India vs Afghanistan: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વનડે સિરિઝ 6 મહિના માટે ટળી, જાણો ક્યારે રમાશે મેચ?

|

Jul 08, 2023 | 12:05 PM

એપેક્સ કાઉન્સિલની બેઠક બાદ BCCI સેક્રેટરી જય શાહે બંને દેશ વચ્ચે આ માહિતી આપી હતી. એક અહેવાલ અનુસાર ભારતે અફઘાનિસ્તાન સાથે 23 જૂનથી 30 જૂન સુધી ત્રણ વન-ડે સિરિઝ રમવાની હતી, જે બંને બોર્ડની સહમતીથી મુલતવી રાખવામાં આવી હતી.

India vs Afghanistan: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વનડે સિરિઝ 6 મહિના માટે ટળી, જાણો ક્યારે રમાશે મેચ?

Follow us on

India vs Afghanistan: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વનડે સિરિઝને (India vs Afghanistan ODI Series) લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની વનડે સિરિઝ લગભગ 6 મહિના માટે સ્થગિત કરવામાં આવી છે. ભારતને જૂનમાં અફઘાનિસ્તાન સાથે 3 વન-ડે સિરિઝ રમવાની હતી, જે મોકૂફ રાખવામાં આવી છે. એપેક્સ કાઉન્સિલની બેઠક બાદ BCCI સેક્રેટરી જય શાહે બંને દેશ વચ્ચે આ માહિતી આપી હતી. એક અહેવાલ અનુસાર ભારતે અફઘાનિસ્તાન સાથે 23 જૂનથી 30 જૂન સુધી ત્રણ વન-ડે સિરિઝ રમવાની હતી, જે બંને બોર્ડની સહમતીથી મુલતવી રાખવામાં આવી હતી.

હવે BCCI સેક્રેટરી જય શાહે કહ્યું કે વર્લ્ડ કપ પહેલા કોઈ સિરીઝ રમાશે નહીં. હવે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની વનડે સિરીઝ આવતા વર્ષે જાન્યુઆરીમાં રમાશે. તેણે એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયાની ભાગીદારીની પણ પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે ભારતીય ક્રિકેટ ટીમ ચીનમાં 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી એશિયન ગેમ્સમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે એપેક્સ કાઉન્સિલે એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે ભારતીય પુરુષ અને મહિલા ટીમને મંજૂરી આપી દીધી છે.

આ પણ વાંચો: પહેલીવાર Asian Gamesમાં ભાગ લેશે ભારતીય ટીમ, BCCIની બેઠકમાં લેવાયો નિર્ણય

આજનું રાશિફળ તારીખ : 08-04-2025
19 વર્ષની ઉંમરે સગાઈ, 3 વાર પ્રેમમાં દગો, જાણો RJ Mahvashની દર્દનાક કહાની
Nagarvel with Mishri : નાગરવેલના પાન સાથે મિશ્રી ખાવાના ચોંકાવનારા ફાયદા
Vastu Tips : તમારા ઘરની બારી દક્ષિણ તરફ હોય તો શું થાય ?
Health Tips: આ ઘરગથ્થુ ઉપાયથી એક અઠવાડિયામાં ફાટેલી એડી થઈ જશે ઠીક! મુલાયમ થઈ જશે પગ
ગુજરાતની ટીમના લેસ્બિયન ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

એશિયન ગેમ્સમાં જશે B ટીમ

એશિયન ગેમ્સમાં ભારતની પુરુષ અને મહિલા ટીમ પ્રથમ વખત ભાગ લેશે. અગાઉ 2010 અને 2014માં એશિયન ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ ભારતે બંને વખત ભાગ લીધો ન હતો. 2010 અને 2014ની જેમ આ વખતે પણ એશિયન ગેમ્સમાં ટી20 ફોર્મેટમાં ક્રિકેટ રમાશે. BCCI એશિયન ગેમ્સમાં પુરૂષોની B ટીમ અને ફુલ સ્ટ્રેન્થ વિમન્સ ટીમને મોકલી શકે છે.

BCCI 15 જુલાઈ સુધીમાં લિસ્ટ મોકલશે

છેલ્લા બે એડિશનમાં બાંગ્લાદેશ અને શ્રીલંકાએ મેન્સ ઈવેન્ડનું ગોલ્ડ જીત્યો હતો, જ્યારે વિમેન્સમાં પાકિસ્તાન બંને વખત જીત્યુ હતું. BCCI તેના ખેલાડીઓનું લિસ્ટ 15મી જુલાઈ સુધીમાં ઓલિમ્પિક કાઉન્સિલને મોકલશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એશિયન ગેમ્સમાં શિખર ધવન ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી શકે છે. ઋતુરાજ ગાયકવાડ, જીતેશ, રિંકુ સિંહ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, રાહુલ ચાહર અને તિલક વર્માને પણ તક આપવામાં આવી શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article