયસ્વાલના હાથે કેચ પકડાવીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. તેના આઉટ થવાના 2 બોલ પહેલા વિરાટ કોહલીએ વિકેટ પરની 2 બેઈલ્સની જગ્યા બદલી દીધી હતી. વિરાટ કોહલીની આ રમજૂ હરકત સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ છે.

આ પણ વાંચો : પદ્મશ્રી એવોર્ડ પરત કરી ચૂક્યો છે રેસલર બજરંગ પુનિયા, પિતા, ભાઈ અને પત્ની પણ છે રેસલર્સ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:34 pm, Wed, 27 December 23

Follow Us