ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં આવતીકાલ ગુરુવારે સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ શરુ થનારી છે. બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની 4 મેચોની શ્રેણીની આ સાથે જ શરુ થશે. વિશ્વભરની નજર આ સિરીઝ પર રહેનારી છે. બંને ટીમો ટેસ્ટ સિરીઝમાં બેસ્ટ કરી દેખાડવા માટે તમામ રીતે હથિયારો સજ્જ કરી લીધા છે. ઓસ્ટ્રેલિયાએ બેંગ્લુરુના અલૂરમાં સિરીઝ પહેલા અભ્યાસ કેમ્પ યોજ્યો હતો. જેમાં તેઓએ સ્પિનરો સામે ખાસ તૈયારીઓ કરી હતી. આ માટે વડોદરાના મહેશ પિઠીયાની ખાસ મદદ લેવામાં આવી હતી. અશ્વિને હવે પોતાની માફક એક્શનમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને અભ્યાસમાં મદદ કરનાર મહેશ પિઠીયા પાસેથી જાણકારી મેળવી છે.
મહેશે સ્ટીવ સ્મિથને પાંચ થી છ વાર અભ્યાસ દરમિયાન આઉટ કર્યો હતો. મહેશ પિઠીયા ઘરેલુ ક્રિકેટમાં રમે છે અને તે રવિચંદ્રન અશ્વિન જેવી એક્શનમાં બોલિંગ કરે છે. તેની આ એક્શનને લઈ જ ઓસ્ટ્રેલિયન કેમ્પમા મહેશની પસંદગી અભ્યાસ કેમ્પ માટે કરવામાં આવી હતી. તેની એક્શન અને તેની અભ્યાસમાં ઓસ્ટ્રેલિયનોને મદદને લઈ ખૂબ ચર્ચામાં મહેશ રહ્યો છે.
વાત એમ છે કે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ભારત પ્રવાસે આવવા પહેલાથી જ ભારતીય સ્પિનરોને લઈ ફફડાટ અનુભવી રહી છે. આ માટે તૈયારીઓ ઓસ્ટ્રેલિયન ધરતી પર ભારતીય પિચો સમાન તૈયાર કરીને તેની પર અભ્યાસ કર્યો. જે પિચ સ્પિનરોને મદદરુપ નિવડતી હોય એવી તૈયાર કરવામાં આવી હતી. ભારત આવીને ખાસ કરીને રવિચંદ્રન અશ્વિનને ધ્યાને રાખીને ઓસ્ટ્રેલિયનોએ તૈયારીઓ શરુ કરી. આ માટે જૂનાગઢથી આવતા અને બરોડાની ઘરેલુ ક્રિકેટ ટીમ વતીથી રમતા ખેલાડીને અભ્યાસ કેમ્પમાં તેડાવ્યો હતો.
હવે અશ્વિને પોતાના જેવી એક્શન કરતા મહેશ પિઠીયા પાસેથી કેટલીક જાણકારી નાગપુર ટેસ્ટ પહેલા મેળવી છે. અશ્વિન અને મહેશનો ભેટો નાગપુરમાં થયો હતો. અશ્વિન નેટ્સ પર પ્રેક્ટિસ માટે આવ્યો હતો. જ્યાં મહેશ પિઠીયા હતો. તેણે અશ્વિનને આવતો જોઈ તેને ચરણ સ્પર્શ કર્યા, અશ્વિને તેને ગળે લગાવી દીધો હતો.
ગળે લગાવ્યા બાદ અશ્વિને પણ મહેશ પાસેથી જાણકારી મેળવી હતી. મીડિયા રિપોર્ટનુસાર અશ્વિને પૂછ્યુ હતુ. ઓસ્ટ્રેલિયાના બેટરો સામે કેવી બોલિંગ કરી રહ્યો છે. મહેશે કહ્યું, “આજે મને મારા આદર્શ ખેલાડી દ્વારા આશીર્વાદ મળ્યો. શરૂઆતથી જ હું અશ્વિનની જેમ બોલિંગ કરવા માંગતો હતો. જ્યારે તે નેટ્સ પર પ્રેક્ટિસ કરવા આવ્યો ત્યારે હું તેને મળ્યો અને તેના પગને સ્પર્શ કર્યો. તેણે મને ગળે લગાડ્યો અને પૂછ્યું કે હું ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને કેવી રીતે બોલિંગ કરી રહ્યો છું”.
આ દરમિયાન નાગપુરમાં વિરાટ કોહલી પણ મહેશ પિઠીયાને મળ્યો હતો. જૂનાગઢના આ યુવા ખેલાડી સામે કોહલીએ શુભમકામનાઓ પાઠવી હતી. મહેશે કહ્યું, “મને જોઈને વિરાટ કોહલી પણ હસ્યા અને તેણે મને શુભેચ્છા પાઠવી.”
Published On - 9:55 am, Wed, 8 February 23