India Vs Australia: ઉસ્માન ખ્વાઝા ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે નથી આવી રહ્યો ભારત, જાણો શુ છે મામલો

|

Feb 01, 2023 | 11:08 AM

ઓસ્ટ્રેલિયાની ટીમ સિડનીથી ભારત પ્રવાસે આવવા માટે મંગળવારે રવાના થઈ હતી. ભારત અને ઓસ્ટ્રલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી 4 ટેસ્ટ મેચોની સિરીઝ શરુ થઈ રહી છે

India Vs Australia: ઉસ્માન ખ્વાઝા ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે નથી આવી રહ્યો ભારત, જાણો શુ છે મામલો
Usman Khawaja વિઝા ઈસ્યૂને લઈ સિડનીમાં રોકાયો

Follow us on

બુધવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની T20 સિરીઝની અમદાવાદમાં અંતિમ મેચ રમાનારી છે. આ સાથે જ વ્હાઈટ બોલ ક્રિકેટની સિરીઝ સમાપ્ત થતા જ ન્યુઝીલેન્ડની ટીમ ભારત પ્રવાસથી પરત ફરશે. જોકે આ પહેલા જ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ભારત પ્રવાસે પહોંચી આવી ચુકી હશે. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે સૌથી પહેલા ટેસ્ટ સિરીઝ રમાનારી છે. આગામી 9 ફેબ્રુઆરીથી બોર્ડર-ગાવાસ્કર ટ્રોફીની શરુઆત થશે. જેમાં 4 ટેસ્ટ મેચ રમાનારી છે. આ માટે ઓસ્ટ્રેલિયાથી ભારત આવવા માટે કાંગારુ ટીમ રવાના થઈ ચુકી છે, પરંતુ તેમનો ફોર્મમાં રહેલો સ્ટાર ખેલાડી ઉસ્માન ખ્વાઝા સિડની જ રહી ગયો છે. વિઝા નહીં મળવાને લઈ તે સિડનીમાં જ રોકાઈ જવા મજબૂ રહ્યો હતો.

ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત પ્રવાસ પર નિકળી ચુકી છે, પરંતુ ઉસ્માનને વિઝા નહીં મળવાને લઈ ટીમ સાથે ઉડાન ભરી શક્યો નહોતો. ઉસ્માનને ટીમના રવાના થવા અગાઉ શેનવોર્ન ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

ખ્વાઝાએ શેર કર્યુ મીમ

સિડની થી ભારત આવવા માટે ઓસ્ટ્રેલિયાની ટીમ મંગળવારે રવાના થઈ હતી. સિડનીમાં એવોર્ડ સમારોહ યોજવામાં આવ્યો હતો, જ્યાંથી સીધી જ ટીમ ભારત પ્રવાસ માટે આવવા નિકળી હતી. પરંતુ પેટ કમિન્સની આગેવાની ધરાવતી ટીમમાં ઉસ્માન ખ્વાઝા ફ્લાઈટમાં સવાર થઈ શક્યો નહોતો. તેને વિઝાનો ઈસ્યૂ સર્જાતા તેના સિવાય ખેલાડીઓએ ફ્લાઈટ પકડી હતી.

સ્ટાર ઓસ્ટ્રેલિયન ખેલાડીએ પોતાની મજબૂર સ્થિતીને લઈ એક મીમ સોશિયલ મીડિયા પર શેર કર્યુ હતુ. જેમાં તેણે લખ્યુ હતુ કે-હું ખુદ ભારતીય વિઝાની રાહ જોતો. તેણે આ સાથે કેટલાક આ સ્થિતીને લઈ હેશટેગ પણ જોડ્યા હતા.

 

 

 

ગુરુવારે રવાના થશે

આ દરમિયાન મીડિયા રિપોર્ટસ મુજબ ખ્વાઝા ગુરુવારે ભારત આવવા માટે રવાના થઈ શકે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ મીડિયા સાથે વાતચિતમાં અપડેટ આપ્યુ હતુ. બોર્ડે બતાવ્યુ હતુ કે, ટીમના રવાના થવા દરમિયાન ખ્વાઝાના વિઝા ક્લીયર થઈ શક્યા નહોતા. તે હવે ગુરુવારે ભારત માટે ફ્લાઈટ ભરી શકે છે. આમ હવે તે ગુરુવારે ભારતમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની ટ્રેનિંગનો હિસ્સો નહીં બની શકે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીએ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરમાં રમાનરી છે. ખ્વાઝા ભારતમાં એક પણ ટેસ્ટ મેચ રમ્યો નથી. જોકે તે હાલમાં ફોર્મમાં ચાલી રહ્યો છે અને ઓસ્ટ્રેલિયા માટે મહત્વનો બેટર છે. ખ્વાઝા ટેસ્ટ ક્રિકેટમાં પાછળના એક વર્ષમાં 67.50ની સરેરાશથી 1080 રન નોંધાવી ચુક્યો છે.

Published On - 10:44 am, Wed, 1 February 23

Next Article