#INDvsPAK : ભારત અને પાકિસ્તાન આજે ફરી મેદાનમાં ટકરાશે, ટ્વિટર પર આવ્યું મીમ્સનું પૂર

એશિયા કપમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન સામસામે થવા જઈ રહ્યા છે. એક સપ્તાહમાં આ બીજી વખત છે જ્યારે બંને ટીમો વચ્ચે મેચ રમાશે. ગત વખતે બંને ટીમો વચ્ચે દુબઈના આ જ મેદાન પર મેચ રમાઈ હતી, જેમાં જીત ભારતના હાથમાં આવી હતી.

#INDvsPAK : ભારત અને પાકિસ્તાન આજે ફરી મેદાનમાં ટકરાશે, ટ્વિટર પર આવ્યું મીમ્સનું પૂર
ભારત અને પાકિસ્તાન આજે ફરી મેદાનમાં ટકરાશે
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Sep 04, 2022 | 2:24 PM

INDvsPAK : એશિયા કપમાં ફરી એક વખત ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) એક બીજા સામે ટક્કરાશે. આ બીજી વખત છે જ્યારે બંન્ને ટીમ આમને-સામને ટકરાશે. છેલ્લી વખત બંન્ને ટીમ વચ્ચે આ મુકાબલો દુબઈના આ જ મેદાનમાં રમાયો હતો. ગત વખતે બંને ટીમો વચ્ચે દુબઈના આ જ મેદાન પર મેચ રમાઈ હતી, જેમાં જીત ભારતના હાથમાં આવી હતી. ફરી એકવાર ટીમ ઈન્ડિયા (Team India) જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જો ભારત આ મેચ જીતશે તો એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતની સતત પાંચમી જીત હશે. ભારતીય ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સાથે જ પાકિસ્તાની ચાહકો પણ પોતાની હારનો બદલો લેવા તૈયાર છે. હવે આ વખતે મેદાનમાં કોણ જીતે છે તે જોવાનું રહેશે.

મજેદાર મીમ્સ શેર કર્યા

બેટિંગમાં જ્યા ભારતીય ચાહકોની નજર રોહિત શર્મા (કેપ્ટન) કે.એલ રાહુલ અને વિરાટ કોહલી પર ટકેલી છે. તો બોલરમાં આ વિશે વાત કરીએ તો ભુવનેશ્વર કુમાર શું કરે છે. પાકિસ્તાનના બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની રમત જોવાની રહેશે. આ મેચની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે સોશિયલ મડિયા પર અનેક વાતો થઈ રહી છે. જેને લઈ કેટલાક મજેદાર મીમ્સ શેર કરી રહ્યા છે. કોઈ કહે છે કે ભારત અને પાકિસ્તાનની મેચ એક જ સપ્તાહમાં બે વાર જોવા મળી રહી છે, કેટલા સારા દિવસો આવશે.

જુઓ મજેદાર મીમ્સ

 

 

 

 

 

 

ભારત અને પાકિસ્તાનની ટીમો ગ્રુપ Aમાં હતી. ભારત પ્રથમ અને પાકિસ્તાન બીજા ક્રમે છે. આ ટૂર્નામેન્ટમાં જ્યારે બંને ટીમો સામસામે આવી ત્યારે ભારતે (Indian Cricket Team) પાંચ વિકેટે જીત મેળવી હતી. આ હાર સાથે ભારતે T20 વર્લ્ડ કપ માં મળેલી હારનો બદલો પણ લઈ લીધો છે. એશિયા કપના સુપર 4માં પહોંચેલી તમામ ટીમોએ એક-બીજા સામે એકવાર રમવાનું છે.