ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી 20 સીરિઝની પહેલી મેચ ગુરુવારે વિશાખાપટ્ટનમમાં રમાશે, જેના પર બધાની નજર છે. આ વર્લ્ડ કપ બાદની પહેલી ક્રિકેટ સીરિઝ છે અને સાથે જ વર્લ્ડ કપની બે ફાઈનલિસ્ટ ટીમો વચ્ચેની ટક્કર છે, જેથી ફેન્સનો ઉત્સાહ આ સીરિઝ પર વધુ જોવા મળી રહ્યો છે.
આ મેચને લઈ ભારતીય ફેન્સ જરૂરથી ઈચ્છશે કે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ ફાઈનલની હારને ભુલાવી આ મેચમાં જીત મેળવે અને ફાઈનલની હારનો બદલો લે, જો કે બેટિંગ રેટ કઈંક અલગ જ કહી રહ્યા છે. સટ્ટા બજારમાં ભારતીય ટીમનો રેટ ઓસ્ટ્રેલિયન ટીમ કરતાં વધુ છે, જેનો મતલબ એ થયો કે ઓસ્ટ્રેલિયા ટીમ ઈન્ડિયા સામે જીતવા માટે ફેવરિટ છે.
મેચ શરૂ થવાના ત્રણ કલાક પહેલાના બેટિંગ રેટની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાનો રેટ 2.05 ચાલી રહ્યો છે, જ્યારે ઓસ્ટ્રેલિયાનો રેટ 1.80 છે. મેચ શરૂ થવાને અમુક કલાક જ બાકી છે એવામાં ટોસ પહેલા આ રેટિંગમાં પરિવર્તન આવી શકે છે, સાથે જ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમની પ્લેઈંગ 11 બાદ મોટા ફેરફાર થઈ શકે છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટી20 સીરિઝની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયન ટીમ આ શહેરના બે મેદાન પર રમાયેલી 4 વનડે અને 1 ટી20માંથી માત્ર એક જ મેચ હારી છે. મતલબ કે તેમણે વિશાખાપટ્ટનમમાં 5માંથી 4 આંતરરાષ્ટ્રીય મેચ જીતી છે. આમાં તેમણે છેલ્લી મેચ 249 દિવસ પહેલા 19 માર્ચ 2023ના રોજ વનડે મેચજીતી હતી અને ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું.
આ પણ વાંચો : સૂર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, વર્લ્ડકપની હારમાંથી બહાર આવતા હજુ સમય લાગશે, જુઓ વીડિયો
Published On - 4:48 pm, Thu, 23 November 23