India vs England 2nd ODI Match Preview: વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડને તેના જ ઘરમાં પછાડશે ટીમ ઈન્ડિયા! T20 બાદ ODI શ્રેણીમાં મજબૂત ઈરાદો

|

Jul 13, 2022 | 8:16 PM

ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) ટી-20 સિરીઝમાં ઇંગ્લેન્ડને તેના જ ઘરમાં હરાવ્યું હતું અને હવે ટીમ ઈન્ડિયાની નજર ODI સિરીઝ પર પણ કબજો કરવા પર છે, જેની તે ખૂબ જ નજીક છે.

India vs England 2nd ODI Match Preview: વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડને તેના જ ઘરમાં પછાડશે ટીમ ઈન્ડિયા! T20 બાદ ODI શ્રેણીમાં મજબૂત ઈરાદો
Team India એ પ્રથમ વન ડે માં 10 વિકેટે જીત મેળવી હતી (Photo AFP)

Follow us on

ઈંગ્લેન્ડની ટીમ વન-ડેમાં વિશ્વ ચેમ્પિયન છે, પરંતુ મંગળવારે આ વિશ્વ વિજેતાની હાલત વધુ ખરાબ થઈ ગઈ. રોહિત શર્મા (Rohit Sharma) ની કપ્તાનીવાળી ભારતીય ટીમે (Indian Cricket Team) ઈંગ્લેન્ડને 10 વિકેટે કારમી હાર આપી હતી. હવે આ બંને ટીમો ગુરુવારે બીજી વનડેમાં આમને-સામને ટકરાશે, જ્યાં ઈંગ્લેન્ડ શ્રેણી બરોબરી કરવાનો પ્રયાસ કરશે, ત્યારે આત્મવિશ્વાસથી ભરપૂર ભારતીય ટીમ ત્રણ મેચની શ્રેણીમાં વિજયી લીડ લેવાના ઇરાદા સાથે લોર્ડ્સમાં બીજી વનડેમાં ફરી એકવાર ઇંગ્લેન્ડ પર પ્રભુત્વ મેળવશે. જો કે આ મેચ પહેલા ભારત માટે કોઈ સારા સમાચાર નથી. ગ્રોઈન ઈંજરીને કારણે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) નું આ મેચમાં રમવું શંકાસ્પદ છે. લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા પૂર્વ ભારતીય કેપ્ટન કોહલી સ્નાયુમાં ખેંચાણના કારણે પ્રથમ વનડેમાં રમી શક્યો ન હતો અને તે બીજી મેચ માટે ફિટ છે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.

કોહલી વિશેના મીડિયા અહેવાલો અનુસાર તે બીજી મેચમાંથી પણ બહાર થઈ જશે, જોકે આ બાબતની સ્પષ્ટ હકીકત મેચના દિવસે જ ખબર પડશે. ભારત પર કોહલીના ખરાબ પ્રદર્શનની સીમિત ઓવરોની મેચમાં બહુ અસર થઈ નથી કારણ કે ટીમ વનડે અને ટી-20 બંનેમાં સારું પ્રદર્શન કરી રહી છે. ભારતે ઇંગ્લેન્ડ સામેની T20I શ્રેણી 2-1થી જીત્યા બાદ મંગળવારે પ્રથમ ODIમાં 10 વિકેટે આરામદાયક જીત નોંધાવી હતી.

અન્ય ખેલાડીઓ માટે મોકો

કોહલીની ગેરહાજરીનું નુકસાન એ છે કે દેશના ટોચના બેટ્સમેનને દબાણથી ભરેલા મુકાબલામાં નક્કર પ્રદર્શન કરવાની તક મળી રહી નથી. જ્યારે બીજી બાજુ એ છે કે અન્ય બેટ્સમેનોને પોતાને સાબિત કરવાની તક મળી રહી છે. જેમકે નોટિંગહામમાં છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૂર્યકુમાર યાદવે સદી ફટકારી હતી. જ્યારે બીજી મેચમાં કોહલીની ઉપલબ્ધતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે, પ્રથમ મેચમાં ભારતની જીતનો હીરો બનેલા ઝડપી બોલર જસપ્રિત બુમરાહે કહ્યું, “હું છેલ્લી T20માં રમ્યો ન હતો અને તે (કોહલી) આજે (મંગળવારે) રમ્યો ન હતો. . મારી પાસે તેની ઈજા અંગે કોઈ અપડેટ નથી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જો કોહલી 100 ટકા ફિટ થયા વિના પુનરાગમન કરવા માટે ઉતાવળ કરે છે, તો તેને માસપેશિયોમાં થયેલ ખેંચાણની સમસ્યા મોટી ઈજામાં ફેરવાઈ શકે છે.

