IND Vs AUS, 2nd Test, Live Streaming: બીજી ટેસ્ટ મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો, જાણો

India vs Australia, LIVE streaming: નાગપુર ટેસ્ટમાં ભારતીય ટીમે મોટી જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતીય ટીમ 1-0થી આગળ છે.

IND Vs AUS, 2nd Test, Live Streaming: બીજી ટેસ્ટ મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો, જાણો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ
Image Credit source: BCCI TWITTER
| Edited By: | Updated on: Feb 16, 2023 | 2:05 PM

નાગપુરમાં વિજયી શરૂઆત બાદ ભારતીય ક્રિકેટ ટીમ દિલ્હીમાં પણ જીતનો સિલસિલો યથાવત રાખવા પર પ્રયાસ કરશે. ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં ટીમ ઈન્ડિયા હાલમાં 1-0થી આગળ છે. દિલ્હીમાં ભારતની જીત ઓસ્ટ્રેલિયા પાસેથી સિરીઝ જીતવાની તક છીનવી લેશે. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને ભારત તરફથી ઇનિંગ્સ અને 132 રનથી શરમજનક હાર મળી હતી, તેથી પ્રવાસી ટીમ હવે પુનરાગમન કરવા માટે બેતાબ છે. છેલ્લી ટેસ્ટ દરમિયાન પીચને લઈને ઘણી ચર્ચા થઈ હતી. આવી સ્થિતિમાં દિલ્હીમાં પિચનો મિજાજ કેવો રહે છે તે પણ જોવું રહેશે.

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે બુધવારે કહ્યું હતું કે, તે ભારત સામે શુક્રવારથી શરૂ થનારી બીજી ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરવાની આશા રાખે છે. ચાર મેચોની સિરીઝની પ્રથમ મેચ રમી શક્યો ન હતો. ઓસ્ટ્રેલિયા આ મેચ એક ઇનિંગ્સ અને 132 રને હારી ગયું હતું. આ સાથે જ ભારતીય ટીમમાં સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરને પણ રમવાની આશા છે. રાહુલ દ્રવિડે બુધવારે આ અંગે સંકેત આપ્યા હતા. આવી સ્થિતિમાં બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થવાની સંભાવના છે.

જાણો મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ ક્યારે રમાશે ?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ 17 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી રમાશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ ક્યાં રમાશે?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ બુધવારે સવારે 9.30 કલાકે શરૂ થશે. ટોસ નવ વાગ્યે થશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં થશે?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર થશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar પર થશે. તે જ સમયે, તમે  tv9gujarati.com પર સિરીઝના લાઇવ અપડેટ્સ વાંચી શકો છો.