એસીસી વીમેન્સ ઇમર્જિંગ ટીમ કપમાં ભારતની દીકરીઓએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. હોંગ કોંગમાં ચાલી રહેલી ટુર્નામેન્ટમાં ફાઇનલમાં બાંગ્લાદેશ-એ ને ફાઇનલમાં ભારતની ક્રિકેટ ટીમે માત આપી હતી. ફાઇનલમાં ભારતીય ટીમે પ્રથમ બેટીંગ કરતા 7 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા હતા અને જવાબમાં બાંગલાદેશની ટીમ ફક્ત 96 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ટીમ ઇન્ડિયાની જીતની સ્ક્રિપ્ટ તેના સ્પિનર્સે લખી હતી. શ્રેયંકા પાટિલ અને મન્નત કશ્યપની ફિરકી સામે બાંગ્લાદેશની ટીમ ઢેર થઇ ગઇ હતી.
શ્રેયંકા પાટિલે ફાઇનલ મેચમાં ફક્ત 13 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. ગજબની વાત એ છે કે આ 13 રન માંથી 5 રન તો શ્રેયંકાએ વાઇડ બોલમાં આપ્યા હતા. એટલે કે બાંગ્લાદેશી ટીમ ઓફ સ્પિનર સામે ફક્ત 8 રન જ બનાવી શકી હતી. ફાઇનલમાં શ્રેયંકા સિવાય સ્પિનર મન્નત કશ્યપે 20 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે તિતાસ સાધુએ એક વિકેટ ઝડપી હતી.
5 WICKETS! India’s @shreyanka_patil announces herself on the international stage in a grand style 🔥#WomensEmergingTeamsAsiaCup #ACC pic.twitter.com/euK5Npz9nK
— FanCode (@FanCode) June 15, 2023
ટાઇટલ મેચમાં ટીમ ઇન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. કેપ્ટન શ્વેતા સહરાવત 20 બોલમાં 13 રન બનાવીને નાહિદા અખ્તરની બોલ પર બોલ્ડ થઇ હતી. આ બાદ છેત્રી અને દિનેશ વૃંદાએ સારી ઇનિંગ રમી હતી. છેત્રીએ 22 અને વૃંદાએ સૌથી વધુ 36 રન બનાવ્યા હતા. મિડલ ઓર્ડરમાં કનિકા આહૂજાએ 23 બોલમાં નોટઆઉટ 30 રન બનાવ્યા હતા અને ટીમ 127 રન સુધી પહોંચી હતી.
Jubilation for Team 🇮🇳!
India ‘A’ women’s team secures the title in a dazzling display of skill, determination, and teamwork.
Congratulations to the promising young ✨ of Indian cricket! @BCCI #WomensEmergingTeamsAsiaCup #ACC pic.twitter.com/l07LBVEYt3— AsianCricketCouncil (@ACCMedia1) June 21, 2023
જણાવી દઇએ કે શ્રેયંકા પાટિલ આ ટુર્નામેન્ટની શ્રેષ્ઠ ખેલાડી રહી હતી. 20 વર્ષની આ ઓફ સ્પિનરે ફક્ત 2 મેચમાં 9 વિકેટ ઝડપી હતી. ગજબની વાત એ છે કે આ દરમિયાન શ્રેયંકાએ ફક્ત 15 રન ખર્ચ કર્યા હતા. હોંગ કોંગ સામેની લીગ મેચમાં શ્રેયંકાએ 2 રન આપીને 5 વિકેટ ઝડપી હતી અને હવે ફાઇનલમાં તેણે 13 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.