હવે ટીમ ઈન્ડિયાનો આગળ વિચારવાનો વારો છે. હવે હારવાની જરૂર નથી પણ જીતનો એ જ સિલસિલો જાળવી રાખવાની જરૂર છે. કારણ કે હાર તમને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી દેશે. હવે મેચ વર્લ્ડ કપની સેમી ફાઈનલની છે. પ્રથમ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડનો મુકાબલો ભારત સામે છે. આઈસીસી ટૂર્નામેન્ટમાં આ પ્રતિસ્પર્ધી સામે ભારતનો ઈતિહાસ એટલો સારો રહ્યો નથી. પરંતુ, જો તેને વર્લ્ડ ચેમ્પિયન બનવું હોય તો તેણે આજે ઈતિહાસ બદલવો પડશે.
India vs New Zealand Cricket Match live score : વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરની શાનદાર સદી બાદ મોહમ્મદ શમીની સાત વિકેટના સહારે ભારતે વર્લ્ડ કપ સેમી ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવી ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. શમીએ સાત ઝડપી મોટો રેકોર્ડ બનાવ્યો હતો. હવે ભારત સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા માંથી એક ટીમ સામે ટકરાશે.
IND v NZ World Cup 2023 live score : ન્યુઝીલેન્ડની ઇનિંગની 48 મી ઓવર ફેંકતા સિરાજને અંતે વિકેટ મળી હતી. સિરાજ આજની મેચમાં ખૂબ જ ખર્ચાડ સાબિત થયો છે.
IND v NZ Match live score : ન્યુઝીલેન્ડના ડેરીલ મિશેલે લડાયક બેટિંગ કરી હતી અને ભારત સામે મુશ્કેલ સ્થિતિમાં 134 રનની ઇનિંગ રમી હતી. મિશેલનો વનડે માં આ હાઈએસ્ટ સ્કોર છે. તેણે શમીએ આઉટ કર્યો હતો. શમીએ પાંચમી વિકેટ ઝડપી હતી.
India vs New Zealand live score : કુલદીપ યાદવે તેના અંતિમ સ્પેલમાં એક વિકાર ઝડપી હતી. કુલદીપે માર્ક ચેપમેનને રવીન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ કર્યો હતો. ભારત હવે જીત તરફ અગ્રેસર બન્યું છે.
IND vs NZ live score : લડાયક બેટિંગ બાદ ન્યુઝીલેન્ડની બેટિંગ હવે ધીમી પડી છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ભારતને પાંચમી સફળતા અપાવી હતી અને હવે ભારતને મેચ જીતવા વધુ પાંચ વિકેટની જરૂર છે.
India vs New Zealand Cricket Match live score : ન્યુઝીલેન્ડને અંતિમ 10 ઓવરમાં 132 રનની જરૂર છે. ડેરીલ મિચેલ 126 નોટ આઉટ સાથે ક્રિઝ પર હાજર છે. બંને ટીમોને જીતની સમાન તક.
IND v NZ ICC World Cup live score : વિલિયમસનની વિકેટ બાદ તુરંત જ લાથમના આઉટ થવાથી ન્યુઝીલેન્ડ પર હવે દબાણ વધી ગયું છે. હવે ન્યુઝીલેન્ડને ડેરીલ મિચેલ પર આધાર રાખવો પડશે. શમીએ બેક બુ બેક બે વિકેટ ઝડપી ભારતને મેચમાં જોરદાર કમબેક કરાવ્યું છે.
India Vs New Zealand ICC Match live score : મોહમ્મદ શમીએ ભારતને સૌથી મહત્વપૂર્ણ વિકેટ અપાવી ભારતને સેમી ફાઈનલ મેચમાં જોરદાર કમબેક કરાવ્યું છે. શમીએ કેપ્ટન વિલિયમસન અને ટીમ લાથમને એક જ ઓવરમાં આઉટ કરી ન્યુઝીલેન્ડને મોટો ઝટકો આપ્યો છે.
IND v NZ World Cup 2023 live score : ભારત સામે ખરાબ શરૂઆત બાદ ન્યુઝીલેન્ડ મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. કેપ્ટન વિલિયમસન અને ડેરીલ મિચેલે મજબૂર પાર્ટનરશીપ કરતા હવે મેચ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે.
