
ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS ) વચ્ચે આજથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થઈ રહી છે અને આ સિરીઝ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિરીઝ 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ODI વર્લ્ડ કપ પહેલા બંને ટીમો માટે પોતાની તૈયારીઓને મજબૂત કરવાની છેલ્લી તક છે. આ કારણથી ટીમ ઈન્ડિયાએ આ સિરીઝમાં પોતાની બેન્ચ સ્ટ્રેન્થ ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવને પ્રથમ બે મેચમાં આરામ આપવામાં આવ્યો છે. કેએલ રાહુલ ટીમનું સુકાન સંભાળશે. ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્ક અને ગ્લેન મેક્સવેલ સંપૂર્ણપણે ફિટ ન હોવાને કારણે પ્રથમ વનડેમાં નહીં રમે.
India vs Australia cricket live score : કેએલ રાહુલની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે વનડે સીરિઝની વિજયી શરૂઆત કરી હતી. ભારતે ઓસ્ટ્રેલિયાને પહેલી વનડેમાં 5 વિકેટે હરાવ્યું હતું. ગિલ-ઋતુરાજ-સૂર્યા-રાહુલે ફિફ્ટી ફટકારી હતી. ભારતે સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી હતી.
IND vs AUS cricket live score : સૂર્યકુમાર યાદવ ફિફ્ટી ફટકાર્યા બાદ આઉટ થયો હતો. લાંબો શોટ રમવાના ચક્કરમાં કેચ આઉટ થયો હતો.
IND vs AUS live score : સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા સામે પહેલી વનડે મેચમાં ફિફ્ટી ફટકારી હતી. એક વર્ષ બાદ સૂર્યાએ ફિફ્ટી ફટકારી હતી. ભારત જીતની નજીક પહોંચ્યું છે.
India vs Australia live score : રાહુલ-સૂર્યાની મજબૂત બેટિંગના આધારે ભારત જીતની તરફ આગળ વધી રહ્યું છે. બંને બેટ્સમેન મક્કમતાથી બેટિંગ કરી રહ્યા છે. રાહુલે 43મી ઓવરની અંતિમ બોલ પર જોરદાર બાઉન્ડ્રી ફટકારી હતી.
IND vs AUS cricket live score : ભારતને મેચ જીતવા જીત માટે 60 બોલમાં 54 રનની જરૂર છે. ભારતે 40 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 223 રન બનાવી લીધા છે. હવે અંતિમ 10 ઓવરની મેચ બાકી છે.
IND vs AUS live score : ઇશાન કિશનના રૂપમાં ભારતને ચોથો ઝટકો લાગ્યો હતો. ઇશાન 18 રન બનાવી આઉટ થયો હતો. રાહુલ હજી ક્રિઝ પર હાજર છે.
India vs Australia cricket live score : ખૂબ જ સારી બેટિંગ કરી રહેલ શુભમન ગિલ 74 રન બનાવી આઉટ થયો હતો. એડમ ઝામ્પાએ શુભમન ગિલને બોલ્ડ કર્યો હતો. ભારતે ત્રીજી વિકેટ ગુમાવી હતી.
India vs Australia match live score : શ્રેયસ અય્યર ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો અને 3 રન બનાવી આઉટ થઈ ગયો હતો. ગિલ અને શ્રેયસ વચ્ચે મિસ અન્ડર સ્ટેન્ડિંગ થતા શ્રેયસ રનઆઉટ થયો હતો.
India vs Australia live score : ઋતુરાજ ગાયકવાડ 71 રન બનાવી આઉટ થયો હતો. શુભમન સાથે 143 રનની પાર્ટનરશિપ તૂટી હતી. એડમ ઝામ્પાએ ઋતુરાજને LBW આઉટ કર્યો હતો. ભારતને પહેલો ઝટકો લાગ્યો હતો.
IND vs AUS cricket live score : શુભમન ગિલ બાદ ઓપનર ઋતુરાજ ગાયકવાડે પણ ફિફ્ટી ફટકારી હતી. બંનેએ મળીને 100 થી વધુ રનની પાર્ટનરશિપ કરી છે અને ભારતને દમદાર શરૂઆત અપાવી છે.
