‘કિંગ કોહલી’ લંડનથી સીધો મોહાલી પહોંચ્યો, ઓસ્ટ્રેલિયા સામે રનનો વરસાદ કરવા તૈયાર

વિરાટ કોહલી લંડનમાં સમય વિતાવ્યા બાદ મોહાલી પહોંચી ગયો છે. ભારતે મોહાલીમાં જ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ T20 રમશે.કોહલીએ મોહાલીના આઈએસ બિંદ્રા સ્ટેડિયમમાં 2 ટી20 મુકાબલો રમશે.

કિંગ કોહલી લંડનથી સીધો મોહાલી પહોંચ્યો, ઓસ્ટ્રેલિયા સામે રનનો વરસાદ કરવા તૈયાર
વિરાટ કોહલી લંડનથી સીધો મોહાલી પહોંચ્યો
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Sep 18, 2022 | 4:00 PM

India Vs Australia : એશિયા કપ 2022માં ભારતીય ટીમની સફર સુપર 4માં જ પૂર્ણ થઈ ગઈ હતી. ત્યારબાદ ટીમના ખેલાડીઓ ઘરે પરત ફર્યા હતા અંદાજે 10 દિવસના બ્રેક બાદ હવે ટીમ ઈન્ડિયા મોહાલીમાં પોતાની રમત દેખાડશે. ટીમ ઈન્ડિયા (Team India)ના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી રવિવારના રોજ મોહાલી પહોંચ્યો છે. જ્યાં ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 મેચની સીરિઝનો પ્રથમ મુકાબલો રમશે. કોહલી મોહાલીના મેદાનમાં શાનદાર રેકોર્ડ છે. ઓસ્ટ્રેલિયા અનેક વખત કોહલીના તોફાનનો શિકાર બન્યું છે.

કોહલી પહોંચ્યો મોહાલી

 

 

વિરાટ કોહલી એશિયા કપ બાદ સીધો લંડન પહોંચ્યો હતો. જ્યાં તેની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાની આવનારી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. કોહલી મોહાલી પહોચ્યો છે અને પ્રેક્ટિસ માટે રવાના થયો હતો. વિરાટ માટે એશિયા કપ ખુબ ખાસ રહ્યો હતો. 2 અડધી સદી અને લાંબા સમય બાદ કરિયરની 71મી સદી ફટકારી હતી. હવે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ ફોર્મ ચાલુ રાખશે. ટી20 વર્લ્ડકપ પહેલા પણ ચાહકોની નજર વિરાટ પર જ હતી.

કોહલી માટે લકી છે મોહાલીનું મેદાન

કોહલીએ મોહાલીના આઈએસ બિંદ્રા સ્ટેડિયમમાં 2 ટી20 મુકાબલો રમશે. આ બંન્ને મુકાબલામાં તેમણે 154 રન બનાવ્યા છે. વર્ષ 2016માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 82 રનની ઈનિગ્સ રમી હતી. વર્ષ 2019માં તેમણે સાઉથ આફિકા વિરુદ્ધ 82 રન બનાવ્યા હતા. આ સિવાય કોહલી અહિ 7 વન-ડે મેચ રમી છે. જેમાં તેના નામ 309 રન છે. કોહલીએ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વર્ષ 2016માં આ જ મેદાન પર 154 રનની અણનમ પારી રમી હતી.

મોહમ્મદ શમી આઉટ

અનુભવી ઝડપી બોલર ઉમેશ યાદવને ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની T20 સિરીઝ માટે મોહમ્મદ શમીની જગ્યાએ ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. કોવિડ-19 માટે શમીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે જેના કારણે તે આ સિરીઝમાં રમી શકશે નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તે ઓસ્ટ્રેલિયા સામેની આગામી ત્રણ T20I સિરીઝ રમશે નહિ. પસંદગી સમિતિએ તેના સ્થાને ઉમેશ યાદવને ટીમમાં સામેલ કર્યો છે.

Published On - 3:35 pm, Sun, 18 September 22