IND v NZ Match live score : વર્લ્ડ કપની પહેલી સેમી ફાઈનલ મેચ મજેદાર તબક્કા તરફ આગળ વધી રહી છે. ભારતના 398 રનના વિશાળ લક્ષ્યાંક સામે ન્યુઝીલેન્ડે પહેલી બે વિકેટ જલ્દી ગુમાવ્યા બાદ કેપ્ટન વિલિયમસન અને મિચેલે મજબૂત ભાગીદારી કરી ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી છે.
India vs New Zealand live score : ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન અને ડેરીલ મિચેલે સામે મક્કમ બેટિંગ શરૂ કરી છે અને ટીમને ધીરે ધીરે ટાર્ગેટ તરફ લઈ જઈ રહ્યા છે. ભારતને વિકેટની જરૂર છે અને ન્યુઝીલેન્ડને 274 રનની જરૂર છે.
IND vs NZ live score : મોહમ્મદ શમીએ ભારતને બીજી સફળતા અપાવી છે. શમીએ શાનદાર ફોર્મમાં ચાલી રહેલ રચિત રવિન્દ્રને 13 રને આઉટ કર્યો હતો અને ન્યુઝીલેન્ડને બીજો ઝટકો આપ્યો હતો.
India vs New Zealand Cricket Match live score : મોહમ્મદ શમીએ ભારતને પહેલી સફળતા અપાવી હતી. ભારતને ન્યુઝીલેન્ડની પહેલી વિકેટની તલાશ હતી જે શમીએ લીધી હતી, શમીએ કોનવેને 13 રન પર આઉટ કરી ન્યુઝીલેન્ડને પહેલો ઝટકો આપ્યો હતો.
IND v NZ World Cup 2023 live score : વર્લ્ડ કપ સેમી ફાઇનલમાં 398 રનના વિશાળ ટાર્ગેટ સામે ન્યૂઝીલેન્ડે મક્કમ શરૂઆત કરી હતી અને ભારતની મજબૂત બોલિંગ સામે પહેલી પાંચ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવી નહીં.
IND v NZ Match live score : અંતિમ બોલ પર કેએલ રાહુલે બાઉન્ડ્રી ફટકારી ભારતનો સ્કોર 397 પર પહોંચાડ્યો હતો, ભારત સામે ન્યુઝીલેન્ડને જીતવા 50 ઓવરમાં 398 રનનો પહાડ જેવો લક્ષ્ય મળ્યો હતો.
India vs New Zealand live score : વર્લ્ડ કપ સેમી ફાઈનલમાં ધમાકેદાર સદી ફટકાર્યા બાદ મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર શાનદાર સદી ફટકાર્યા બાદ લાંબો શૉટ ફટકારવા જતાં આઉટ થયો હતો.
IND vs NZ live score : વર્લ્ડ કપ 2023 ના સેમી ફાઈનલ મુકાબલામાં ન્યુઝીલેન્ડ સામે વિરાટ કોહલી બાદ શ્રેયસ અય્યરે શાનદાર સદી ફટકારી હતી. શ્રેયસે માત્ર 67 બોલમાં દમદાર સદી ફટકારી હતી.
ભારતની બીજી વિકેટ 327 રન પર પડી, વિરાટ કોહલી 117 રન બનાવીને આઉટ થયો
વિરાટ કોહલીએ 44મી ઓવરના ચોથા બોલ પર સિક્સ ફટકારી
વર્લ્ડ કપમાં પોતાની ત્રીજી સદી ફટકારવાની સાથે વિરાટ કોહલીએ મહાન સચિન તેંડુલકરના વનડેમાં 49 સદીના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે. તેણે 106 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકારીને આ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો.
વિરાટ કોહલીએ ODIમાં ફટકારી 50મી સદી, ભારતનો સ્કોર 300 રનની પાર પહોંચ્યો છે. વિરાટ કોહલીએ વનડેમાં પોતાની 50મી સદી પૂરી કરી છે. આ સાથે તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે.હવે કોહલી અને શ્રેયસ તોફાની બેટિંગ કરીને ભારતના સ્કોરને 400 રનથી આગળ લઈ જવા ઈચ્છશે.
41 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે 292 રન થઈ ગયો છે. વિરાટ કોહલી 104 બોલમાં 97 અને શ્રેયસ અય્યર 48 બોલમાં 64 રન બનાવીને રમી રહ્યો છે. હવે છેલ્લા પાવરપ્લેમાં ભારત વધુમાં વધુ રન બનાવવાનો પ્રયાસ કરશે.
