IND vs NZ, 3rd T20I, LIVE Streaming: આજે ન્યુઝીલેન્ડ સામે સિરીઝની અંતિમ મેચ, જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે મેચ

India Vs New Zealand: ભારતે ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણીની પ્રથમ બે મેચ જીતીને શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે.

IND vs NZ, 3rd T20I, LIVE Streaming: આજે ન્યુઝીલેન્ડ સામે સિરીઝની અંતિમ મેચ, જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે મેચ
Rohit Sharma
| Edited By: | Updated on: Nov 21, 2021 | 10:23 AM

ભારતે ત્રણ મેચની T20I શ્રેણીમાં પહેલાથી જ 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. રવિવારે રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ (India Vs New Zealand) નો સફાયો કરવાના ઈરાદા સાથે ઈડન ગાર્ડન્સ (Eden Garden Stadium) માં ઉતરશે. શ્રેણી જીત્યા બાદ આશા છે કે ટીમ છેલ્લી મેચમાં પોતાના રિઝર્વ ખેલાડીઓને તક આપી શકે છે.

ભારતે શુક્રવારે રાંચીમાં બીજી T20I સાત વિકેટે જીતીને શ્રેણીમાં અજેય સરસાઈ મેળવી લીધી છે. ન્યુઝીલેન્ડ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી પહેલા ક્લીન સ્વીપ કરવું સારું રહેશે. T20ના નવા સુકાની રોહિત શર્માની પ્રથમ શ્રેણી અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ રહી છે. ટોસ જીત્યા બાદ જયપુર અને રાંચીમાં સફળ લક્ષ્યાંકનો પીછો કરતા વિજયથી ખુશ થશે.

તે કોલકાતામાં પણ આવું કરવા માંગશે. ઉપરાંત, ત્રીજી મેચમાં, તે રિઝર્વ ખેલાડીઓને તક આપવાનું વિચારી રહ્યો છે, જેઓ શ્રેણીની બંને મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શક્યા નથી.

 

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ ક્યારે રમાશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ 20 નવેમ્બર (શુક્રવાર)ના રોજ રમાશે.

 

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ ક્યાં રમાશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે.

 

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ ક્યારે શરૂ થશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 6.30 કલાકે થશે.

 

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી T20 મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકાશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી T20 મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

 

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની 3જી T20I મેચ ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાશે?

Disney+Hotstar પર લાઈવ સ્ટ્રીમિંગ સબ્સ્ક્રિપ્શન સાથે મેચ ઓનલાઈન જોઈ શકાય છે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

 

ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ

ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, ઈશાન કિશન, વેંકટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, આર અશ્વિન, અક્ષર પટેલ, આવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, હર્ષલ પટેલ અને મોહમ્મદ સિરાજ

ન્યુઝીલેન્ડની ટીમઃ ટિમ સાઉથી (કેપ્ટન), ટોડ એસ્ટલ, ટ્રેન્ટ બોલ્ટ, માર્ક ચેપમેન, લોકી ફર્ગ્યુસન, માર્ટિન ગુપ્ટિલ, એડમ મિલ્ને, ડેરીલ મિશેલ, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, ટિમ સેફર્ટ અને ઈશ સોઢી

 

આ પણ વાંચોઃ IPL 2022: જય શાહે કહ્યુ 10 ટીમો સાથે IPL ની આગામી સિઝન ભારતમાં જ રમાશે, ટૂંક સમયમાં મેગા ઓકશન

 

આ પણ વાંચોઃ Cricket: પાકિસ્તાની મૂળનો ઇંગ્લેન્ડનો ક્રિકેટર 17 વર્ષી કિશોરીને ગંદા મેસેજ મોકલતો હતો, ટિમ પેન બાદ વધુ એક ક્રિકેટરનુ કરતૂત ખૂલ્યુ

Published On - 10:18 am, Sun, 21 November 21