ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં બોર્ડર ગાવાસ્કર ટ્રોફી રમાઈ રહી છે. ભારતે શરુઆતની બંને ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી છે. 4 મેચોની ટેસ્ટ સિરીઝ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝ રમાનારી છે. આ સિરીઝ માટે બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટ ટીમ નુ એલાન કર્યુ છે. વનડે ફોર્મેટમાં હાર્દિક પંડ્યા પ્રથમ વાર કેપ્ટનશિપ સંભાળતો જોવા મળી શકે છે.
રોહિત શર્મા અંગત કારણોસર વનડે સિરીઝની પ્રથમ મેચમાં ઉપલબ્ધ નહીં હોય. નિયમીત કેપ્ટન રોહિતની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાની આગેવાની સંભાળશે. પંડ્યા વનડે ફોર્મટમાં કેપ્ટનશિપ નિભાવવાનો મોકો મળશે. આગામી 17 માર્ચથી વનડે સિરીઝની શરુઆત થનારી છે.
વનડે સિરીઝમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થયો છે. ઘૂંટણમાં ઈજાને લઈ જાડેજા લાંબો સમય ક્રિકેટથી દૂર રહ્યા બાદ ટેસ્ટ સિરીઝની શરુઆત સાથે પરત ફર્યો હતો. ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. ટીમ ઈન્ડિયામાં જાડેજાના પરત ફરવાને લઈ મધ્યક્રમ વધારે મજબૂત થશે. ટેસ્ટ સિરીઝમાં મેન ઓફ ધ પ્લેયરનો એવોર્ડ જીત્યો છે.
રણજી ચેમ્પિયન બનેલુ સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટને વનડે ટીમમાં સ્થાન મળ્યુ છે. અંતિમવાર 2013 માં ભારતીય ટીમનો વનડે ટીમમાં સમાવેશ થયો હતો. હવે ફરી એકવાર તેને રણજી ચેમ્પિયન બન્યા બાદ વનડે ટીમમાં સ્થાન અપાયુ છે. જયદેવની કેપ્ટનશિપમાં 3 મહિના પહેલા સૌરાષ્ટ્રની ટીમે વિજય હજારે ટ્રોફીની ફાઈનલ જીતીને ચેમ્પિયન બન્યુ હતુ.
: Mr Rohit Sharma will be unavailable for the first ODI due to family commitments and Mr Hardik Pandya will lead the side in the first ODI.
— BCCI (@BCCI) February 19, 2023
ટીમ ઈન્ડિયાની ઘોષણાં ચિફ સિલેક્ટર વિના જ કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડની સિનિયર સિલેક્શન સમિતિએ મુખ્ય પસંદગીકાર વિના જ ટીમની પસંદગી કરી હતી. સમિતિએ ટેસ્ટ ક્રિકેટ ટીમને યથાવત રાખી હતી, બોર્ડર ગાવાસ્કર ટ્રોફી દરમિયાનની પ્રથમ બે ટેસ્ટ માટે પસંદગી કરવામાં આવેલી સ્ક્વોડમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો.
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી. મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ.
Published On - 7:25 pm, Sun, 19 February 23