ડોમિનિકામાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટ શરૂ થવામાં એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે. બે મેચોની શ્રેણી 12 જુલાઈથી શરૂ થશે. ટીમ ઈન્ડિયા આ સિરીઝ માટે હાલ બાર્બાડોસમાં પ્રેક્ટિસ કરી રહી છે. ટીમ ઈન્ડિયા તેની તૈયારીઓ માટે ઈન્ટ્રા-સ્કવોડ મેચ રમી રહી છે, જેના પહેલા દિવસે યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન રોહિત શર્માએ પોતાનો દમદાર પ્રદર્શન કર્યું હતું.
ટીમ ઈન્ડિયા છેલ્લા કેટલાક દિવસોથી બાર્બાડોસના બ્રિજટાઉનમાં પ્રખ્યાત કિંગ્સટન ઓવલ મેદાનમાં પ્રેક્ટિસ કરી રહી છે. અહીં બાર્બાડોસના કેટલાક સ્થાનિક ખેલાડીઓ સાથે 16 સભ્યોની ટીમ ઈન્ડિયા બે દિવસીય પ્રેક્ટિસ મેચ રમી રહી છે. મેચના પહેલા દિવસે વિરાટ કોહલી ઝડપથી આઉટ થયો હતો, પરંતુ તે પહેલા યશસ્વી અને રોહિતે ઘણા રન બનાવ્યા હતા.
Captain Rohit Sharma’s six at the pull shot in practice match.
Hitman – The master of pull Shot#RohitSharma pic.twitter.com/b4k0RYgTl8
— Kamlesh Kumar ⁴⁵ (@CaptainHit_45) July 5, 2023
20 વર્ષીય ડાબોડી બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ઘણા પ્રભાવિત કર્યા હતા. યશસ્વીએ આ ઇનિંગમાં 76 બોલમાં 54 રન બનાવ્યા હતા અને ટેસ્ટ ડેબ્યૂ માટે પોતાનો દાવો મજબૂત કર્યો હતો. ખાસ વાત એ છે કે આ મેચમાં રોહિતની સાથે ઓપનિંગ માટે યશસ્વીને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. આ એક સંકેત હોય શકે છે કે ઓપનિંગ માટે યશસ્વીને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે અને હજુ ઓપનિંગ કરી રહેલા શુભમન ગિલને ચેતેશ્વર પૂજારાની જગ્યાએ ત્રીજા સ્થાને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. શુભમન ગિલે તેની ટેસ્ટ કારકિર્દીમાં એક દાવ સિવાય હંમેશા ઓપનિંગ જ કરી છે. પરંતુ ક્યારેક તેને ત્રીજા ક્રમે પણ બેટિંગ કરવું પડી શકે છે.
India’s warm up match.
Video Courtesy: Instagram/cricbarbados#IndianCricketTeam pic.twitter.com/ZawSnvYsqt
— Aniket (@anikkkett) July 5, 2023
આ પણ વાંચો : Ashes : ઈંગ્લેન્ડના ચાહકો ભૂલ્યા ભાન, 100મી ટેસ્ટમાં સ્ટીવ સ્મિથનું કર્યું અપમાન, જુઓ Video
આ પ્રેક્ટિસ મેચના પહેલા દિવસે કેપ્ટન રોહિત શર્માએ પણ કેટલાક શાનદાર શોટ્સ ફટકાર્યા હતા. ખાસ કરીને તેના ટ્રેડમાર્ક પુલ શોટથી રોહિતે જબરદસ્ત સિક્સ ફટકારી હતી. રોહિતે પણ લગભગ 67 બોલનો સામનો કર્યો અને પછી નિવૃત્ત થઈ ગયો. પોતાના ફોર્મના કારણે પ્રશ્નોનો સામનો કરી રહેલા કેપ્ટન રોહિતને આશા છે કે તે ટેસ્ટમાં પણ આ પ્રકારની બેટિંગ ચાલુ રાખે.