વિરાટ કોહલી પોતાની સદીની નજીક પહોંચી ગયો છે. જો તે સદી પૂરી કરશે તો તે સચિનને પાછળ છોડી દેશે અને વનડેમાં સૌથી વધુ 50 સદી ફટકારનાર ખેલાડી બની જશે. શ્રેયસ અય્યર તેની અડધી સદી પૂરી કર્યા પછી ઝડપથી રન બનાવી રહ્યો છે. કોહલી સાથે શાનદાર સદીની ભાગીદારી કરીને તેણે ભારતના સ્કોરને 40 ઓવરમાં એક વિકેટે 287 રન સુધી પહોંચાડ્યો હતો.
39 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે 278 રન છે. કોહલી 92 અને ઐયર 55 રને રમતમાં છે.
શ્રેયસ અય્યરે 40મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
39 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે 277 રન થઈ ગયો છે. વિરાટ કોહલી તેની 50મી સદીની ખૂબ નજીક છે. તે 93 પર રમી રહ્યો છે. શ્રેયસ અય્યર 55 રને તેની સાથે છે. ચાહકોને આશા છે કે, સ્કોર સરળતાથી 415 સુધી પહોંચી જશે.
ભારતનો સ્કોર એક વિકેટના નુકસાન સાથે 250 રનને પાર કરી ગયો છે. વિરાટ અને શ્રેયસ વચ્ચે સદીની ભાગીદારી પણ થઈ છે. જ્યારે, શ્રેયસ અય્યરે પોતાની અડધી સદી પૂરી કરી છે. વિરાટ કોહલી તેની સદીની નજીક છે. હવે ભારતની નજર 400 રનના લક્ષ્યને હાંસલ કરવા પર છે.
વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપમાં 673થી વધુ રન બનાવ્યા છે અને તે વિશ્વ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. તે પણ પોતાની સદીની નજીક પહોંચી ગયો છે. તેની શાનદાર ઇનિંગ્સના કારણે ભારતનો સ્કોર 250 રન ને પાર પહોંચી ગયો છે.
શ્રેયસ અય્યરે36મી ઓવરના બીજા બોલ પર સિક્સ ફટકારી હતી અને ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
સ્કોરનો અંદાજ બતાવી રહ્યો છે કે ટીમ ઈન્ડિયા 403ના સ્કોર સુધી પહોંચી શકે છે. જ્યારે વિરાટ કોહલી આ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.
વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ છે. બંને સારી બેટિંગ કરી રહ્યા છે. ભારત વિશાળ સ્કોર તરફ આગળ વધી રહ્યું છે. 32 ઓવર પછી ભારતનો સ્કોર 226/1 છે.
રિટાયર્ડ હર્ટ એટલે કે જ્યારે કોઈ બેટ્સમેન ઈજાગ્રસ્ત થાય છે, ત્યારે તે પોતાની ઈનિંગ્સ રોકે છે અને ડ્રેસિંગ રૂમમાં જાય છે. સામાન્ય રીતે આવું ત્યારે થાય છે જ્યારે બેટ્સમેન રન દોડી શકતો નથી અથવા ઈજા વધારે હોય છે. બેટ્સમેન બેટિંગ કરતી વખતે ઇજાગ્રસ્ત થાય છે અને તેને લાગે છે કે તે તેની ઇનિંગ્સ ચાલુ રાખી શકશે નહીં, ત્યારે બેટ્સમેન રિટાયર્ડ હર્ટ તરીકે પેવેલિયનમાં જાય છે.સ્કોરબોર્ડ પર બેટ્સમેનના નામની બાજુમાં રિટાયર્ડ હર્ટ લખવામાં આવે છે.