IND vs AUS live score : શુભમન ગિલ અને ઋતુરાજ ગાયકવાડ વચ્ચે પહેલી વિકેટ માટે 100 રનની પાર્ટનરશિપ થઈ છે. બંનેએ ટીમને મજબૂત શરૂઆત અપાવી છે. ગિલે ફિફ્ટી પૂરી કરી લીધી છે જ્યારે ઋતુરાજ ફિફ્ટી તરફ આગળ વધી રહ્યો છે.
India vs Australia cricket live score : ભારતીય ઓપનર શુભમન ગિલે દમદાર સિક્સર ફટકારી ઓસ્ટ્રેલિયા સામે ફિફ્ટી પૂર્ણ કરી હતી. શુભમન શાનદાર ફોરમમાં દેખાઈ રહ્યો છે.
IND vs AUS cricket live score : ભારતના ઓપનરો શુભમન ગિલ અને ઋતુરાજે ટીમને મક્કમ શરૂઆત અપાવી છે. બંને ક્રિઝ હાજર છે. ગિલે ફટકાબાજી શરૂ કરી છે જ્યારે ઋતુરાજ ધીરજથી આગળ વધી રહ્યો છે.
IND vs AUS live score : ઓસ્ટ્રેલિયાની ઈનિંગની અંતિમ બોલ પર એડમ ઝામ્પા રન આઉટ થતાં ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 276 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે અશ્વિન, જાડેજા અને બુમરાહને એક-એક વિકેટ મળી હતી. શાર્દૂલ ઠાકુર વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે સૌથી વધુ 52 રન બનાવ્યા હતા. ભારતને જીતવા 177 રનનો ટાર્ગેટ મળ્યો છે.
India vs Australia match live score : ઓસ્ટ્રેલિયાને નવમો ઝટકો લાગ્યો છે, મોહમ્મદ શમીએ પાંચમી વિકેટ ઝડપી છે. શમીએ એબોટને બોલ્ડ કર્યો હતો.
IND vs AUS cricket live score: મોહમ્મદ શમીએ મેથ્યુ શોર્ટને કેચ આઉટ કરી મેચમાં ચોથી વિકેટ હાંસલ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ આઠમી વિકેટ ગુમાવી હતી.
IND vs AUS live score : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 250ને પાર પહોંચી ગયો છે, જોશ ઈંગ્લિશ 45 રન બનાવી આઉટ હતો, શમીએ 3 વિકેટ લીધી છે.
ઓસ્ટ્રેલિયાનો સ્કોર 43.4 ઓવર બાદ પાંચ વિકેટે 224 રન છે. જોશ ઇંગ્લિસ 33 અને માર્કસ સ્ટોઇનિસ 18 રને રમી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાનો સ્કોર પાંચ વિકેટના નુકસાન સાથે 200 રનને પાર કરી ગયો છે. માર્કસ સ્ટોઇનિસ અને કેમેરોન ગ્રીન ક્રિઝ પર છે. બંનેએ સારી ભાગીદારી કરીને પોતાની ટીમનો સ્કોર 200ની પાર પહોંચાડ્યો છે. હવે આ બંને છેલ્લી ઓવરોમાં ઝડપી રન બનાવવાનો પ્રયાસ કરશે. 43 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર પાંચ વિકેટે 214 રન છે.
ઓસ્ટ્રેલિયાને તેનો પાંચમો ફટકો લાગ્યો છે. કેમરૂન ગ્રીન 31 રન બનાવીને રનઆઉટ થયો છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 40 ઓવર પછી પાંચ વિકેટે 187 રન છે.
ICYMI
Direct-Hit Alert!
Confusion in the middle & @surya_14kumar gets the throw right to dismiss Cameron Green.#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/Alg6Avxyif
— BCCI (@BCCI) September 22, 2023
ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ 185 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી ગઈ છે. કેમરૂન ગ્રીન 52 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. જોશ ઈંગ્લીસ સાથેની ગેરસમજને કારણે તે રનઆઉટ થયો હતો. હવે ઈંગ્લેન્ડ સાથે માર્કસ સ્ટોઈનિસ ક્રિઝ પર છે.
મેચ ફરી એકવાર શરૂ થઈ છે અને હવે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને વહેલી તકે ઝટકો આપવાનો પ્રયાસ કરશે. ભારત તરફથી આ મેચમાં અત્યાર સુધીમાં મોહમ્મદ શમીએ 2 વિકેટ, જાડેજા અને અશ્વિને 1-1 વિકેટ લીધી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ રહી છે. વરસાદના કારણે મેચમાં વિક્ષેપ પડ્યો હતો અને રમત હાલ પુરતી અટકાવી દેવામાં આવી હતી. પિચને કવરથી ઢાંકી દેવામાં આવી છે. રમત બંધ થવાના સમયે ઓસ્ટ્રેલિયાએ 35.4 ઓવરમાં ચાર વિકેટે 166 રન બનાવી લીધા હતા. કેમેરોન ગ્રીન 21 રને અને જોશ ત્રણ રને અણનમ છે.
