IND W vs AUS W: સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયાનુ ઘમંડ ભાંગ્યુ, પ્રથમ ટેસ્ટ મેચમાં જ ફટકાર્યુ શાનદાર શતક

સ્મૃતિ મંધાના (Smriti Mandhana) એ પિંક બોલ ટેસ્ટ મેચના પહેલા દિવસના પહેલા સત્રમાં જ અડધી સદી ફટકારી હતી. જોકે તેને વરસાદને કારણે તેની સદીની રાહ જોવી પડી હતી.

IND W vs AUS W: સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયાનુ ઘમંડ ભાંગ્યુ, પ્રથમ ટેસ્ટ મેચમાં જ ફટકાર્યુ શાનદાર શતક
Smriti Mandhana
| Edited By: | Updated on: Oct 01, 2021 | 11:02 AM

ભારતીય સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના (Smriti Mandhana) એ ક્વીન્સલેન્ડમાં રમાઈ રહેલી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક સદી ફટકારી છે. ભારતીય મહિલા ટીમ (Indian Women Cricket Team) પ્રથમ વખત ડે-નાઇટ મેચ રમી રહી છે અને મંધાનાએ પોતાની સદી સાથે આ મેચને યાદગાર બનાવી છે. મંધાનાની કારકિર્દીની આ પ્રથમ ટેસ્ટ સદી પણ છે. તેણે મેચના બીજા દિવસે પોતાની સદી પૂરી કરી હતી. સ્મૃતિ મંધાનાની કારકિર્દીની આ ચોથી ટેસ્ટ મેચ હતી. આ મેચમાં તેના બેટે સદી ફટકારી હતી. અગાઉ, ટેસ્ટમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 78 હતો જે તેણે તે જ વર્ષે ઇંગ્લેન્ડ સામે બનાવ્યો હતો.

મેચના પહેલા જ બોલથી મંધાના આત્મવિશ્વાસથી ભરેલી જોવા મળી હતી. પ્રથમ દિવસના પહેલા સત્રમાં તેણે ઓસ્ટ્રેલિયન બોલરોને જોરદાર રીતે હંફાવ્યા હતા. શેફાલી વર્મા સાથે પ્રથમ વિકેટ માટે 93 રનની ભાગીદારી દરમિયાન તેણે ચોગ્ગાની લાઇન લગાવી દીધી હતી. તેણે માત્ર 51 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. ચાહકો તેની સદીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ વરસાદના કારણે આ રાહ જોવી ઘણી લાંબી થઇ ગઈ હતી.

વિરાટ કોહલીની બરાબરી કરી

તે હવે તેની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં સદી ફટકારનાર બીજા ભારતીય બેટ્સમેન તરીકે નોંધાઇ છે. તેના પહેલા ભારતીય પુરુષ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે આ પરાક્રમ કર્યું હતું. વર્ષ 2019 માં, ભારતે બાંગ્લાદેશ સામે પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ રમી હતી. કેપ્ટન કોહલીએ આ મેચમાં સદી ફટકારી હતી. જોકે ત્યાર બાદ થી તેની સદી આવી રહી નથી.

 

ભારતનો સ્કોર 2 વિકેટે 195 રન

ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા સામે બીજા દિવસની રમતના પ્રથમ સેશન દરમ્યાન મંધાનાના પેવિલિયન પરત ફરવા સુધીમાં 2 વિકેટ
ગુમાવીને 195 રન કર્યા હતા. સ્મૃતિ મંધાના એ 127 રનની શાનદાર ઇનીંગ રમી હતી. તે ગાર્ડનરના બોલ પર તાહિલા મેકગ્રાથના હાથે કેચ ઝડપાઇ હતી. તેની આ ઇનીંગ ખૂબ પ્રશંસનીય રહી હતી. પૂનમ રાઉત અને કેપ્ટન મિતાલી રાજ પિચ રમતમાં છે

 

આ પણ વાંચોઃ IPL 2021: ધોનીએ આપેલુ વચન પાળી બતાવ્યુ, ગત સિઝનમાં ચેન્નાઇની ટીમ શરમજનક સ્થિતીમાં હતી, એક વર્ષે વાયદો પૂરો કર્યો

આ પણ વાંચોઃ IPL 2021: પંજાબ કિંગ્સ અને KKR માટે આજે ટકી રહેવાની ટક્કર, બંને માટે જરુરી જીત માટે કેવી રીતે કરશે મુકાબલો?

 

Published On - 10:51 am, Fri, 1 October 21