IND vs NZ: મયંક અગ્રવાલે બેટને ‘ઉંચુ-નિચુ’ કરવાની સલાહને માની અને કિસ્મત બદલાઇ ગઇ, દિગ્ગજે કહેલી ટેકનિકે સફળતા અપાવી

|

Dec 04, 2021 | 8:39 AM

મયંક અગ્રવાલે (Mayank Agarwal) આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા સામે બ્રિસ્બેનમાં આ શ્રેણી પહેલા તેની છેલ્લી ટેસ્ટ રમી હતી અને તે પછી જ મયંકને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

IND vs NZ: મયંક અગ્રવાલે બેટને ઉંચુ-નિચુ કરવાની સલાહને માની અને કિસ્મત બદલાઇ ગઇ, દિગ્ગજે કહેલી ટેકનિકે સફળતા અપાવી
Mayank Agarwal

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર મયંક અગ્રવાલ (Mayank Agarwal) માટે શુક્રવાર, 3 ડિસેમ્બર, એક યાદગાર દિવસ હતો. મયંકે ન્યૂઝીલેન્ડ (New Zealand) સામેની મુંબઈ ટેસ્ટ (Mumbai Test) ના પહેલા દિવસે, શાનદાર સદી ફટકારી અને ભારતીય ટીમને મુશ્કેલીથી બહાર કરી દીધી. ટીમ ઈન્ડિયા (Team India) માં પોતાનું ઓપનિંગ સ્થાન પાછું મેળવવા માટે સંઘર્ષ કરી રહેલા મયંકે પણ આ સદી સાથે ફોર્મમાં પરત ફરવાના સંકેત આપ્યા છે.

કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) અને મહાન ભારતીય ઓપનર સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar) મયંકને મદદ કરી, જેણે બે વર્ષની રાહ જોયા બાદ પોતાની પ્રથમ સદી ફટકારી. દ્રવિડે કોચ તરીકેની પોતાની જવાબદારી નિભાવતી વખતે તેને ગુરુ મંત્ર આપ્યો, પરંતુ ગાવસ્કરની એક સલાહે મયંકનું નસીબ બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી.

આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા સામેની બ્રિસ્બેન ટેસ્ટ બાદ ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન ગુમાવનાર મયંક અગ્રવાલને પ્લેઈંગ ઈલેવનમાં પુનરાગમન કરવા માટે યોગ્ય ઇનિંગની જરૂર હતી. રોહિત શર્મા અને કેએલ રાહુલની ગેરહાજરીને કારણે તેને આ શ્રેણીમાં ઓપનિંગ કરવાની તક મળી. કાનપુરમાં તે નિષ્ફળ ગયો હતો, પરંતુ મુંબઈમાં તેની અગાઉની નિષ્ફળતાઓને પાછળ છોડીને તેણે પહેલા જ દિવસે મહત્વની સદી ફટકારી હતી અને ટીમને બચાવવાની સાથે સાથે તેની કારકિર્દીને નવી ઉર્જા આપી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

 

રાહુલ દ્રવિડે ગુરુ મંત્ર આપ્યો

વાનખેડે સ્ટેડિયમમાં સદી ફટકારીને અણનમ પરત ફરેલા મયંકે કહ્યું કે મેચ પહેલા કોચ રાહુલ દ્રવિડે તેને એવી જાણકારી આપી હતી, જેને તેણે પોતાના મનમાં સ્થાયી કરી લીધી અને તેના આધારે પોતાની ઇનિંગ રમી.

મયંકે કહ્યું, જ્યારે મારી પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી થઈ ત્યારે રાહુલભાઈએ મારી સાથે વાત કરી. તેણે મને કહ્યું કે મારા હાથમાં જે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કર અને મેદાન પર જઈને મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરો. તેમણે મને કહ્યું, ‘જ્યારે તમે સારી શરૂઆત કરો છો, ત્યારે તેને મોટી ઇનિંગ્સમાં બદલવાનો પ્રયાસ કરો.’ મને મળેલી શરૂઆતનો ફાયદો ઉઠાવીને હું ખુશ છું. પણ રાહુલ ભાઈનો સંદેશ બહુ સ્પષ્ટ હતો કે મારે તેને યાદગાર બનાવવો જોઈએ.

 

ગાવસ્કરની સલાહ અને ટેકો તેમના ‘ખભા’ બન્યા

માત્ર દ્રવિડ જ નહીં, મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે પણ આ ભારતીય ઓપનરને મદદ કરી હતી. મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા ગાવસ્કરે જણાવ્યું હતું કે કેવી રીતે તેણે અગ્રવાલને બેક-લિફ્ટ (બેટ-હોલ્ડિંગ પોઝિશન) બદલવાની સલાહ આપી હતી. પાછળથી આ વાતનો ખુલાસો કરતાં મયંકે કહ્યું, તેમણે મને કહ્યું કે મારે મારી ઇનિંગ્સની શરૂઆતમાં બેટને થોડું નીચું રાખવાનું વિચારવું જોઈએ. હું તેને થોડુ ઊંચુ રાખું છું. હું તેને આટલા ઓછા સમયમાં બદલી શકતો નથી. તેમનો વીડિયો જોયા પછી મેં તેમના ખભાની સ્થિતિ પર ધ્યાન આપ્યું.

મયંક (120 અણનમ) સાથે રિદ્ધિમાન સાહા (25 અણનમ) એ પાંચમી વિકેટ માટે અણનમ 61 રનની ભાગીદારી કરીને ભારતને 221ના સ્કોર સુધી પહોંચાડ્યું હતું. હવે શનિવારે મેચના બીજા દિવસે બંને બેટ્સમેન પોતપોતાની ઈનિંગ્સને આગળ વધારશે.

 

આ પણ વાંચોઃ IND vs NZ: ચેતેશ્વર પૂજારાએ ‘શૂન્ય’ પર આઉટ થવાને લઇને નોંધાવ્યો નાપસંદ રેકોર્ડ, 40 ઇનીંગથી શતક લગાવી શક્યો નથી

આ પણ વાંચોઃ IND vs NZ: મુંબઇ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા માટે પ્રથમ દિવસે અપશુકનિયાળ નિવડ્યો ’80’ નો આંકડો, કોહલી-પુજારા પણ થઇ ગયા ત્રસ્ત

Published On - 8:36 am, Sat, 4 December 21

Next Article