IND vs ZIM: 18 ઓગસ્ટથી સિરીઝ તમે મેચ ક્યાં અને કેવી રીતે જોઈ શકશો, જુઓ સંપૂર્ણ શેડ્યૂલ

|

Aug 10, 2022 | 6:41 PM

ટીમના નેતૃત્વ વિશે પુછવા પર તેણે કહ્યું કે, કેપ્ટન તરીકે હું મારા બોલરો પર વિશ્વાસ રાખું છું. પહેલા તેની યોજનાને અમલ કરું છે. જો બોલરોની યોજના કામ ન આવે તો અમારી પાસે બીજી યોજના હોય છે. આ સિરીઝ આઈસીસી પુરુષ વર્લ્ડ કપ સુપર લીગનો ભાગ છે.

IND vs ZIM: 18 ઓગસ્ટથી સિરીઝ તમે મેચ ક્યાં અને કેવી રીતે જોઈ શકશો, જુઓ સંપૂર્ણ શેડ્યૂલ
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી ત્રણ મેચની વનડે સિરીઝ રમાશે
Image Credit source: Twitter

Follow us on

IND vs ZIM: વેસ્ટઈન્ડિઝના પ્રવાસ બાદ હવે ભારતીય ટીમ થોડા સમયમાં જ ઝિમ્બાબ્વે માટે રવાના થશે. ભારત અહીં ત્રણ વનડે મેચની સિરીઝ રમશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજની ગેરહાજરીમાં ટીમની કેપ્ટનશીપ શિખર ધવન (Shikhar Dhawan)ને આપવામાં આવી છે. એશિયા કપ (Asia Cup) પહેલા આ સિરીઝ ટીમ ઈન્ડિયા માટે ખુબ મહત્વની છે. આ સિરીઝની સાથે ફાસ્ટ બોલર દીપક ચહર પણ વાપસી કરી રહ્યો છે. ધવને વેસ્ટઈન્ડિઝમાં વનડે સિરીઝમાં ટીમની સફળતાપૂર્વક આગેવાની કર્યા બાદ કહ્યું કે, હું જ્યાં સુધી ભારત માટે રમીશ. ત્યાં સુધી ટીમ માટે ઉપયોગી રહીશ. હું ટીમ માટે બોજ બનવાનું પસંદ કરીશ નહીં.

બોલર પર ભરોસો કરે છે શિખર

ટીમના નેતૃત્વ વિશે પુછવા પર તેણે કહ્યું કે, કેપ્ટન તરીકે હું મારા બોલરો પર વિશ્વાસ રાખું છું. પહેલા તેની યોજનાને અમલ કરું છે. જો બોલરોની યોજના કામ ન આવે તો અમારી પાસે બીજી યોજના હોય છે. આ સિરીઝ આઈસીસી પુરુષ વર્લ્ડ કપ સુપર લીગનો ભાગ છે. 13 ટીમની ઈવેન્ટ આગામી વર્ષે ભારતમાં રમાનાર 50 ઓવરના વર્લ્ડકપ માટે સીધું ક્વોલિફિકેશન હશે. ભારતીય ટીમે છેલ્લી વખત 2016માં ઝિમ્બામ્બેનો પ્રવાસ કર્યો હતો. જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ટીમે 3 ટી20 અને 3 વનડે મેચ રમી હતી.

વનડે સિરીઝનું સંપુર્ણ શેડ્યુલ

18 ઓગસ્ટ – 1લી ODI – હરારે (Zimbabwe) – બપોરે 12:45 કલાકે

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

20 ઓગસ્ટ – બીજી ODI – હરારે – બપોરે 12:45 કલાકે

22 ઓગસ્ટ – ત્રીજી ODI – હરારે – બપોરે 12:45 કલાકે

ક્યારે રમાશે ભારત-ઝિમ્બાબ્વેની વનડે સિરીઝ ?

ભારત-ઝિમ્બાબ્વેની વનડે સિરીઝ 18 ઓગસ્ટથી શરુ થશે અને 22 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે.

ક્યાાં રમાશે ભારત-ઝિમ્બાબ્વેની વનડે સિરીઝ ?

ભારત-ઝિમ્બાબ્વેની વનડે સિરીઝની તમામ મેચ હરારેમાં રમાશે.

ક્યાં જોઈ શકશો ભારત-ઝિમ્બાબ્વેની વનડે સિરીઝનું લાઈવ ટેલીકાસ્ટ ?

ભારત-ઝિમ્બાબ્વેની વનડે સિરીઝનું લાઈવ ટેલીકાસ્ટ સોની નેટવર્ક સ્પોર્ટસ પર થશે. તેમજ ડીડી સ્પોર્ટસ પર લાઈવ ટેલીકાસ્ટ થશે.

ક્યાં જોઈ શકશો ભારત-ઝિમ્બાબ્વેની વનડે સિરીઝનું લાઈવ સ્ટ્રીમિંગ ?

ભારત-ઝિમ્બાબ્વેની વનડે સિરીઝનું લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ પર જોવા મળશે.

ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમ

શિખર ધવન (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન (વિકેટ કિપર), સંજુ સેમસન (વિકેટ કિપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, અવેશ ખાન, દ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ , દીપક ચહર

Next Article