જ્યારે કોઈ ખેલાડી ઈજાના કારણે મેદાનની બહાર જાય છે તો તેને રિટાર્યડ હર્ટ માનવામાં આવે છે. બીજુ એ કે, જ્યારે કોઈ બેટ્સમેન સંપુર્ણ રીતે ફિટ હોય અને મેદાનની બહાર જવાનો નિર્ણય લે છે તો તેને રિટાયર્ડ આઉટ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, રિટાયર્ડ હર્ટ થયેલો ખેલાડી રમવા માટે ફરી મેદાનમાં આવી શકે છે. પરંતુ રિટાયર્ડ આઉટ થયેલો બેટ્સમેન બેટિંગ માટે ફરી મેદાનમાં આવી શકતો નથી,
ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા દ્વારા કરવામાં આવેલી આક્રમક શરૂઆત વિકેટો પડવા પછી પણ બેટ્સમેનોએ જાળવી રાખી હતી. વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે મોટા શોટ ફટકારીને રન રેટ જાળવી રાખ્યો છે. 30 ઓવર પછી ભારતનો સ્કોર 1 વિકેટે 214 રન છે. રોહિત શર્મા 47 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે શુભમન ગિલ 79ના સ્કોર પર રિટાયર હર્ટ થયો હતો.
29 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે 204 રન છે. કોહલી 57 અને ઐયર 17 રને રમી રહ્યા છે.
તેની શાનદાર ઈનિંગ્સના કારણે ટીમ ઈન્ડિયા મોટા સ્કોર તરફ આગળ વધી રહી છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 50+ સ્કોર બનાવવાના મામલે રિકી પોન્ટિંગની બરાબરી કરી લીધી છે. ભારતનો સ્કોર એક વિકેટે 200 રનને પાર કરી ગયો છે.
વિરાટ કોહલીએ 59 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે.
શ્રેયસ અય્યરને વિરાટ કોહલી સાથે બેટિંગ માટે મોકલવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા મોટા સ્કોર તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે.
અય્યરે 27મી ઓવરના ત્રીજા બોલ પર સિક્સ ફટકારી ત્યારબાદ ચોગ્ગો ફટકાર્યો હતો
શુભમન ગિલ ખેંચાણના કારણે મેદાનની બહાર છે. તે પોતાની સદીથી માત્ર 21 રન દૂર છે. ટીમ ઈન્ડિયાને ગિલ અને રોહિતના કારણે સારી શરૂઆત મળી છે.
વિરાટ કોહલીએ 23મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
ભારતીય બેટ્સમેનોએ હજુ સુધી કોઈ બોલરને સેટ થવા દીધો નથી. 22 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે 158 રન છે.
ભારતનો સ્કોર એક વિકેટના નુકસાન સાથે 150 રનને પાર કરી ગયો છે. શુભમન ગિલ હવે ઝડપી ગતિએ રન બનાવી રહ્યો છે અને પોતાની સદી તરફ આગળ વધી રહ્યો છે.
20 ઓવર પછી ભારતનો સ્કોર 150/1
ગ્લેન ફિલિપ્સે 18મી ઓવર નાખી. આ ઓવરમાં કુલ છ રન આવ્યા. 19 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે 142 રન છે. શુભમન ગિલ 55 બોલમાં 67 અને વિરાટ કોહલી 32 બોલમાં 26 રન બનાવીને રમી રહ્યો છે.
દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા તાલુકાના સોનારડી ગામે હડકાયા શ્વાને ખેડૂતને બચકા ભર્યા હતા. સોનારડી ગામના રામસંગ જાડેજા, પોતાના ખેતરમાં કામ કરતા હતા, તે સમયે હડકાયા શ્વાને અચાનક હુમલો કર્યો હતો. હડકાયા શ્વાનના હુમલાથી ઈજાગ્રસ્ત થયેલા ખેડૂતને સારવાર અર્થે ખંભાળિયાની સરકારી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલનો ત્રીજો તબક્કો પણ સફળતાપૂર્વક પાર કરી લીધો છે. પહેલા ગિલ અને રોહિત વચ્ચે પ્રથમ વિકેટ માટે 71 રનની ભાગીદારી થઈ હતી. આ પછી ગિલ અને કોહલી વચ્ચે પણ અડધી સદીની ભાગીદારી થઈ છે. બંનેએ 46 બોલમાં 50 રન જોડ્યા હતા. 17 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે 132 રન છે.
શુભમન ગિલે આજના મેચની બીજી સિક્સ ફટકારી, ગિલ આજે શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે
Half-century number 1⃣3⃣ in ODIs for Shubman Gill!
up for #TeamIndia
Follow the match ▶️ https://t.co/FnuIu53xGu#CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/PWOHxSlwHo
— BCCI (@BCCI) November 15, 2023
શુભમન ગિલે 41 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. ODI ક્રિકેટમાં આ તેની 13મી અડધી સદી છે. તેની શાનદાર ઈનિંગ્સના કારણે ટીમ ઈન્ડિયા સારા સ્કોર તરફ આગળ વધી રહી છે. 15 ઓવર પછી ભારતનો સ્કોર 118/1 છે.
