
ભારતે ઈંગ્લેન્ડ (India vs England) સામે ટી20 શ્રેણી જીતી લીધી છે અને રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાની નજર હવે વનડે શ્રેણી પર છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મંગળવારે 3 મેચની ODI સિરીઝની પ્રથમ મેચ રમાશે. કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) નું માનવું છે કે ટીમ ઈન્ડિયાએ પોતાનું આક્રમક વલણ જાળવી રાખવું જોઈએ. શિખર ધવન (Shikhar Dhawan) માટે પણ આ સિરીઝ ઘણી મહત્વની બની રહી છે. કારણ કે તે હાલમાં માત્ર ODI ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે અને તેને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે.
ફરી એકવાર બધાની નજર વિરાટ કોહલી પર રહેશે, જે લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. તે ઈંગ્લેન્ડ સામેની 3 મેચની T20 શ્રેણીમાં પણ ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. સિરીઝમાં તેનું બેટ બિલકુલ ચાલ્યું ન હતું અને તેને ફિલ્ડિંગને લઈને ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. હવે તેના પર રન બનાવવાનું ઘણું દબાણ છે. વનડેમાં, તેની પાસે તેની ગતિ પાછી મેળવવા માટે થોડો વધુ સમય હશે. તે જ સમયે, ભૂતપૂર્વ કેપ્ટન તરીકે જોસ બટલરની આ પ્રથમ વનડે શ્રેણી છે. ઈયોન મોર્ગનની નિવૃત્તિ બાદ તેને ઈંગ્લિશ ટીમની જવાબદારી સોંપવામાં આવી હતી.
IND vs ENG: જાણો પ્રથમ ODI ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વનડે લંડનના ઓવલ ખાતે રમાશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વનડે મેચ 12 જુલાઈ મંગળવારે રમાશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ODI મેચ IST સાંજે 5:30 વાગ્યે શરૂ થશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ODI મેચનું જીવંત પ્રસારણ સોની નેટવર્કની ચેનલ પર જોઈ શકાશે. હિન્દી માટે તમે તેને સોની ટેન 3 પર જોઈ શકો છો, જ્યારે તમે તેને અંગ્રેજીમાં જોવા માટે સોની સિક્સ પર જઈ શકો છો. આ આ ઉપરાંત Tv9 Gujarati પર લાઈવ અપડેટ માહિતી મેળવી શકાશે.
Published On - 8:34 pm, Mon, 11 July 22