બ્રેકિંગ ન્યૂઝ : અમેરિકાને હરાવી ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં લગાવી જીતની હેટ્રિક, સુપર 6માં મેળવ્યુ સ્થાન

દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે રવિવારે (28 જાન્યુઆરી) ગ્રુપ Aમાં તેની ત્રીજી અને છેલ્લી મેચ જીતી હતી. તેણે બ્લૂમફોન્ટેનમાં અમેરિકાને 201 રનથી હરાવ્યું. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયા સુપર સિક્સમાં પહોંચી ગઈ છે. અમેરિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 50 ઓવરમાં પાંચ વિકેટે 326 રન બનાવ્યા છે. અમેરિકન ટીમ 50 ઓવરમાં આઠ વિકેટે 125 રન જ બનાવી શકી હતી.

બ્રેકિંગ ન્યૂઝ : અમેરિકાને હરાવી ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં લગાવી જીતની હેટ્રિક, સુપર 6માં મેળવ્યુ સ્થાન
| Updated on: Jan 28, 2024 | 9:32 PM

ભારતીય ટીમે અંડર-19 વર્લ્ડ કપની છેલ્લી ગ્રુપ મેચમાં અમેરિકાને 201 રને હરાવ્યું હતું. આ જીત સાથે તે સુપર સિક્સમાં પહોંચી ગઈ છે. તેના ત્રણ મેચમાં છ પોઈન્ટ છે. આ સાથે જ અમેરિકા એકપણ મેચ જીત્યા વિના ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. ભારત ગ્રુપ Aમાં ટોચ પર છે. તે જ સમયે, બાંગ્લાદેશ ત્રણ મેચમાં ચાર પોઈન્ટ સાથે બીજા સ્થાને રહ્યું. આયર્લેન્ડની ટીમ બે પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહી હતી. અમેરિકાનું ખાતું ન ખૂલ્યું અને તે ચોથા સ્થાને રહ્યું.

ભારતે 50 ઓવરમાં પાંચ વિકેટે 326 રન બનાવ્યા હતા. અર્શિન કુલકર્ણીએ 108 રન બનાવ્યા હતા. મુશીર ખાને 73 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન ઉદય સહારને 35 રન બનાવ્યા હતા. પ્રિયાંશુ મોલિયા 27 રન બનાવીને અણનમ રહ્યો હતો. આદર્શ સિંહે 25 રન અને સચિન ધસે 20 રન બનાવ્યા હતા. અમેરિકા તરફથી અતિન્દ્ર સુબ્રમણ્યમે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

 

327 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી અમેરિકી ટીમ 50 ઓવરમાં આઠ વિકેટે 125 રન જ બનાવી શકી હતી. તેના માટે ઉત્કર્ષ શ્રીવાસ્તવે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. ભારત તરફથી નમન તિવારીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.
આ પણ વાંચો : જાડેજાની વિકેટ પર વિવાદ, શું અમ્પાયરે ખોટી રીતે આઉટ આપ્યો, જાણો શું છે સત્ય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:17 pm, Sun, 28 January 24