
વનડે વર્લ્ડ કપ 2023 બાદ ફરી એકવાર ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરતા જ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાની યુવા બ્રિગેડે વનડે ફોર્મેટની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને અંતિમ બોલ પર હરાવી રોમાંચક મેચમાં દમદાર જીત મેળવી T20 સીરિઝમાં 1-0થી સરસાઈ મેળવી હતી.
IND vs AUS live score : ભારતે વર્લ્ડ કપ ફાઈનલની હારનો બદલો લેતા ઓસ્ટ્રેલિયાને પહેલી ટી 20 મેચમાં હરાવ્યું હતું. સૂર્યા અને ઈશાને શાનદાર ફિફ્ટી ફટકારી હતી.
IND v AUS 1st T20I live score : પહેલી T20 મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદ દમદાર 80 રન બનાવી આઉટ થયો હતો પરંતુ તે પોતાનું કામ કરી ગયો હતો અને હવે ભારતને મેચ જીતવા 14 બોલમાં માત્ર 15 રનની જરૂર છે.
India vs Australia Cricket Match live score : સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા સામે ધમાકેદાર બેટીગ કરતાં ટીમને જીતની નજીક લઈ આવ્યો છે. સૂર્યાએ એક જ ઓવરમાં બે છગ્ગા ફટકારી ઓસ્ટ્રેલિયાની જીતની આશા પૂરી કરી દીધી છે.
IND v AUS 1st T20I live score : તિલક વર્મા એક-બે દમદાર શોટ ફટકાર્યા બાદ જલ્દી આઉટ થયો હતો. તિલક વર્મા માત્ર 12 રન બનાવી આઉટ થયો હતો.
ND v AUS Match live score : કેપ્ટન સૂર્યકુમાર યાદવની ફિફ્ટી, સૂર્યાએ માત્ર 29 બોલમાં ધમાકેદાર ફિફ્ટી ફટકારી હતી. મુશ્કેલ સ્થિતિમાં કેપ્ટન સૂર્યાએ દમદાર બેટિંગ કરી ટીમને જીત તરફ અગ્રેસર કર્યું છે.
India vs Australia live score : ઈશાન કિશને દમદાર ફિફ્ટી ફટકારી આઉટ થયો હતો. ઈશાન 39 બોલમાં 58 રન બનાવી આઉટ થયો હતો.
India vs Australia Cricket Match live score : ઈશાન કિશને શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતા માત્ર 37 બોલમાં ફિફ્ટી ફટકારી હતી અને ધમાકેદાર બેટિંગ કરી હતી.
IND v AUS 1st T20I live score : ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલની જલ્દી વિકેટ ગુમાવ્યા બાદ ક્રિઝ પર આવેલ ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે પહેલા મક્કમ બેટિંગ કરતા વિકેટ ન ગુમાવી અને બાદમાં દમદાર બેટિંગ શરૂ કરી હતી અને બંનેએ ફટકાબાજી શરૂ કરી હતી. બંનેએ ભારતનો સ્કોર 10 ઓવરમાં 106 રન પર પહોંચાડી દીધો છે.
IND v AUS Match live score : ઓસ્ટ્રેલિયા સામે પહેલી બે વિકેટ જલ્દી ગુમાવ્યા બાદ ઈશાન અને સૂર્યકુમારે ઇનિંગને સંભાળતા મજબૂત બેટિંગ કરી હતી અને પાવરપ્લે બાદ ભારતનો સ્કોર 62 રણ પર પહોંચાડ્યો હતો.
India vs Australia live score : ઋતુરાજ ગાયકવાડ બાદ યશસ્વી જયસ્વાલ 21 રન બનાવી આઉટ થયો હતો અને ભારતને પહેલી T20 માં ઓસ્ટ્રેલિયા સામે બીજો ઝટકો લાગ્યો હતો.
IND vs AUS live score : ઓસ્ટ્રેલિયા સામે પહેલી T20 મેચમાં 209 રન ચેઝ કરતાં ભારતને પહેલી જ ઓવરમાં ઝટકો લાગ્યો હતો. ઋતુરાજ ગાયકવાડ શૂન્ય રન બનાવી આઉટ થયો હતો.
IND v AUS 1st T20I live score : વર્લ્ડ કપ ફાઈનલ બાદ બંને ફાઈનલિસ્ટ ટીમો વચ્ચે ફરી શરુ થયેલ મુકાબલામાં વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમે દમદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું અને ભારત સામે પહેલી T20માં 208 રનનો સ્કોર કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના જોશ ઈંગ્લિશે ધમકદાર સદી જ્યારે સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે ફિફ્ટી ફટકારી હતી.
