IND vs WI: વેસ્ટ ઈન્ડિઝને ક્લીન સ્વીપ કરવા માટે ટીમ ઈન્ડિયા કેટલાક ફેરફાર સાથે મેદાને ઉતરી

|

Feb 11, 2022 | 2:18 PM

ટીમ ઈન્ડિયા (Team India) ની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેણે ત્રીજી ODIને લઈને 2-0ની અજેય લીડ સાથે શ્રેણી પર કબજો કર્યો છે.

IND vs WI: વેસ્ટ ઈન્ડિઝને ક્લીન સ્વીપ કરવા માટે ટીમ ઈન્ડિયા કેટલાક ફેરફાર સાથે મેદાને ઉતરી
વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં પણ એક ફેરફાર કરવામાં આવ્યો હતો,

Follow us on

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India Vs West Indies) વચ્ચે 3 વનડે સીરીઝની છેલ્લી મેચ આજે રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ બાદ બંને ટીમોએ પોતાની પ્લેઈંગ ઈલેવન (Playing XI) ની પણ જાહેરાત કરી હતી. ટીમ ઈન્ડિયા (Team India), જેણે 2-0ની અજેય લીડ સાથે શ્રેણી પર કબજો કર્યો છે, ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ત્રીજી ODIને લઈને 4 ફેરફારો છે. તે જ સમયે, વેસ્ટ ઈન્ડિઝની કપ્તાની ફરી એકવાર નિકોલસ પૂરનના હાથમાં છે. આ ઉપરાંત ટીમમાં 1 ફેરફાર પણ છે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી આ 21મી ODI શ્રેણી છે. જો ભારત આજે વેસ્ટ ઈન્ડિઝને હરાવશે તો 3 મેચની વનડે શ્રેણીમાં ક્લીન સ્વીપ કરશે. વેસ્ટ ઈન્ડિઝ સામે આ તેની પ્રથમ ક્લીન સ્વીપ હશે. અગાઉની 20 શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝે બે વખત ભારતને ક્લીન સ્વિપ કર્યુ હતુ, પરંતુ ભારતીય ટીમ તેને ક્યારેય ખતમ કરી શકી નથી. આવી સ્થિતિમાં આ વખતે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા પાસે નવી વાર્તા લખવાની સુવર્ણ તક છે.

ભારતીય ટીમમાં 4 ફેરફાર, વેસ્ટ ઈન્ડિઝમાં એક

ભારતની ટીમમાં 4 ફેરફાર છે. જો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત છે તેની જગ્યા શ્રેયસ અય્યરે લીધી છે. દીપક હુડ્ડા બહાર છે કારણ કે શિખર ધવન પાછો ફર્યો છે. યુઝવેન્દ્ર ચહલ અને શાર્દુલ ઠાકુરને આરામ આપવામાં આવ્યો છે. તેમના સ્થાને કુલદીપ યાદવ અને દીપક ચહરને રમાડવામાં આવ્યા છે. આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં અકિલ હુસૈનની જગ્યાએ હેડન વોલ્શ જુનિયરને રમાડવામાં આવ્યો છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

 

ત્રીજી વનડે માટે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, વોશિંગ્ટન સુંદર, દીપક ચાહર, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા

વેસ્ટ ઇન્ડિઝઃ વેસ્ટ ઈન્ડિઝઃ શાઈ હોપ, બ્રેન્ડન કિંગ, નિકોલસ પૂરન, ડેરેન બ્રાવો, શમારા બ્રૂક્સ, જેસન હોલ્ડર, હેડન વોલ્શ જુનિયર, ફેબિયન એલન, ઓડિયન સ્મિથ, અલઝારી જોસેફ, કેમર રોચ

 

આ પણ વાંચોઃ IPL 2022: રોહિત શર્માની આઇપીએ સેલરીમાં બંપર જમ્પ, જાણો પ્રથમ સેલરી કેટલા રુપિયા મેળવતો હતો

આ પણ વાંચોઃ અમદાવાદ સિરીયલ બ્લાસ્ટ અગાઉ આ વ્યક્તિને ઘટનાના બે મહિના પહેલા હતો ‘અંદેશો’, 14 વર્ષ આરોપીઓને સજા માટે રાહ જોઇ

 

Published On - 2:05 pm, Fri, 11 February 22

Next Article