IND Vs ENG T20 Match Report Today: ઋષભ પંત અને હાર્દીક પંડ્યાના દમ પર ભારતીય ટીમે ઈંગ્લેન્ડને ઘરમાંજ પછાડ્યુ, પંતની શાનદાર સદી

|

Jul 17, 2022 | 11:17 PM

IND Vs ENG T20 Match Report Today: હાર્દિક પંડ્યા અને ઋષભ પંતે મુશ્કેલ સ્થિતીમાંથી ભારતીય ટીમને જીતની નજીક પહોંચાડી હતી. પંતે શાનદાર સદી નોંધાવી હતી અને ભારતીય ટીમની જીત નિશ્ચિત કરી હતી.

IND Vs ENG T20 Match Report Today: ઋષભ પંત અને હાર્દીક પંડ્યાના દમ પર ભારતીય ટીમે ઈંગ્લેન્ડને ઘરમાંજ પછાડ્યુ, પંતની શાનદાર સદી
પંત અને પંડ્યાએ શાનદાર રમત રમી

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England) વચ્ચેની વન ડે સિરીઝનુ પરીણામ ત્રીજી અને અંતિમ મેચ સાથે માંચેસ્ટરમાં આવી ચુક્યુ છે. ભારતે  વન ડે સિરીઝને 2-0 થી જીતી લીધી છેે.  ભારતીય ટીમે આ પહેલા ટી20 સિરીઝને પોતાના નામે કરી લીધી હતી. બાદમાં વન ડે સિરીઝની પ્રથમ બંને મેચમાં એક ભારત અને એક ઈંગ્લેન્ડે જીતી હતી. અંતિમ મેચ નિર્ણયાક રહી હતી. માંચેસ્ટરમાં ભારતે ટોસ જીતીને રોહિત શર્માએ પહેલા ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ઇંગ્લેન્ડ ટીમ ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા 259 રનનો સ્કોર નોંધાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતીય ટીમ ખરાબ શરુઆત સાથે પીછો શરુ કર્યો હતો.ઋષભ પંતે (Rishabh Pant)  શાનદાર સદી તેમજ હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને અડધી સદી સાથેની રમત રમી ટીમને લક્ષ્યની નજીક લઈ ગયા હતા. પંતે અંતંંમાં વિજયી ચોગ્ગો ફટકારીને જીત અપાવી હતી. 42.1 ઓવરમાં જ ભારતે 261 રન સાથે 5 વિકેટે જીત મેળવી હતી.

ભારતીય ટીમની શરુઆત ખરાબ રહી હતી. ઇંગ્લેન્ડે આપેલો લક્ષ્યાંક પ્રથમ ઈનીંગના અંત બાદ સરળ લાગી રહ્યો હતો. પરંતુ ભારતની બેટીંગ ઈનીંગ શરુ થતા જ જાણે કે લક્ષ્ય મુશ્કેલ લાગવા લાગ્યુ હતુ. કારણ કે ભારતીય ટીમની ઓપનીંગ જોડી શિખર ધવન અને રોહિત શર્મા 21 રનના સ્કોરમાં જ પાંચ ઓવરની અંદર જ પેવેલિયન પરત ફરી હતી. શિખર ધવન માત્ર એક જ રન નોંધાવીને પરત ફર્યો હતો. તે રિસ ટોપ્લીનો મેચમાં પ્રથમ શિકાર હતો. જ્યારે રોહિત શર્મા 17 રન નોંધાવીને પરત ફર્યો હતો અને તે પણ ટોપ્લીનો શિકાર હતો.

વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ પણ ઝડપથી વિકેટ ગુમાવી બેઠા હતા. ભારતીય ટીમનો સ્કોર 34 રનની આસપાસ હતો. ત્યારે જ ભારતે કોહલી અને 72 રનના સ્કોરે સૂર્યકુમારની વિકેટ ગુમાવી દીધી હતી. કોહલી 22 બોલનો સામનો કરીને 17 રન અને સૂર્યા 28 બોલમાં 16 રન નોંધાવી પરત ફર્યો હતો. બંનેની વિકેટ સસ્તામાં ગુમાવવાને લઈ ભારતીય ટીમને હવે જીતની આશા ધૂંધળી બની ગઈ હતી. આ દરમિયાન ભારતીય ટીમને એક મહત્વની ભાગીદારી રમતની જરુર વર્તાઈ હતી. જે ઋષભ પંત અને હાર્દિક પંડ્યાની જોડીએ પૂરી કરી હતી.

અનિલ અંબાણીએ વર્ષો પછી તોડ્યો કમાણીનો રેકોર્ડ, એક વીકમાં 7,100 કરોડની કમાણી
ગુજરાતનું આ શહેર છે સૌથી ગરીબ શહેર
આ છે પાકિસ્તાનના 'અંબાણી', તમે અનિલ અંબાણીનું નામ ભૂલી જશો
જાણીતા ગુજરાતી ગાયક વિજય સુવાળા વિશે જાણો
50 રૂપિયાની નોટ પર મોટું અપડેટ, જાણો વિગત
સીડી વગર એક્ઝોસ્ટ ફેનમાંથી ધૂળ સાફ કરવાનો જુગાડ

પંત અને પંડ્યાની જોડીએ દમ દેખાડ્યો

ઋષભ પંત ફરી એકવાર સંકટમોચકના રુપમાં જોવા મળ્યો હતો. તેને નસીબે પણ સાથ પૂર્યો હતો. 18 રનના સ્કોર પર હતો ત્યારે કિપર બટલરે તેને જીવતદાન આપ્યુ હતુ. આમ તે નસીબના સાથને બેટથી રન નિકાળવામાં બદલવામાં સફળ રહ્યો હતો. પંતે ધીમી અને મક્કમ શરુઆત કરી હતી. તો તેને હાર્દિક પંડ્યાએ સાથ પૂર્યો હતો. આ દરમિયાન પંડ્યાએ સ્કોર બોર્ડને જરુરી રન રેટ સાથે ફેરવતો રહ્યો અને પંતે તેને સાથ પુરાવ્યો હતોં. પંડ્યા 55 બોલમાં 71 રન નોંધાવીને પરત ફર્યો હતો.

ત્યાર બાદ પંતે જવાબદારી પોતાના ખભે ઉપાડી લીધી અને પોતાની અડધી સદીની રમતને પ્રથમ વન ડે સદીમાં બદલવામાં સફળ રહ્યો હતો. આમ તેણે ગીયર બદલીને પ્રદર્શન દર્શાવતા 113 બોલમાં 125 રન નોંધાવીને જીત અપાવી હતી. તેણે અંતમાં વિલીની ઓવરમાં સળંગ 5 ચોગ્ગા જમાવી દીધા હતા. ત્યાર બાદ વિજયી ચોગ્ગો પણ આગળની ઓવરમાં પંતે ફટકાર્યો હતો.

Published On - 10:46 pm, Sun, 17 July 22

Next Article