IND vs BAN: ઢાકા ટેસ્ટ રવિવારે રોમાંચક મોડમાં પહોંચશે! ભારતનો 7 વર્ષનો ‘રેકોર્ડ’ ચિંતાજનક

|

Dec 24, 2022 | 9:31 PM

ઢાકા ટેસ્ટમાં ભારતીય ટીમ હજુ 100 રન દૂર લક્ષ્યથી છે. મેચની અંતિમ ઈનીંગ શરુ થઈ ગઈ છે, ભારતીય ટીમ 145 રનના આસાન લક્ષ્ય સામે માત્ર 45 રનના સ્કોરમાંજ 4 વિકેટ ગુમાવી ચુક્યુ છે.

IND vs BAN: ઢાકા ટેસ્ટ રવિવારે રોમાંચક મોડમાં પહોંચશે! ભારતનો 7 વર્ષનો રેકોર્ડ ચિંતાજનક
ભારતે લક્ષ્યનો પીછો કરતા 45 રનમાં 4 વિકેટ ગુમાવી

Follow us on

ઢાકા ટેસ્ટ માં ભારતીય ટીમની બેટિંગ બીજી ઈનીંગની શરુ થઈ ત્યાં સુધી કોઈ જ મનમાં મુશ્કેલીઓ લાગી રહી નહોતી. ભારતીય ટીમ શાનદાર વિજય મેળવશે એ આશાએ ચારેય તરફ માહોલ ખુશનુમા લાગી રહ્યો હતો. પરંતુ અંતિમ ઈનીંગ એટલે કે મેચની ચોથી ઈનીંગ શરુ થઈ હતી. ટીમ ઈન્ડિયા લક્ષ્યએ લક્ષ્યનો પિછો કરવો શરુ કર્યો હતો. માહોલ બદલાઈ ગયો. જીતની ખુશીઓની આશાઓને બદલે ચિંતાઓના વાદળ ઘેરાવા લાગ્યા. કારણ કે એક તરફ ટોપ ઓર્ડર પેવેલિયનમાં પરત ફર્યો., તો બીજી તરફ પીછો કરવાના આંકડાઓ યાદ આવવા લાગતા ચિંતાઓ છવાઈ જવા લાગી.

ભારતીય ટીમ આમતો ટેસ્ટ ક્રિકેટમાં પોતાના ઝંડો દેશ વિદેશમાં લહેરાવી રહ્યુ છે. ટેસ્ટ મેચ, ટેસ્ટ સિરીઝમાં ભારતે શાનદાર રીતે પાછળના વર્ષોમાં જીતી બતાવી છે. પરંતુ છેલા કેટલાક વર્ષોની રમતના આંકડા પિછો કરવાના મામલામાં જોઈને હવે ચિંતા થવા લાગી છે.

ઢાકા ટેસ્ટ રોમાંચક બનશે

હવે રવિવારે સવારે જ્યારે રમત શરુ થશે, ત્યારે ક્રિકેટ ચાહકોનો દિલની ધડકનો વધી ચુકી હશે. કારણ કે અગાઉ ત્રણેય ઈનીંગમાં પોતાનો હાથ ઉપર રાખનાર ભારતીય ટીમની સ્થિતી મુશ્કેલ જોવા મળી શકે છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ બેટથી કમાલ કરવા ઈચ્છશે અને બાંગ્લાદેશના ખેલાડીઓ બોલથી. આ બંને વચ્ચેની ટક્કર ખરાખરીના જંગ જેવી બની રહેશે. કારણ કે ભારતીય ટીમ પાસે લક્ષ્ય હવે માત્ર 100 રન દૂર છે અને બીજી તરફ ટોપ ઓર્ડરની ગેરહાજરીમાં લક્ષ્ય સુધી પહોંચવાનુ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

શરુઆતમાં આસાન લાગતુ લક્ષ્ય હવે મુશ્કેલ બની શકે છે. કારણ કે સ્થિતીનો ચિતાર હવે આંકડાઓ બતાવી રહ્યા છે. આંકડાઓ મુજબ જ ભારતીય ટીમની બીજી ઈનીંગ શરુ થઈ છે. શુભમન ગિલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા સહિતના ખેલાડીઓ પેવેલિયન પરત ફરી ચુક્યા છે.

ચિંતા કરાવી રહ્યા છે આ આંકડા

આંકડાઓ પર નજર કરશો તો દિલની ધડકન વધી જશે. જે મેચના પરિણામ સુધી વધારે જ રહેશે. કારણ કે આંકડાઓ જોવામાં આવે તો ચોથી ઈનીંગ દરમિયાન ભારતીય ટીમ આવી સ્થિતીમાં પરીણામ ખાસ લાવી શકી નથી. ભારતે ચોથી ઈનીંગ રમીને 140 કે તેથી વધારે રનનુ લક્ષ્ય પાર કરવાનુ હોય એવી સ્થિતીમાં માત્ર એક જ વાર સફળતા મેળવી છે. એટલે કે વર્ષ 2015 થી આવી 14 ટેસ્ટ મેચો રહી છે. જેમાં ભારતે માત્ર એક જ મેચમાં વિજય મેળવ્યો છે. જ્યારે 9 મેચમાં હાર મળી છે. આ દરમિયાન 4 મેચ ડ્રો રહી છે.

ઢાકામાં તો મેચને ડ્રોમાં પહોંચવાનો તો કોઈ અવકાશ જ નથી. કારણ કે પૂરા 2 દિવસની રમત બાકી છે. તો બીજી તરફ ભારતને જોઈએ છે તો માત્ર જીત. 2021 ના દરમિયાન ઓસ્ટ્રેલિયામાં બ્રિસબેન ટેસ્ટમાં ભારતે 329 રનનુ લક્ષ્ય પાર કર્યુ હતુ. ઋષભ પંત આ મેચનો હિરો રહ્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયા સામે ભારતને જીત અપાવી હતી. આ સિવાય ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે આવી સ્થિતીમાં પિછો કરતા ભારતને હાર સહન કરવી પડી છે.

ઢાકામાં ભારતની સ્થિતીઃ 6 વિકેટ, 100 રન

ચોથા દિવસની રમત રવિવારે રમાનાર છે. ભારતે ત્રીજા દીવસની રમતના અંતે ચોથી ઈનીંગમાં 45 રનનો સ્કોર નોંધાવ્યો છે. આ દરમિયાન ભારતે 4 વિકેટ ગુમાવી દીધી છે. જ્યારે 100 રન દૂર લક્ષ્ય છે. હવે 6 વિકેટ હાથ પર રહી છે. આવી સ્થિતીમાં આંકડાઓને જોતા ભારત માટે લક્ષ્યને પાર કરવુ આસાન પણ નથી. જોકે હજુ, અક્ષર પટેલ અને જયદેવ ઉનડકટ બંને ગુજ્જુ ખેલાડીઓ રમતમાં છે. આ ઉપરાંત બ્રિસબેન ટેસ્ટનો હિરો ઋષભ પંત અને શ્રેયસ અય્યર બાકી છે. હવે જોવાનુ એ રહે છે કે, પરિણામ કયા આંકડાઓ તરફ આગળ વધે છે. જોકે આ સ્થિતીમાં મેચ રોમાંચક મોડમાં રહી શકે છે.

 

 

Published On - 9:30 pm, Sat, 24 December 22

Next Article