Indian Domestic Cricket 2023/24 : ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટનું શેડ્યૂલ જાહેર, 3 વર્ષ પછી દેવધર ટ્રોફીનું આયોજન કરાશે

|

Apr 11, 2023 | 12:20 PM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 10 એપ્રિલે ભારતીય ધરેલું સિઝન 2023-24નું શેડ્યૂલ જાહેર કર્યું છે. BCCI દ્વારા જાહેર કરાયેલ આ શેડ્યૂલની શરૂઆત દુલીપ ટ્રોફીથી થઈ રહી છે, જે 28 જૂન 2023થી શરૂ થશે.

Indian Domestic Cricket 2023/24 : ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટનું શેડ્યૂલ જાહેર, 3 વર્ષ પછી દેવધર ટ્રોફીનું આયોજન કરાશે

Follow us on

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 10 એપ્રિલે ભારતીય ધરેલું સિઝન 2023-24નું શેડ્યૂલ જાહેર કર્યું છે. BCCI દ્વારા જાહેર કરાયેલ આ શેડ્યૂલની શરૂઆત દુલીપ ટ્રોફીથી થઈ રહી છે, જે 28 જૂન 2023થી શરૂ થશે.આ સાથે, બીસીસીઆઈએ કોરોના સમયગાળાના 3 વર્ષ પછી દેવધર ટ્રોફી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. દેવધર ટ્રોફી 24 જૂનથી શરૂ થશે, જેમાં કુલ 6 ઝોનલ ટીમો (મધ્ય, દક્ષિણ, ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર પૂર્વ ઝોન)નો સમાવેશ થશે.

 

એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો
Green Spinach : ગ્રીન પાલક પોષક તત્વોનો છે ખજાનો, જાણો કેટલા હોય છે વિટામીન
રોટલી વધારે બની ગઈ છે ? બનાવો રોટલીની સ્વાદિષ્ટ કટલેટ
આજનું રાશિફળ તારીખ : 18-09-2024
જીવનથી નિરાશ થઈને આ પ્રાણીઓ પણ માણસની જેમ જ કરે છે આત્મહત્યા
અમદાવાદમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવશે, હિમાલી વ્યાસ

ભારતીય ધરેલું સિઝનનું સંપૂર્ણ શેડ્યૂલ જુઓ

1. દુલીપ ટ્રોફી – દુલીપ ટ્રોફી ટૂર્નામેન્ટની નોકઆઉટ મેચો 28 જૂન 2023થી શરૂ થશે અને તેની છેલ્લી મેચ 16 જૂલાઈ રમાશે.

2. દેવધર ટ્રોફી– આ ટુર્નામેન્ટ 24 જુલાઈથી શરૂ થશે, જેની લીગ મેચો 24 જુલાઈ 2023 થી 1 ઓગસ્ટ સુધી રમાશે, જ્યારે નોકઆઉટ મેચો 3 ઓગસ્ટે રમાશે.

3. ઈરાની કપ – નોકઆઉટ મેચો – 1લી ઓક્ટોબર 2023 થી 5મી ઓક્ટોબર 2023 સુધી રમાશે.

4. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી – 16 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર 2023, નોકઆઉટ મેચો (31 ઓક્ટોબર 2023-6 નવેમ્બર 2023)

5.વિજય હઝારે ટ્રોફી – 23 નવેમ્બર 2023 – 5 ડિસેમ્બર 2023, નોકઆઉટ મેચો – 9 ડિસેમ્બર 2023 – 15 ડિસેમ્બર 2023

6. રણજી ટ્રોફી એલિટ – 5 જાન્યુઆરી 2024 – 19 ફેબ્રુઆરી 2024, નોકઆઉટ મેચ – 23 ફેબ્રુઆરી 2024 – 14 માર્ચ 2024

7. રણજી ટ્રોફી પ્લેટ – 5 જાન્યુઆરી 2024 – 5 ફેબ્રુઆરી 2024, નોકઆઉટ મેચો – 9 ફેબ્રુઆરી 2024 – 22 ફેબ્રુઆરી 2024

આ પણ વાંચો : રિંકુ ભૈયા ઝિંદાબાદ, Rinku Singh KKRની ઐતિહાસિક જીત બાદ શ્રેયસ અય્યર સાથે વીડિયો કૉલ પર કરી વાત

T20 ચેમ્પિયનશિપ સાથે સિનિયર મહિલા સિઝનની શરૂઆત થશે

તમને જણાવી દઈએ કે સિનિયર મહિલા સીઝનની શરૂઆત નેશનલ ટી20 ચેમ્પિયનશિપથી થશે. જે 19 ઓક્ટોબરથી 9 નવેમ્બર 2023 સુધી રમાશે. આ પછી, ઇન્ટર-ઝોનલ T20 ટ્રોફી 24 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2023 સુધી રમાશે. સીનિયર મહિલા ODI ટ્રોફી આવતા વર્ષે 4 જાન્યુઆરી 2024 થી 26 જાન્યુઆરી 2024 દરમિયાન યોજાશે. સીનિયર મહિલા T20 ટ્રોફી અને ODI ટ્રોફીમાં કુલ પાંચ ગ્રૂપ હશે. છેલ્લે વિજય ટ્રોફી 10મી માર્ચ 2024 થી 16મી માર્ચ 2024 સુધી રમાશે.

આ પણ વાંચો : IPL 2023 : આઇપીએલની 16મી સીઝનમાં સૌથી ઝડપી ફિફટી કરનાર ખેલાડી, માત્ર 10 દિવસમાં જ લિસ્ટમાં થઈ ઉથલ પાથલ

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચારIPL 2023,  ટેનિસક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો

Published On - 4:49 pm, Mon, 10 April 23

Next Article