IRE vs IND: શું છે DLS મેથડ? જેના કારણે વરસાદ છતાં ભારત જીત્યું, આયર્લેન્ડને હાથ લાગી નિરાશા

|

Aug 19, 2023 | 3:13 PM

ભારત અને આયર્લેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 માં ભારતની ટીમે આયર્લેન્ડને ડકવર્થ લુઇસ મેથડના કારણે બે રનથી માત આપી હતી. આ સ્થિતિમાં ઘણા ફેન્સના મનમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ડી.એલ.એસ નો નિયમ શું છે.

IRE vs IND: શું છે DLS મેથડ? જેના કારણે વરસાદ છતાં ભારત જીત્યું, આયર્લેન્ડને હાથ લાગી નિરાશા
India beat Ireland by 2 runs by DLS method
Image Credit source: BCCI Twitter

Follow us on

જસપ્રીત બુમરાહના (Japsrit Bumrah) નેતૃત્વમાં ભારતીય ટીમે મેજબાન આયર્લેન્ડને ત્રણ મેચની ટી20 શ્રેણીની પ્રથમ મેચમાં ડકવર્થ લુઇસ મેથડ હેઠળ 2 રનથી માત આપી હતી. પ્રથમ મેચમાં વરસાદના વિઘ્ન બાદ મેચ સમાપ્ત થઇ શકી ન હતી. ભારતીય ક્રિકેટ ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આયર્લેન્ડની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 139 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે આના જવાબમાં 6.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 47 રન બનાવ્યા હતા. આ બાદ મેચમાં વરસાદનો વિઘ્ન નડયો હતો અને વરસાદના કારણે મેચ સ્થગિત કરવામાં આવી હતી. જે બાદ ભારતીય ક્રિકેટ ટીમને વિજેતા જાહેર કરવામાં આવી.

ઘણા ક્રિકેટ ફેન્સના મનમાં ડી.એલ.એસ નિયમને લઇને પ્રશ્ન થયો હશે, કે ડકવર્થ લુઇસનો શું નિયમ છે જેના કારણે ભારતને વિજેતા ઘોષિત કરવામાં આવી. આ કેવી રીતે કામ કરે છે. ઘણી વખત આ નિયમની ટીકા પણ કરવામાં આવી છે. તો તમને જણાવી દઇએ કે ડી.એલ.એસ નો નિયમ શું છે.

શું છે ડકવર્થ લુઇસ નિયમ?

ડકવર્થ લુઇસ મેથડ મેથમેટિકલ ફોર્મુલેશને છે જેને હવામાન અથવા અન્ય કોઇ પરિસ્થિતિના કારણે જો મેચ સમાપ્ત થઇ શકતી નથી તો ઉપયોગમાં લેવામાં આવે છે. ડકવર્થ લુઇસનો નિયમ બીજી ઇનિંગ દરમિયાન બેટીંગ ટીમ માટે લક્ષ્ય નિર્ધારિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ પદ્ધતિ બે અંગ્રેજી આંકડાશાસ્ત્રીઓ (Statisticians), ફ્રેન્ક ડકવર્થ અને ટોની લુઇસ દ્વારા ઘડી કાઢવામાં આવી હતી. સૌ પ્રથમ આ નિયમને 1997 માં પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને 1999માં આઇસીસી એટલે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આધિકારિક રૂપથી ડકવર્થ લુઇસ નિયમને ઉપયોગમાં લેવામાં આવ્યો હતો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ડકવર્થ લુઇસ મેથડની ગણતરી

ડકવર્થ લુઇસ મેથડમાં ગણતરી બાકી રહેલી ઓવર અને વિકેટની પર આધારિત હોય છે. મેચ દરમિયાન આને ધ્યાનમાં રાખીને કોઇ ટીમ પોતાની રમતને ઝડપી અથવા ધીમી કરે છે. આ માટે જ ડકવર્થ લુઇસ નિયમ આ બંને વસ્તુઓ પર આધારિત હોય છે. આ માટે જ ડકવર્થ લુઇસમાં એક ટેબલ બનાવવામાં આવ્યો છે. રન, ઓવર અથવા વિકેટનું મૂલ્ય તેમાં બાકી રહેલી ઓવર અને વિકેટની સંખ્યા પર આધાર રાખે છે.

 

ડકવર્થનો નિયમ: ટીમ-2 નો લક્ષ્ય= ટીમ-1 નો સ્કોર * (ટીમ-2 દ્વારા ઉપયોગ કરાયેલ સંસાધનો/ટીમ-1 દ્વારા ઉપયોગમાં કરાયેલ સંસાધનો )

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article