રોહિતના આઉટ થયા બાદ પણ ટીમ ઈન્ડિયાના રનની ગતિ ધીમી થઈ નથી. હિટમેનના આઉટ થયા બાદ શુભમન ગિલે કિવી બોલરો પર પ્રહારો કર્યા છે. ગિલ 42 બોલમાં 50 રન બનાવીને રમી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે સાત ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા છે. 13મી ઓવરમાં ગિલે ફર્ગ્યુસન પર ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. 14 ઓવર બાદ ભારતનો સ્કોર 114 /1
પાવરપ્લેમાં ભારતે એક વિકેટ ગુમાવીને 104 રન બનાવ્યા છે. રોહિત શર્મા અડધી સદી ચૂકી ગયો, પરંતુ કોહલી અને ગિલની જોડી ક્રિઝ પર સ્થિર છે. બંને સારી બેટિંગ કરી રહ્યા છે. 13 ઓવર પછી ભારતનો સ્કોર 104/1 છે. બંને વચ્ચે સારી ભાગીદારી જોવા મળી રહી છે.
ડાકોર ગોધરા રૂટ ઉપર અંગાડી નજીક ગાંધીધામ ઇન્દોર સુપર ફાસ્ટમાં લૂંટની ઘટના બની છે. ગઈ રાત્રે 1.40 કલાકે ગાંધીધામ ઇન્દોર સુપર ફાસ્ટના કોચ નંબર એસ-5માં સિગ્નલ લોસ કરીને લૂંટ કરવામાં આવી હતી. લૂંટારાઓએ કુલ 3 લાખ 20 હજારની લૂંટ કરીને લૂંટારાઓ હાઈવેથી ફરાર થઈ ગયા હતા.
ગિલે 13મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ બીજા બોલ પર શાનદાર સિક્સ ફટકારી
શુભમન ગિલે 13મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
11 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે 89 રન
10 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે 84 રન છે. ગિલ 26 બોલમાં 30 રન પર પહોંચી ગયો છે.
હવે વિરાટ કોહલી શુભમન ગિલ સાથે ક્રિઝ પર છે. નવ ઓવર પછી ભારતનો સ્કોર 75/1 છે.
સરકારી જમીનમાં નાખવામાં આવેલ પવન ચક્કીના પાંખીયા ખેતરમાં નુકસાન કરતા હોવાની એક પિટિશન ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. મોરબીના વાલાસણ ગામની સરકારી જમીનમાં નાખવામાં આવેલ પવન ચક્કી અંગે ખાનગી કંપનીએ શરતભંગ કર્યો હોવાનો પિટિશનમાં ઉલ્લેખ કરાયો છે. પવન ચક્કીને કારણે ખેતીલાયક જમીનનો બગાડ થતો હોવાનો ઉલ્લેખ રિટમાં કરાયો છે. ખેડૂતે પિટિશનમાં, આર્થિક નુકસાન અંગે યોગ્ય નિર્દેશ આપવાની પણ માંગ કરવામાં આવી છે. હાઈકોર્ટે મોરબી જિલ્લા કલેકટર સહીતના પક્ષકારોને નોટીસ ફટકારી છે. આ રિટની સુનાવણી દિવાળી વેકેશન બાદ હાથ ધરાશે.
ભારતની પહેલી વિકેટ 71 રન પર પડી, રોહિત શર્મા 29 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો છે.ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા શાનદાર બેટિંગ કરતો જોવા મળ્યો હતો. પરંતુ તે માત્ર 3 રનથી પોતાની ફિફ્ટી ચૂકી ગયો હતો. ટિમ સાઉથીએ તેને પેવેલિયન મોકલી દીધો છે.
રોહિત શર્માએ આ મેચમાં ત્રણ સિક્સર ફટકારી છે અને તે વર્લ્ડ કપમાં 50 સિક્સર મારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તે વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડી પણ છે. તેણે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો હતો. તે વિશ્વ કપની એક જ સિઝનમાં 28 છગ્ગા સાથે સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બની ગયો છે. આ મામલે પણ તેણે 2015ના વર્લ્ડ કપમાં 26 સિક્સર મારનાર ક્રિસ ગેલને પાછળ છોડી દીધો હતો.