વર્લ્ડ કપ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 T20 મેચોની સિરીઝ રમાઈ રહી છે. સૂર્યકુમાર યાદવને આ T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાના સુકાનીની જવાબદારી મળી છે. આ સીરિઝમાં રાજસ્થાનના જોધપુરના રવિ બિશ્નોઈને પણ સ્થાન આપવામાં આવ્યું છે. 5 મેચોની સિરીઝમાં પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ રવિ બિશ્નોઈએ લીધી હતી.
India vs Australia live score : જોશ ઈંગ્લિશ T20 કારકિર્દીની પહેલી સદી ફટકારી આઉટ થયો હતો. ઈંગ્લિશ 110 રન બનાવી પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યો હતો.
IND vs AUS live score : જોશ ઈંગ્લિશે ભારત સામે પહેલી T20 મેચમાં ધમાકેદાર સદી ફટકારી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયા મોટા સ્કોર તરફ આગળ વધ્યું છે.
India vs Australia Cricket Match live score : ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ ભારત સામે ફિફ્ટી ફટકાર્યા બાદ રન આઉટ થયો હતો, તેણે ઈંગ્લિશ સાથે મળી 100 થી વધુ રનની મજબૂત પાર્ટનરશિપ કરી હતી.
IND v AUS 1st T20I live score : ઓસ્ટ્રેલિયાના જોશ ઈંગ્લિશે ઢાંકેદાર બેટિંગ કરતા માત્ર 30 બોલમાં દમદાર ફિફ્ટી ફટકારી હતી. સાથે જ ઓસ્ટ્રેલિયાએ 100 રનનો આંકડો પણ પર કર્યો હતો.
IND v AUS Match live score : T20 સીરિઝની પહેલી મેચમાં પહેલી 10 ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ મજબૂત બેટિંગ કરી હતી. પહેલી વિકેટ ગુમાવ્યા બાદ ક્રિઝ પર આવેલ ઈંગ્લિશે દમદાર ફટકાબાજી શરૂ કરી હતી. સ્ટીવ સ્મિથે પણ તેને સાથ આપ્યો હતો અને કેટલાક આકર્ષક શોટ ફટકાર્યા હતા.
India vs Australia live score :
Bishnoi takes wicket, he is a wicket taker #TeamIndia gets the first breakthrough
Watch all the action from #INDvAUS 1️⃣st T20I, LIVE now on #Sports18, #JioCinema & #ColorsCineplex.#IDFCFirstBankT20ITrophy pic.twitter.com/uOl6UAJ1Ow
— Sports18 (@Sports18) November 23, 2023
IND vs AUS live score : વિશાખાપટ્ટનમમાં ભારત સામે પહેલી વિકેટ ગુમાવ્યા છતાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનની ફટકાબાજી ચાલુ, ઈંગ્લિશે પ્રસિદ્ધ કૃષ્ણાની એક ઓવરમાં 19 રન ફટકાર્યા હતા.
India vs Australia Cricket Match live score :T20 સીરિઝની પહેલી મેચમાં રવિ બિશ્નોઈએ પહેલી વિકેટ ઝડપી હતી. પહેલા રવિએ સ્ટીવ સ્મિથનો કેચ છોડ્યો, બાદમાં એ જ ઓવરમાં શોર્ટને ક્લીન બોલ્ડ કર્યો અને ભારતને પહેલી સફળતા અપાવી હતી.
IND v AUS 1st T20I live score : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સીરિઝની પહેલી મેચ વિશાખાપટ્ટનમમાં શરૂ. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથ અને શોર્ટ ક્રિઝ પર. અર્શદીપ પ્રસિદ્ધ કૃષ્ણાએ બોલિંગની કમાન સંભાળી.
IND v AUS Match live score : ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન (વિકેટ કીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણા
India vs Australia live score : વર્લ્ડ કપ 2023 બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા બાને ટીમો ફરી એકવાર મેદાનમાં સામ સામે ટકરાશે, બંને ટીમો વચ્ચે પાંચ મેચની T20 સીરિઝની પહેલી મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. ભારત વર્લ્ડ કપ ફાઈનલની હારનો બદલો લેવા પ્રયાસ કરશે, તો ઓસ્ટ્રેલિયા જીતનો સિલસિલો યથવાત રાખવાનો પ્રયાસ કરશે. આજની મેચમાં ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી.
IND vs AUS live score : વનડે વર્લ્ડ કપ 2023માં ફાઈનલમાં હર બાદ ફરી એકવાર ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે, ફરી એકવાર ભારત સામે વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા છે, પંરતુ આ વખતે મુકાબલો 50 નહીં પરંતુ 20 ઓવરનો છે. ભારત આ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવી નવી સીરિઝની જીતથી શરૂઆત કરવાનો પ્રયાસ કરશે, સાથે જ T20 સીરિઝ જીતી વર્લ્ડ કપ ફાઈનલની હારનો બદલો લેવાનો પ્રયાસ કરશે.
Published On - 6:36 pm, Thu, 23 November 23