IND vs WI: ભારતે પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝ સામે 153 રનનુ લક્ષ્ય રાખ્યુ, તિલક વર્માની શાનદાર અડધી સદી

|

Aug 06, 2023 | 9:47 PM

West Indies vs India: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ગુયાનામાં T20i સિરીઝની બીજી મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. જોકે ભારતીય ટીમની શરુઆત ઠીક રહી નહોતી. ઓપનિંગ જોડી ઝડપથી તૂટવા સાથે ધીમી શરુઆત રહી હતી.

IND vs WI: ભારતે પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝ સામે 153 રનનુ લક્ષ્ય રાખ્યુ, તિલક વર્માની શાનદાર અડધી સદી
Tilak Varma એ અડધી સદી નોંધાવી

Follow us on

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ગુયાનામાં T20i સિરીઝની બીજી મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. જોકે ભારતીય ટીમની શરુઆત ઠીક રહી નહોતી. ઓપનિંગ જોડી ઝડપથી તૂટવા સાથે ધીમી શરુઆત રહી હતી. જોકે બાદમાં તિલક વર્માએ બાજી સંભાળતા અડધી સદી ફટકારતા ભારતીય ટીમ લડાયક લક્ષ્ય તરફ આગળ વધી હતી. પરંતુ એકંદરે ધીમી રમતને લઈ વેસ્ટ ઈન્ડિઝ સામે આસાન લક્ષ્ય રહેશે એમ લાગી રહ્યુ હતુ, પરંતુ 20 ઓવરના અંતે ભારતે 152 રન 7 વિકેટે નોંધાવ્યા હતા.

પ્રથમ મેચમાં ભારતીય ટીમનો 4 રનથી પરાજય થયો હતો. આમ બીજી મેચમાં જીત મેળવીને સિરીઝ બરાબર કરવા માટે લડત આપવી જરુરી છે. પરંતુ ભારતીય બેટરોએ આજે પણ ખાસ પ્રદર્શન બતાવ્યુ નહોતુ. જોકે તિલકની બેટીંગને લઈ ભારતીય ટીમ એક સન્માનજનક સ્કોર સુધી પહોંચી હતી. જોકે પીચની સ્થિતિને લઈ આ સ્કોર લડાયક બની શકે છે.

તિલક વર્માની અડધી સદી

ઓપનર જોડી માત્ર 16 રનમાં જ તૂટી ગઈ હતી. ઈશાન કિશન અને શુભનમ ગિલ ઓપનરના રુપમાં આવ્યા હતા. જોકે શુભમન ગિલ ટીમના 16 રનના સ્કોર પર જ પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. તે 9 બોલનો સામનો કરીને 7 રન નોંધાવીને અલ્ઝારી જોસેફનો શિકાર થયો હતો. ગિલે હેટમાયરના હાથમાં કેચ આપ્યો હતો અને તેણે ઝડપથી પેવેલિયન પરત ફરવુ પડ્યુ હતુ. ગિલે એક શાનદાર છગ્ગો જમાવ્યો હતો. ભારતીય ટીમના સ્ફોટક બેટર સૂર્યકુમાર યાદવ માત્ર 1 જ રન નોંધાવીને પરત ફર્યો હતો. સૂર્યા રન લેવાના ચક્કરમાં કાયલ મેયર્સના થ્રો પર રન આઉટ થઈને પરત ફર્યો હતો. સૂર્યાએ 3 બોલનો સામનો કરીને પોતાની વિકેટ ગુમાવી હતી. આમ માત્ર 18 રનમાં જ બીજી વિકેટ ભારતે ગુમાવી દીધી હતી.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

ઈશાન કિશન અને તિલક વર્માએ રમતને આગળ વધારવા પ્રયાસ કર્યો હતો. જોકે ઈશાન કિશન 27 રન જોડીને રોમારીયો શેફર્ડનો શિકાર થયો હતો. બોલ્ડ થઈને ઈશાન પરત ફર્યો હતો. ઈશાને 23 બોલનો સામનો કરીને 2 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદ વડે 27 રન નોંધાવ્યા હતા. તિલક વર્માએ શાનદાર અડધી સદી નોંધાવી હતી. તેણે 41 બોલમાં 51 રન નોંધાવ્યા હતા. જોકે અકીલ હુસેનના બોલ પર મોટો શોટ ફટકારવાના પ્રયાસમાં મેકકોયના હાથમાં કેચ ઝડપાયો હતો. 1 છગ્ગો અને 5 ચોગ્ગાની મદદ વડે અડધી સદી તિલકે નોંધાવી હતી.

સંજૂ સેમસને 7 બોલમાં 7 રન નોંધાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ અંતમાં રમતને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પંડ્યાએ 18 બોલનો સામનો કરીને 24 રન 2 છગ્ગાની મદદ વડે નોંધાવ્યા હતા. અક્ષરે 12 બોલમાં 14 રન અને રવિ બિશ્નોઈએ 8 રન નોંધાવ્યા હતા.

આ પણ વાંચો : Amrit Bharat Station: હિંમતનગરના રેલવે સ્ટેશનને નવા રુપ રંગ સાથે સજાવાશે, 1 વર્ષમાં અદ્યતન બનાવી સુવિધા વઘારાશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:42 pm, Sun, 6 August 23

Next Article