ગિલે આઠમી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પોતાની જવાબદારી નિભાવીને શાનદાર શરૂઆત કરી છે. હિટમેને માત્ર 28 બોલમાં 47 રન બનાવ્યા છે. ન્યુઝીલેન્ડની ટીમ વિકેટની શોધમાં છે.
ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે સારી શરૂઆત કરી છે. 6 ઓવર પછી સ્કોર વિના વિકેટે 58 રન છે.
રોહિત શર્માએ છઠ્ઠી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો અને ત્રીજા બોલ પર સિક્સ ફટકારી
રોહિત શર્માએ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ શરૂ કરી દીધો છે. 5 ઓવર પછી ભારતનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 47 રન છે. રોહિત શર્મા 34 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે. રોહિતે ત્રણ ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે.
રોહિત શર્માએ પાંચમી ઓવરના બીજા બોલ પર સિક્સ ફટકારી
4 ઓવરના અંતે ટીમ ઈન્ડિયાનો સ્કોર 38 રન છે, રોહિતના 27 રન અને શુભમન ગિલના 9 રન બનાવી રહ્યા છે.
રોહિત શર્માએ ચોથી ઓવરના ચોથા બોલ પર સિક્સ ફટકારી
રોહિત શર્મા એક અલગ જ વલણ સાથે મેદાન પર આવ્યો છે. બોલ્ટની બીજી ઓવરમાં રોહિત શર્માએ સિક્સર ફટકારી હતી. રોહિત શર્મા 16 રન બનાવીને રમી રહ્યો છે. ત્રણ ઓવર પછી ભારતનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 25 રન છે.
ભારતની બેટિંગ શરૂ થઈ ગઈ છે. રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડી ક્રિઝ પર છે. ન્યુઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે પ્રથમ ઓવર ફેંકી હતી. રોહિત શર્માએ ફરી એકવાર આક્રમક શરૂઆત કરી છે. તેણે પહેલી જ ઓવરમાં બોલ્ટના બોલ પર બે ચોગ્ગા ફટકાર્યા હતા. એક ઓવર પછી ભારતનો સ્કોર 10/0 છે.
રોહિત શર્મા અને શુભમન ગિલ ક્રિઝ પર છે. રોહિત શર્માએ પહેલી જ ઓવરમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા.ભારતની બેટિંગ શરૂ થઈ ગઈ છે. રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડી ક્રિઝ પર છે. ન્યુઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે પ્રથમ ઓવર ફેંકી હતી.
વિરાટ કોહલીએ મેચમાં એન્ટ્રી કરતાની સાથે જ એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે ભારત તરફથી સૌથી વધુ 4 વર્લ્ડ કપ સેમિફાઇનલ રમનાર ખેલાડી બની ગયો છે. એમએસ ધોની, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને સચિન તેંડુલકર 3-3 સેમી ફાઈનલ રમ્યા છે.
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ
ન્યુઝીલેન્ડ: ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન (કેપ્ટન), ડેરીલ મિશેલ, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ટોમ લાથમ (વિકેટકીપર), મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ
ભારતે ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.રોહિતે પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી.
ભારત અને ન્યુઝીલેન્ડની મેચને લઈને BCCI પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હતા કે બોર્ડે મુંબઈના વાનખેડે સ્ટેડિયમની પીચ બદલી નાખી છે અને મેચ ભારતીય ટીમના હિસાબે પીચ પર રાખવામાં આવી રહી છે, પરંતુ હવે BCCIએ આ અંગે સ્પષ્ટતા કરી છે. ભારતીય બોર્ડે કહ્યું છે કે ICC પિચ કન્સલ્ટન્ટ સાથે રહે છે અને ભારતીય પિચ ક્યુરેટર્સ સાથે મળીને કામ કરે છે. તેથી જે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે તે પાયાવિહોણા છે.
આઈસીસીએ સેમીફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ ડે રાખ્યો છે. પરંતુ આજે મુંબઈમાં યોજાનારી બીજી સેમીફાઈનલમાં વરસાદની માત્ર એક ટકા શક્યતા છે.
