India vs England 3rd ODI Match Live Streaming: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે ફાઈનલ મેચ, જાણો ક્યારે અને ક્યાં મેચ જોઈ શકશો

|

Jul 16, 2022 | 7:38 PM

Watch IND vs ENG ODI Today Match Live: ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે 3 મેચની વન ડે સિરીઝની છેલ્લી અને ફાઈનલ મેચ રવિવારે રમાશે.

India vs England 3rd ODI Match Live Streaming: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે ફાઈનલ મેચ, જાણો ક્યારે અને ક્યાં મેચ જોઈ શકશો
Team India
Image Credit source: AFP

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રવિવારે વનડે સિરીઝની ફાઈનલ મેચ રમાશે. બંને વચ્ચે 3 મેચની સિરીઝ 1-1થી બરાબર છે અને છેલ્લી મેચ માન્ચેસ્ટરમાં રમાશે. ભારતીય ટીમે (Indian team) પહેલી મેચ 10 વિકેટે જીતી લીધી હતી, પરંતુ બીજી મેચમાં ઈંગ્લેન્ડે જોરદાર બદલો લીધો હતો અને 100 રનથી જીત નોંધાવીને સિરીઝને રસપ્રદ બનાવી હતી. રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાની નજર હવે સિરીઝ જીતવા પર છે, પરંતુ આ જીત માટે ભારતના ટોપ ઓર્ડરને સારું પ્રદર્શન કરવું પડશે, જે બીજી મેચમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યું હતું.

પહેલી વનડેમાં ભારત માટે જસપ્રીત બુમરાહે 19 રનમાં 6 વિકેટ ઝડપી હતી અને બીજી મેચમાં 2 વિકેટ ઝડપી હતી. જ્યારે બીજી વનડે મેચમાં રીસ ટોપલીએ 24 રન આપીને 6 વિકેટ લીધી હતી. માન્ચેસ્ટરની આ પિચની વાત કરીએ તો ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરે છે. આ મેદાન પર સૌથી મોટો વનડે સ્કોરનો રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે છે. ઈંગ્લેન્ડે ત્યાં 396 રન બનાવ્યા હતા. જ્યારે આ મેદાન પર ભારતનો સૌથી મોટો વન ડે સ્કોરનો રેકોર્ડ 336 રનનો છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ODI મેચ ક્યાં રમાશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ODI ઓલ્ડ ટ્રેફોર્ડના માન્ચેસ્ટરમાં રમાશે.

આ પણ વાંચો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ODI ક્યારે રમાશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ODI મેચ 17 જુલાઈ રવિવારના રોજ રમાશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ODI મેચ કેટલા વાગે શરુ થશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ODI મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 કલાકે શરૂ થશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ODI મેચનું લાઈવ પ્રસારણ ક્યાં જોઈ શકશો?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ODI મેચનું લાઈવ પ્રસારણ સોની નેટવર્કની ચેનલ પર જોઈ શકાશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ODI મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકશો?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ODI મેચનું લાઈવ સ્ટ્રીમિંગ હિન્દીમાં તમે સોની ટેન 3 પર જોઈ શકશો જ્યારે અંગ્રેજી ભાષામાં સોની સિક્સ પર જોઈ શકશો. tv9gujarati.com પર લાઈવ અપટેડ વાંચી શકશો

Next Article