શ્રેયસ અય્યર પર રહેશે નજર

રોહિત શર્મા અને તેની ટીમ આશા રાખશે કે લોર્ડ્સની પિચ પરથી પણ તેમના બોલરોને ઓવલ જેવી મદદ મળશે. બુમરાહ શાનદાર ફોર્મમાં છે જ્યારે મોહમ્મદ શમી કોઈપણ હરીફ બેટિંગ ઓર્ડરને ખતમ કરવામાં સક્ષમ છે. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શ્રેયસ અય્યર પર વધુ ધ્યાન આપશે, જેની શોર્ટ બોલ સામે મુશ્કેલી વધી રહી છે. વિશ્વભરના બોલરો અય્યરને શોર્ટ પિચ બોલ પર આઉટ કરી રહ્યા છે અને લેગ-સાઇડમાં જઈને શોટ માટે જગ્યા બનાવવાની તેની વ્યૂહરચના પણ નિષ્ફળ રહી છે. દીપક હુડ્ડા જેવો કેલિબર ધરાવતો ખેલાડી ટીમમાં સ્થાન મેળવવાની રાહ જોઈ રહ્યો છે અને આવી સ્થિતિમાં અય્યર પર વધુ સારું પ્રદર્શન કરવાનું દબાણ રહેશે.

રોહિત પાસે આત્મવિશ્વાસ

ઓવલમાં, રોહિતે 58 બોલમાં અણનમ 76 રનની ઇનિંગ રમી અને સાથી ઓપનર શિખર ધવન સાથે મળીને ભારતને લક્ષ્ય સુધી પહોંચાડ્યું, જેના કારણે અન્ય બેટ્સમેનોને ઓવલની પીચ પર પોતાને ચકાસવાની તક મળી ન હતી. આત્મવિશ્વાસુ કેપ્ટન બોલ્ડ નિર્ણયો લઈ શકે છે અને ઓવલમાં રન બનાવ્યા બાદ રોહિત લોર્ડ્સમાં આત્મવિશ્વાસ ધરાવતો હશે.

ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ પોતાની ક્ષમતા બતાવવી પડશે

જોસ બટલર, જો રૂટ, બેન સ્ટોક્સ, જોની બેરસ્ટો, જેસન રોય અને લિયામ લિવિંગ્સ્ટનનો સમાવેશ કરતી બેટિંગ લાઇન અપ કોઈપણ બોલિંગ આક્રમણને કચડી શકે છે. પરંતુ આ તમામ બેટ્સમેનો ઓવલ ખાતે ઝડપી બોલિંગની સ્થિતિમાં નિષ્ફળ રહ્યા છે. લોર્ડ્સની પિચ સામાન્ય રીતે બેટિંગ માટે અનુકૂળ હોય છે પરંતુ પ્રસિદ્ધ કૃષ્ણા જેવા ઉભરતા બોલરોએ પણ મેદાનમાં ઢોળાવ સાથે સંતુલિત થવું પડશે. ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે અને કદાચ બીજી આસાન જીત સાથે શ્રેણી જીતવા માંગશે.

બંને ટીમો નીચે મુજબ છે.

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.

ઈંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, જોની બેયરિસ્ટો, હેરી બ્રુક, બ્રાઈડન કાર્સ, સેમ કરન, લિયામ લિવિંગ્સ્ટન, ક્રેગ ઓવરટન, મેથ્યુ પાર્કિન્સન, જો રૂટ, જેસન રોય, ફિલ સોલ્ટ, બેન સ્ટોક્સ, રીસ ટોપલી, ડેવિડ વિલી.

 

 

 

Published On - 8:07 pm, Wed, 13 July 22

Next Article