મોહાલીમાં વરસાદ શરુ થયો છે, ભારત-ઓસ્ટ્રેલિયા મેચ રોકી દેવામાં આવી છે. હાલમાં ઓસ્ટ્રેલિયાએ 35.4 ઓવરમાં 166/4 રન બનાવ્યા છે.
UPDATE – Rain stops play in Mohali.#INDvAUS
— BCCI (@BCCI) September 22, 2023
રવિચંદ્રન અશ્વિને ભારતીય ટીમને ચોથી સફળતા અપાવી. લાંબા સમય બાદ ODI રમી રહેલા અશ્વિને મેચમાં પોતાની પ્રથમ વિકેટ લીધી હતી. માર્નસ લાબુશેનને 33મી ઓવરના ચોથા બોલ પર કેએલ રાહુલે સ્ટમ્પ આઉટ કર્યો હતો. રાહુલે વિકેટ પાછળ શાનદાર કીપિંગ કર્યું હતું. તેણે લેબુશેનની સહેજ ભૂલનો ફાયદો ઉઠાવ્યો અને તેને સ્ટમ્પ કરી દીધો. લાબુશેન 49 બોલમાં 39 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. લાબુશેન આઉટ થયા બાદ જોશ ઈંગ્લિશ બેટિંગ કરવા આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 33 ઓવરમાં ચાર વિકેટે 158 રન બનાવ્યા છે. કેમેરોન ગ્રીન 15 રને અને જોશ એક રન પર અણનમ છે.
ઓસ્ટ્રેલિયાની ટીમે 150 રન પૂરા કર્યા હતા. તેણે 30મી ઓવરના બીજા બોલ પર 150 રનના આંકને સ્પર્શ કર્યો. કેમેરોન ગ્રીન સાથે માર્નસ લાબુશેન ક્રિઝ પર છે.
31 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર ત્રણ વિકેટે 155 રન છે. માર્નસ લાબુશેન 33 રને અને કેમેરોન ગ્રીન 13 રને રમી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયન ટીમ માટે કેમેરોન ગ્રીન અને માર્નસ લાબુશેન હાલમાં ક્રિઝ પર છે.
હવે કેમેરોન ગ્રીન માર્નસ લાબુશેન સાથે ક્રીઝ પર છે. 25 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 125/3 છે.
સ્ટીવ સ્મિથ (41) પર મોહમ્મદ શમીની બોલિંગમાં આઉટ થયો હતો. આ મેચમાં શમીની અત્યાર સુધીની બીજી વિકેટ છે.
ઓસ્ટ્રેલિયાનો સ્કોર બે વિકેટના નુકસાન સાથે 100 રનને પાર કરી ગયો છે. સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેન ક્રિઝ પર છે. વોર્નરના આઉટ થયા બાદ બંને સારી બેટિંગ કરી રહ્યા છે અને ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સને આગળ લઈ રહ્યા છે. 20 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 107/2 છે.
ઓસ્ટ્રેલિયાની બીજી વિકેટ 98 રનના સ્કોર પર પડી હતી. ડેવિડ વોર્નર 53 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ તેને શુભમન ગિલના હાથે કેચ કરાવ્યો હતો. વોર્નરે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. હવે સ્ટીવ સ્મિથ સાથે માર્નસ લાબુશેન ક્રિઝ પર છે.
ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ છે. આ બંનેએ ભારતીય બોલરો સામે ઘણો સંઘર્ષ કર્યો છે, પરંતુ પોતાની વિકેટ બચાવી છે અને અડધી સદીની ભાગીદારી કરી છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 15 ઓવર પછી 73/1 છે.
ડેવિડ વોર્નરે 15મી ઓવરના શાર્દુલ ઠાકુરના પહેલા અને બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
ઓસ્ટ્રેલિયા 12 ઓવરમાં 51/1ના સ્કોર પર છે.