The Second-Last dance pic.twitter.com/T00HDJjWUM
— Shubman Gill (@ShubmanGill) November 14, 2023
ન્યૂઝીલેન્ડનો લેફ્ટ આર્મ સ્પિનર મિચેલ સેન્ટનર ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. તેણે અત્યાર સુધી 9 મેચમાં 16 વિકેટ ઝડપી છે. તે કીવી ટીમ તરફથી સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. 59 રનમાં 5 વિકેટ શ્રેષ્ઠ પ્રદર્શન હતું.
ભારતીય ટીમ ચોથી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવા પર નજર રાખી રહી છે. ટીમ ઈન્ડિયા 1983માં ચેમ્પિયન બની હતી. 2003માં ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હાર્યો હતો. 2011માં શ્રીલંકાને હરાવીને વિજેતા બની હતી.
આ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં જો વરસાદ અથવા અન્ય કોઈ કારણોસર રમત બંધ થાય છે, તો અમ્પાયર બંને દાવમાં ઓછામાં ઓછી 20 ઓવર રમીને ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ મેચનું પરિણામ નક્કી કરવાનો પ્રયાસ કરશે. જો આ પણ શક્ય ન બને તો આ મેચ રદ થઈ જશે અને ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી જશે,
કારણ કે ભારતે ગ્રુપ સ્ટેજની તમામ મેચો જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. આ સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમ પાંચ જીત સાથે ચોથા સ્થાન પર છે.
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર મોહમ્મદ શમી શાનદાર પ્રદર્શન કરતો જોવા મળી રહ્યો છે. તેણે માત્ર 5 મેચમાં 16 વિકેટ લીધી હતી. જેમાંથી બે વખત તેણે 5 બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આવી સ્થિતિમાં ન્યુઝીલેન્ડ સામેની મેચમાં તમામની નજર મોહમ્મદ શમી પર રહેશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમીફાઇનલ મેચ વાનખેડેની પીચ નંબર-6 પર હશે. અહીં પ્રથમ 2 મેચ રમાઈ છે. ટોસ બપોરે 1.30 વાગ્યે થશે જ્યારે મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે.
રોડ ટકર અને રિચર્ડ ઇલિંગવર્થ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ સેમિફાઇનલમાં ઓન-ફીલ્ડ અમ્પાયર તરીકે રહેશે, જ્યારે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી મેચમાં નીતિન મેનન અને રિચર્ડ કેટલબ્રો ભૂમિકા ભજવશે.
ભારતીય ક્રિકેટ ટીમ સેમીફાઈનલ મેચ માટે વાનખેડે સ્ટેડિયમ પહોંચી
#WATCH | ICC World Cup | Team India arrives at Wankhede Stadium in Mumbai.
The team will face New Zealand in Semi Final 1 of the tournament today. #IndiaVsNewZealand pic.twitter.com/CrzbtDcBp4
— ANI (@ANI) November 15, 2023
ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં છે. ભારતે લીગ તબક્કામાં તેની તમામ નવ મેચ જીતી હતી અને વિજય રહીને સેમી ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આખી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ માત્ર બે મેચમાં ફેરફાર સાથે ઉતરી છે. પ્રથમ મેચમાં રમનાર અશ્વિનની જગ્યાએ શાર્દુલને બીજી મેચમાં તક મળી હતી અને ચોથી મેચમાં હાર્દિક ઈજાગ્રસ્ત થયા બાદ શાર્દુલના સ્થાને મોહમ્મદ શમીનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને ઈજાગ્રસ્તના સ્થાને સૂર્યકુમાર યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
ભારતીય ટીમ ચોથી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવા પર નજર રાખી રહી છે. ટીમ ઈન્ડિયા 1983માં ચેમ્પિયન બની હતી. 2003માં ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હાર્યો હતો. 2011માં શ્રીલંકાને હરાવીને વિજેતા બની હતી.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચ શરૂ થાય તે પહેલા જ વાનખેડેની પીચ ચર્ચામાં આવી ગઈ છે. તેનું કારણ એ રિપોર્ટ છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય ટીમ મેનેજમેન્ટના કહેવા પર પિચને બદલવામાં આવી છે. તેમાંથી ઘાસ કાઢીને તેને સ્લો બનાવવામાં આવી હતી.
Published On - 12:05 pm, Wed, 15 November 23