ઝિમ્બાબ્વે સામેની ત્રીજી T20માં ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. પરંતુ સિક્કાની રમત જીત્યા બાદ તેણે જે નિર્ણય લીધો તે ઘણો રસપ્રદ હતો. શુભમન ગિલે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં 4 ફેરફાર કર્યા છે. ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શિવમ દુબે, યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસનને હરારેમાં તક મળી. આ ઉપરાંત લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ખલીલ અહેમદની પણ પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી કરવામાં આવી હતી.
સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેની એન્ટ્રી સાથે પ્લેઈંગ ઈલેવનમાંથી ધ્રુવ જુરેલ, રાયન પરાગ, સાઈ સુદર્શનને બેંચ પર બેસાડવામાં આવ્યા હતા. આ સિવાય ફાસ્ટ બોલર મુકેશ કુમારને આરામ આપવામાં આવ્યો હતો.
જો કે, ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20માં જે પ્લેઈંગ ઈલેવનને મેદાનમાં ઉતાર્યું છે તેમાં ટોપ ઓર્ડરના પાંચ બેટ્સમેન છે. જેમાં શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન અને અભિષેક શર્માનો સમાવેશ થાય છે. કોઈ ટીમની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બધા ટોપ ઓર્ડર બેટ્સમેનને રમતા જોવું ખૂબ જ દુર્લભ છે. જોકે, ગાયકવાડ અને સેમસનને મધ્ય ઓવરો દરમિયાન પણ બેટિંગ કરવાનો અનુભવ છે.
#TeamIndia win the toss and will bat first
Sanju Samson, Yashasvi Jaiswal and Shivam Dube make the Playing XI
Follow the Match ▶️ https://t.co/FiBMpdZo0K#ZIMvIND pic.twitter.com/4b6jBqx899
— BCCI (@BCCI) July 10, 2024
યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, શિવમ દુબે, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ.
T20 સિરીઝની વાત કરીએ તો પહેલી મેચ ઝિમ્બાબ્વેએ જીતી હતી પરંતુ ત્યાર બાદ ટીમ ઈન્ડિયાએ જોરદાર વાપસી કરી હતી અને 100 રનથી જીત મેળવી હતી. આ મેચમાં અભિષેક શર્માએ શાનદાર સદી ફટકારી હતી.
આ પણ વાંચો: ગૌતમ ગંભીર બાદ વધુ એક વર્લ્ડ ચેમ્પિયનની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી! મળશે મોટી જવાબદારી