ઓસ્ટ્રેલિયન ટીમે પાવરપ્લેમાં એક વિકેટ ગુમાવીને 42 રન બનાવી લીધા છે. સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર ક્રિઝ પર છે. બંને વચ્ચે સારી ભાગીદારી રહી છે.
શ્રેયસ અય્યરે 14 રનના સ્કોર પર ડેવિડ વોર્નરને જીવનદાન આપ્યું હતું. શ્રેયસે શાર્દુલના બોલ પર મિડ-ઓફ પર આસાન કેચ છોડ્યો હતો. શ્રેયસની આ ભૂલ ટીમ ઈન્ડિયાને ભારે પડી શકે છે.
ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથે મળીને ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સને સંભાળી છે. ભારતીય ફાસ્ટ બોલરો શાનદાર ફોર્મમાં છે અને તે બંનેને સતત પરેશાન કરી રહ્યા છે, પરંતુ બંને અનુભવી બેટ્સમેન ક્રિઝ પર છે.
ઓસ્ટ્રેલિયાનો સ્કોર: 27/1 (7 ઓવર)
ડેવિડ વોર્નર: 6
સ્ટીવ સ્મિથ: 13
6 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 26/1 છે, વોર્નર (6) અને સ્ટીવ સ્મિથ (12) રન બનાવી રહ્યા છે.
Bumrah starts with a maiden #OneFamily #INDvAUS
— Mumbai Indians (@mipaltan) September 22, 2023
5 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 19/1 છે. સ્મિથ 18 બોલમાં 10 અને ડેવિડ વોર્નર 8 બોલમાં 1 રન બનાવી રમી રહ્યા છે.
Early success for #TeamIndia!
A wicket for @MdShami11 as Shubman Gill takes the catch.
Australia lose Mitchell Marsh.
Live – https://t.co/F3rj8GI20u… #INDvAUS@IDFCFIRSTBank pic.twitter.com/cNcwJeQiXN
— BCCI (@BCCI) September 22, 2023
ઓસ્ટ્રેલિયન ટીમની પ્રથમ વિકેટ ચાર રનના સ્કોર પર પડી હતી. મિચેલ માર્શ ચાર બોલમાં ચાર રન બનાવીને આઉટ થયો હતો. મોહમ્મદ શમીએ તેને સ્લિપમાં શુભમન ગિલના હાથે કેચ કરાવ્યો હતો.
મેચ શરૂ થઈ ગઈ છે. મિચેલ માર્શ અને ડેવિડ વોર્નરની જોડી ઓસ્ટ્રેલિયા માટે ઇનિંગ્સની શરૂઆત કરવા આવી હતી, જ્યારે મોહમ્મદ શમી ભારત માટે પ્રથમ ઓવર લઈને આવ્યો હતો. મોહમ્મદ શમીએ પ્રથમ ઓવરમાં જ ભારતને સફળતા અપાવી હતી. મિશેલ માર્શને આઉટ કર્યો હતો.
Excitement Levels High
CAN. NOT. WAIT for #INDvAUS to begin ⏳#TeamIndia pic.twitter.com/g9GsKird7y
— BCCI (@BCCI) September 21, 2023
વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમનો રેકોર્ડ સારો નથી.
ભારતે ઓસ્ટ્રેલિયા સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચમાં લોકેશ રાહુલ ભારતની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ મેચમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવને આરામ આપવામાં આવ્યો છે. રાહુલે કહ્યું કે આ મેદાનમાં લક્ષ્યનો પીછો કરવો સરળ છે. આ કારણોસર તેણે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ભારતે પ્રથમ બે વનડે માટે રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવને આરામ આપ્યો છે. રોહિતની ગેરહાજરીમાં કેએલ રાહુલ ટીમની કમાન સંભાળશે.
