IND vs PAK Playing 11: પાકિસ્તાનના આ 11 નામ, બગાડશે ટીમ ઈન્ડિયાનું કામ?

|

Aug 25, 2022 | 9:10 PM

ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચે 28 ઓગસ્ટના રોજ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ રમાશે, જેમાં પાકિસ્તાની ટીમ પોતાના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી વગર જશે.

IND vs PAK Playing 11: પાકિસ્તાનના આ 11 નામ, બગાડશે ટીમ ઈન્ડિયાનું કામ?
Pakistan cricket team

Follow us on

28 ઓગસ્ટની સાંજ અને દુબઈનું ક્રિકેટ ગ્રાઉન્ડ, બની જશે માહોલ, કારણ કે ટકરાશે ભારત અને પાકિસ્તાન. દસ મહિનાથી વધુ સમય પછી ફરી એકવાર એશિયાના બે સૌથી સખત હરીફો સામસામે ટકરાશે. 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) એશિયા કપ 2022માં (ASIA CUP 2022) તેમની પહેલી મેચ રમશે અને આ પહેલા ટી20 વર્લ્ડ કપની જેમ બંને એકબીજા સામે ટૂર્નામેન્ટની શરૂઆત કરશે. નજર એ વાત પર છે કે શું પાકિસ્તાની ટીમ ટી-20 વર્લ્ડ કપની સફળતાનું પુનરાવર્તન કરી શકશે? આ સિવાય નજર એ વાત પર પણ છે કે પ્લેઈંગ ઈલેવન શું હશે?

પાકિસ્તાન માટે આ વખતે ભારતને હરાવવું એટલું સરળ નહીં હોય. તેનું સૌથી મોટું કારણ છે ટીમના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીની ગેરહાજરી. ટી20 વર્લ્ડ કપમાં ભારતીય બેટિંગને હચમચાવી દેનાર શાહીન આ વખતે ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આવી પરિસ્થિતિમાં પાકિસ્તાની પ્લેઈંગ ઈલેવન લઈને સૌથી મોટો સવાલ એ છે કે શાહીન આફ્રિદીની જગ્યાએ ટીમમાં કોને સામેલ કરવામાં આવે.

પાકિસ્તાનનો પેસ એટેક

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શાહીનના સ્થાને યુવા ફાસ્ટ પેસર મોહમ્મદ હસનૈનનો ટીમમાં સમાવેશ કર્યો છે, પરંતુ શું તેને ઓછો અનુભવ હોવા છતાં આટલી મોટી મેચમાં સ્થાન મળશે? આ એક મોટો સવાલ છે. જવાબ એ છે કે તે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવે તેવી સંભાવના છે કારણ કે તે હાલના સમયમાં તેની એક્શનમાં સુધારો કરીને પરત ફર્યો છે અને સારી લયમાં બોલિંગ કરી રહ્યો છે. હસનૈન સારી ગતિ ધરાવે છે અને બાઉન્સ પણ મેળવે છે. તેને સાથ આપવા માટે હારીસ રઉફ અને નસીમ શાહને મેદાનમાં ઉતારવામાં આવશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

કોણ હશે બેટર અને સ્પિનર?

પાકિસ્તાનનો ટોપ ઓર્ડર ફિક્સ છે, જેમાં કેપ્ટન બાબર આઝમ, વિકેટકીપર મોહમ્મદ રિઝવાન અને દિગ્ગજ બેટ્સમેન ફખર ઝામાં ટોપ 3માં રહેશે. સ્પિન ઓલરાઉન્ડર શાદાબ ખાન ટીમનો મુખ્ય સ્પિનર ​​હશે. તેમને સાથ આપવા માટે ટીમ લેગ લેફ્ટ આર્મ સ્પિનર ​​મોહમ્મદ નવાઝને મેદાનમાં ઉતારી શકે છે કારણ કે ભારતનો ટોપ-ઓર્ડર ડાબા હાથના સ્પિનરો સામે સારી રીતે રમી શકતા નથી. પાવરહિટર તરીકે આસિફ અલી સિવાય હૈદર અલી અથવા ખુશદિલ શાહને એક તક આપવામાં આવી શકે છે.

પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ ઈલેવન

બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ફખર ઝમાં, આસિફ અલી, હૈદર અલી/ખુશદીલ શાહ, શાદાબ ખાન, હારિસ રઉફ, મોહમ્મદ હસનૈન, નસીમ શાહ, મોહમ્મદ નવાઝ, ઉસ્માન કાદિર/ઇફ્તિખાર અહમદ.

Next Article