IND vs PAK: એશિયા કપ પહેલા ભારત-પાકિસ્તાનની થશે ટક્કર, આ ટાઈટલ માટે લડશે બંને ટીમો

|

Aug 26, 2023 | 10:12 AM

IBSA વર્લ્ડ ગેમ્સ T20માં પુરૂષ ટીમ પહેલા ભારતની મહિલા ટીમ પણ ફાઇનલમાં જગ્યા બનાવી ચુકી છે. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. હવે મેન્સ ટીમે પણ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. મહિલા ટીમ પણ શનિવારે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.

IND vs PAK: એશિયા કપ પહેલા ભારત-પાકિસ્તાનની થશે ટક્કર, આ ટાઈટલ માટે લડશે બંને ટીમો
India VS Pakistan

Follow us on

એશિયા કપ (Asia Cup 2023)માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની છે. આ મેચ 2 સપ્ટેમ્બરે રમાવાની છે. ટીમ ઈન્ડિયા (Team India) આ મેચથી એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. પરંતુ આ પહેલા પણ ક્રિકેટ ચાહકોને ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચેની સ્પર્ધા જોવા મળશે.

IBSA વર્લ્ડ ગેમ્સ T20 ફાઇનલમાં ભારત-પાકિસ્તાનની ટક્કર

ભારતની પુરૂષ અંધ ક્રિકેટ ટીમે IBSA વર્લ્ડ ગેમ્સ T20ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે જ્યાં તેનો સામનો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. ભારતે સેમિફાઇનલ મેચમાં બાંગ્લાદેશને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ સેમિફાઇનલ મેચ સાત વિકેટે જીતી લીધી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

સેમિફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને હરાવ્યું

શુક્રવારે રમાયેલી સેમિફાઇનલમાં ભારતીય ટીમના બોલરોએ બાંગ્લાદેશને 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 144 રનમાં રોકી દીધું હતું. ટીમ ઈન્ડિયાએ આ ટાર્ગેટ 18 બોલ પહેલા હાંસલ કરી લીધો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે એજબેસ્ટન ક્રિકેટ સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાશે.

ભારતીય ટીમની દમદાર રમત

ભારતીય બોલરોએ અંતિમ ઓવરોમાં શાનદાર રમત બતાવી હતી. પ્રથમ નવ ઓવરમાં બાંગ્લાદેશે બે વિકેટ ગુમાવીને 62 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશને સારી શરૂઆત મળી હતી અને એવું લાગી રહ્યું હતું કે તેઓ મજબૂત સ્કોર નોંધાવી શકશે. પરંતુ ભારતીય બોલરોએ અંતિમ ઓવરોમાં જોરદાર રમત બતાવી અને બાંગ્લાદેશને વધુ આગળ વધવા ન દીધું. ટીમ 150ના આંકડાને પણ સ્પર્શી શકી નહીં. સુનિલ રમેશ અને નરેશભાઈ બાલુભાઈ તુમડાની ભાગીદારીના કારણે ભારતે 145 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. બંનેએ 68 રનની ભાગીદારી કરી ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મદદ કરી હતી.

ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે બદલો લેશે

ફાઇનલમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થવાનો છે અને આ સાથે ભારતીય ટીમ પોતાની જૂની હારનો બદલો લેવા માંગશે. આ ટૂર્નામેન્ટના લીગ મુકાબલામાં ભારત અને પાકિસ્તાનની ટીમો ટકરાઈ હતી, તે મેચમાં પાકિસ્તાને ભારતને 18 રને હરાવ્યું હતું. હવે ટીમ ઈન્ડિયા એ હારનો બદલો લઈને પાકિસ્તાનનું ટાઈટલ જીતવાનું સપનું તોડવા ઈચ્છશે.

આ પણ વાંચો : જે બોલિંગ પર પાકિસ્તાનને છે ગર્વ, તેમાં જ છુપાયેલી છે તેની સૌથી મોટી નબળાઈ

મહિલા ટીમ પણ ફાઇનલમાં

પુરૂષ ટીમ પહેલા ભારતની મહિલા ટીમ પણ ફાઇનલમાં જગ્યા બનાવી ચુકી છે. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. હવે મેન્સ ટીમે પણ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. મહિલા ટીમ પણ શનિવારે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ પણ એજબેસ્ટન ખાતે રમાશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article