ભારતીય કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો
Preps before the start of a cracking series #TeamIndia | #INDvAUS pic.twitter.com/Jmwm7FkfmN
— BCCI (@BCCI) September 21, 2023
રવિચંદ્રન અશ્વિનને મોહાલીમાં યોજાનારી ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડે મેચમાં તક મળી શકે છે. મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પણ તેના આગમન પર ખુશી વ્યક્ત કરી છે. અશ્વિને કહ્યું કે ટીમ મેનેજમેન્ટે હંમેશા તેને તેની જગ્યા વિશે જણાવ્યું છે. વિડિઓ જુઓ
,
An excited @ashwinravi99 speaks about trying to push barriers, taking pride in performance & enjoying the game – By @28anand
Full Interview #TeamIndia | #INDvAUS
— BCCI (@BCCI) September 22, 2023
#TeamIndia all set to take on Australia in the 1st ODI in Mohali.#INDvAUS @IDFCFIRSTBank pic.twitter.com/N1vMI2m88e
— BCCI (@BCCI) September 22, 2023
આ મેચ જીતીને ભારતીય ટીમ ICC ODI રેન્કિંગમાં પણ ટોપ પર પહોંચી શકે છે. ટેસ્ટ અને ટી20માં ટીમ ઈન્ડિયા પહેલાથી જ ટોપ પર છે. આવી સ્થિતિમાં ભારત પાસે આજે ત્રણેય ફોર્મેટમાં નંબર 1 ટીમ બનવાની તક છે. ભારત હાલમાં ODI રેન્કિંગમાં બીજા સ્થાને છે. પાકિસ્તાન પહેલા અને ઓસ્ટ્રેલિયા ત્રીજા ક્રમે છે. જોકે, પ્રથમ ત્રણ ટીમો વચ્ચે પોઈન્ટનો તફાવત ઘણો ઓછો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 146 વન-ડે મેચ રમાઈ છે, જેમાં ઓસ્ટ્રેલિયાનો હાથ ઉપર છે. ઓસ્ટ્રેલિયન ટીમે અત્યાર સુધી 82 મેચ જીતી છે. જ્યારે ભારતે 54 મેચો પોતાના નામે કરી છે. બંને વચ્ચે કુલ 10 મેચ અનિર્ણિત રહી છે.
આ સિરીઝ માટે રવિચંદ્રન અશ્વિનની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. તે 19 મહિના બાદ વનડે ટીમમાં પરત ફર્યો છે. ઈજાગ્રસ્ત અક્ષર પટેલના સ્થાને તેને ટીમમાં જગ્યા મળી છે. આ સિરીઝમાં અશ્વિન રમશે તે નિશ્ચિત માનવામાં આવે છે. જો પટેલ સ્વસ્થ નહીં થાય તો અશ્વિન પણ વર્લ્ડ કપ રમી શકે છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વન ડે મેચની સિરીઝ 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. જેની પ્રથમ મેચ 22 તારીખે મોહાલી, બીજી મેચ 24 તારીખે ઇન્દોર અને ત્રીજી અને છેલ્લી મેચ 27 સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે. રાજકોટમાં રમાનારી વન ડે ભારતીય ટીમની વર્લ્ડ કપ પહેલાની છેલ્લી વન ડે હશે. આ મેચ બાદ ભારતીય ટીમ સીધી વર્લ્ડકપ રમવા માટે જશે. જેથી વર્લ્ડકપની તૈયારીની દૃષ્ટિએ આ સિરીઝ અને રાજકોટ ખાતેની છેલ્લી મેચ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વની રહેવાની છે.
મોહાલીમાં તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસથી 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોઈ શકે છે, જ્યારે ભેજ લગભગ 77-87 ટકા રહેવાની ધારણા છે. 50-50 ઓવરની જંગ દરમિયાન પવનની ઝડપ 10 કિમી/કલાકની આસપાસ રહેશે.
ભારત: કેએલ રાહુલ (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, સિરાજ, પ્રખ્યાત કૃષ્ણ.
ઓસ્ટ્રેલિયાઃ પેટ કમિન્સ (કેપ્ટન), એલેક્સ કેરી, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, એડમ ઝમ્પા, માર્કસ સ્ટેઈનિસ, મિશેલ સ્ટાર્ક, સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર, જોશ હેઝલવુડ, સ્પેન્સર જોનસન, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા મેટ શોર્ટ.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ મોહાલીમાં રમાવાની છે અને આ મેદાન પર ભારતે 1996 બાદ ઓસ્ટ્રેલિયા સામે એકપણ વનડે મેચ જીતી નથી. એટલે કે ટીમ ઈન્ડિયા 27 વર્ષથી અહીં ઓસ્ટ્રેલિયા સામે વનડે મેચ જીતી શકી નથી. હવે રાહુલની ટીમ પાસે આ દુષ્કાળને ખતમ કરવાની તક છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થઈ રહી છે. ભારતમાં 5 ઓક્ટોબરથી રમાનાર ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ સિરીઝ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Published On - 11:56 am, Fri, 22 September 23