WTC FINAL 2023 : ટેસ્ટ કરિયરમાં 5000 રન પૂરા કરનાર 13મો ભારતીય બન્યો અજિક્ય, પ્રથમ સેશનમાં ‘રહાણે-શાર્દુલ’ ભારત માટે બન્યા તારણહાર

|

Jun 09, 2023 | 6:20 PM

આ સેશનમાં શ્રીકર ભરત ખૂબ જ વહેલો આઉટ થઈ ગયો હતો, પરંતુ તે પછી રહાણે અને શાર્દુલ ટીમ ઈન્ડિયાને પરત લાવ્યા હતા. જો કે ઓસ્ટ્રેલિયન ટીમે પણ બંનેને ઘણા જીવ આપ્યા હતા. કાંગારૂ સુકાની કમિન્સે બંનેને એક વખત આઉટ કર્યા હતા, પરંતુ બંને પ્રસંગોએ તે લાઇનની આગળ બોલ હતો અને તે નો બોલ હતો.

WTC FINAL 2023 : ટેસ્ટ કરિયરમાં 5000 રન પૂરા કરનાર 13મો ભારતીય બન્યો અજિક્ય, પ્રથમ સેશનમાં રહાણે-શાર્દુલ ભારત માટે બન્યા તારણહાર
Ajinkya Rahane

Follow us on

London : ત્રીજા દિવસે પ્રથમ સત્રનો ખેલ પૂરો થયો. ભારતીય ટીમે છ વિકેટે 260 રન બનાવ્યા છે. અજિંક્ય રહાણે 89 અને શાર્દુલ 36 રન બનાવીને રમી રહ્યા છે. બંને વચ્ચે સાતમી વિકેટ માટે 108 રનની ભાગીદારી થઈ છે. આ સાથે ભારતીય ટીમ તરફથી ફોલોઓનનો ખતરો પણ લગભગ ટળી ગયો છે. ફોલોઓનથી બચવા માટે ભારતને નવ રનની જરૂર છે. જો કે ટીમ ઈન્ડિયા હજુ પણ ઓસ્ટ્રેલિયાના સ્કોરથી 209 રન પાછળ છે.

આ સેશનમાં શ્રીકર ભરત ખૂબ જ વહેલો આઉટ થઈ ગયો હતો, પરંતુ તે પછી રહાણે અને શાર્દુલ ટીમ ઈન્ડિયાને પરત લાવ્યા હતા. જો કે ઓસ્ટ્રેલિયન ટીમે પણ બંનેને ઘણા જીવ આપ્યા હતા. કાંગારૂ સુકાની કમિન્સે બંનેને એક વખત આઉટ કર્યા હતા, પરંતુ બંને પ્રસંગોએ તે લાઇનની આગળ બોલ હતો અને તે નો બોલ હતો.

અજિંક્ય રહાણેએ આ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી અને ટેસ્ટ કરિયરમાં પોતાના 5000 રન પણ પૂરા કર્યા હતા. તેણે શાર્દુલ ઠાકુર સાથે શાનદાર ભાગીદારી કરીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું. ઓસ્ટ્રેલિયાની ખરાબ ફિલ્ડિંગને કારણે બંને ખેલાડીઓને ઘણા જીવનદાન પણ મળી છે. અજિંક્ય રહાણે ટેસ્ટ કરિયરમાં 5000 રન કરનાર 13મો ભારતીય ખેલાડી બન્યો છે અને 100 કેચ પકડનાર 7મો ભારતીય ખેલાડી બન્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ભારત માટે ટેસ્ટમાં 5000 રન કરનાર ખેલાડીઓ

  • કપિલ દેવ (5248)
  • ગુંડપ્પા વિશ્વનાથ (6080)
  • મોહમ્મદ અઝહરુદ્દીન (6215)
  • દિલીપ વેંગસરકર (6868)
  • ચેતેશ્વર પુજારા (7168*)
  • સૌરવ ગાંગુલી (7212)
  • વિરાટ કોહલી (8430*)
  • સેહવાગ (8503)
  • વીવીએસ લક્ષ્મણ (8781)
  • સુનીલ ગાવસ્કર (10122)
  • રાહુલ દ્રવિડ (13265)
  • સચિન તેંડુલકર (15921)
  • રહાણે ( 5000*)

ભારતીય ટીમ માટે 100 કેચ પકડનાર ખેલાડીઓ

  • 209 – રાહુલ દ્રવિડ
  • 135 – વિવિસ લક્ષ્મણ
  • 115 – સચિન તેંડુલકર
  • 109 – વિરાટ કોહલી
  • 108 – સુનીલ ગાવસ્કર
  • 105 – મોહમ્મદ અઝહરુદ્દીન
  • 100* – અજિંક્ય રહાણે

બંને ટીમોના પ્લેઇંગ-11 ખેલાડીઓ

ભારતીય ટીમ : રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત , રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયા ટીમ: પેટ કમિન્સ , ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી , નાથન લિયોન, મિશેલ સ્ટાર્ક, સ્કોટ બોલેન્ડ.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:40 pm, Fri, 9 June 23

Next Article