IND W vs ENG W: સ્મૃતિ મંધાનાને એક ભૂલ ભારે પડી, લોર્ડ્સમાં ઈતિહાસ રચવાનું ચૂકી ગઈ

ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર પ્રથમ વખત મહિલા ટેસ્ટ રમાઈ રહી છે અને સ્મૃતિ મંધાના આ મેચની પહેલી ઈનિંગમાં સદી ફટકારવાનું ચૂકી ગઈ હતી. તેની એક ભૂલથી તે ઈતિહાસ રચવાથી સહેજ માટે રહી ગઈ હતી.

IND W vs ENG W: સ્મૃતિ મંધાનાને એક ભૂલ ભારે પડી, લોર્ડ્સમાં ઈતિહાસ રચવાનું ચૂકી ગઈ
Smriti Mandhana
Image Credit source: GETTY IMAGES
| Updated on: Jul 10, 2026 | 10:03 PM

સ્મૃતિ મંધાનાએ પોતાની કારકિર્દીમાં ઘણી શાનદાર ઇનિંગ્સ રમી છે, પરંતુ ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સમાં તેણે બનાવેલા 83 રન જીવનભર યાદ રહેશે. ઐતિહાસિક મેદાન લોર્ડ્સમાં આ પહેલી મહિલા ટેસ્ટ મેચ છે અને ડાબા હાથની ઓપનિંગ બેટ્સમેન ઇંગ્લેન્ડ સામેની પહેલી ઇનિંગમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. જોકે સ્મૃતિ મંધાના સદી ચૂકી ગઈ હતી. તે સરળતાથી 83 રન સુધી પહોંચી ગઈ હતી, પરંતુ પછી એક ભૂલથી તેની ઈનિંગનો અંત આવ્યો અને તે સદી ચૂકી ગઈ.

લોર્ડ્સમાં મંધાના સદી ચૂકી ગઈ

સ્મૃતિ મંધાનાએ લોર્ડ્સમાં અનેક મનમોહક શોટ રમ્યા. તેણીએ તાકાતથી સ્વિંગ થતા બોલનો સામનો કર્યો, તેણીની ઇનિંગમાં 11 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા, પરંતુ પછી 45 મી ઓવરમાં ઇસી વોંગના એક સરળ બોલ પર તેણીએ વિકેટ ગુમાવી દીધી. મંધાનાએ ઓફ-સ્ટમ્પની બહારનો બોલ રમવાન પ્રયાસ કર્યો અને બોલ તેના બેટની ધાર પર વાગ્યો અને વિકેટકીપર એમી જોન્સે સરળતાથી તેને કેચ કર્યો.

ખોટો શોટ રમવામાં ગુમાવી વિકેટ

મંધાનાનો શોટ ખૂબ જ ખરાબ હતો, કારણ કે બોલ ઓફ-સ્ટમ્પની બહાર હતો. જોકે, મંધાનાની ભૂલ તેનું ખોટું શોટ સિલેકશન હતું. જેની તેણે મોટી સજા મળી અને તે સદી ચૂકી ગઈ.. લોર્ડ્સમાં સદી ફટકારનાર બેટ્સમેનના નામ ત્યાંના ઓનર બોર્ડ પર અંકિત થાય છે. આ સિદ્ધિ હાંસલ કરવી એ વિશ્વના દરેક બેટ્સમેનનું સ્વપ્ન હોય છે. મંધાના આ સિદ્ધિ હાંસલ કરનારી પ્રથમ મહિલા ક્રિકેટર બનવાથી રહી ગઈ હતી.

 

હરમનપ્રીત કૌરે તાકાત બતાવી

મંધાના સદી ચૂકી ગઈ, જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ મોટી ઈનિંગ રમવાની તક ગુમાવી દીધી. જમણા હાથની બેટ્સમેનએ 121 બોલમાં 58 રન બનાવ્યા. હરમનપ્રીતનો કોઈ વાંક નહોતો, કારણ કે તે ઇંગ્લેન્ડની ઓફ-સ્પિનર ​​વિલિયર્સની શાનદાર બોલથી બોલ્ડ થઈ હતી. ભાગ્યે જ કોઈ બેટ્સમેન પાસે આ બોલનો જવાબ હોત, તે નસીબની વાત હતી.

ટીમ ઈન્ડિયાની ખરાબ શરૂઆત

ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર શેફાલી વર્મા ચાર બોલ પછી શૂન્ય રને આઉટ થઈ ગઈ. ત્યારબાદ લોરેન બેલે યાસ્તિકા ભાટિયાને 12 રને બોલ્ડ કરી. ચોથા નંબર પર આવીને, જેમીમા રોડ્રિગ્સે ઝડપથી 35 રન બનાવ્યા, અને તે પણ વોંગ દ્વારા બોલ્ડ થઈ ગઈ.

IND W vs ENG W: જે સચિન-વિરાટ ના કરી શક્યા, તે હરમનપ્રીત કૌરે કરી બતાવ્યું, લોર્ડ્સમાં રચ્યો ઈતિહાસ

Published On - 10:03 pm, Fri, 10 July 26

Follow Us